________________
૬૭૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન પોતાના ત્રિકાળી અકર્તાધર્મની સન્મુખ થતાં વિકારનું કર્તાપણું છૂટે છે. જ્ઞાયકસ્વભાવનો આશ્રય કરતાં જીવ વિકારનો અકર્તા થાય છે. શુભ કે અશુભ સમસ્ત પરિણામો આત્માના જ્ઞાયકભાવથી જુદાં છે, તેથી પર્યાયનું વલણ જ્યાં જ્ઞાયકસ્વભાવ તરફ વળે છે, ત્યાં જ્ઞાતાપણું જ રહે છે અને શુભાશુભ પરિણામનું કર્તાપણું છૂટી જાય છે. જ્ઞાનીની દૃષ્ટિ પોતાના જ્ઞાતાસ્વભાવ ઉપર હોય છે. તેઓ જ્ઞાતાસ્વભાવની દૃષ્ટિના બળ વડે નિર્દોષતારૂપે જ પરિણમે છે, એટલે તેમને મિથ્યાત્વપરિણામ તો થતાં જ નથી. જે અલ્પ રાગાદિ ભાવ થાય છે, તેને જ્ઞાયકભાવથી ભિન્ન જાણ્યા હોવાથી તેની મુખ્યતા નથી, તેથી તેનું પણ અકર્તાપણું જ છે. જે અલ્પ વિકાર થાય છે તેના તેઓ જ્ઞાતાપણે પરિણમે છે, કર્તાપણે પરિણમતા નથી. સ્વભાવદષ્ટિમાં રહેતા જ્ઞાની સદા જ્ઞાતાપણે પરિણમતા હોવાથી નિરાસવ હોય છે.'
જ્ઞાનીને પોતાના અકર્તાસ્વભાવની દૃષ્ટિ થઈ હોવાથી તેઓ પર્યાયમાં પણ અકર્તાપણે પરિણમે છે. તેઓ પોતાની અકર્તૃત્વશક્તિને નિર્મળપણે ઉલ્લાસાવે છે. વિકારથી ઉપરમ પામીને તેઓ ઉપશાંત થયા હોય છે. સ્વભાવ તરફના વેદનની મુખ્યતામાં તેમને સમતા અને શાંતિ હોય છે. તેમને અનુભવપૂર્વકની પ્રતીતિ થઈ હોય છે.
અહો, હું તો જ્ઞાનસ્વભાવી આત્મા છું. મારા જ્ઞાનમાં પરનું કે વિકારનું કર્તુત્વ નથી. મારા કર્તુત્વ વિના જ જગતનાં કાર્યો થઈ રહ્યાં છે. મારાં જ્ઞાતા પરિણામ રાગનાં પણ કર્તા નથી. મારા જ્ઞાયકભાવ સિવાય સર્વત્ર મારે અકર્તાપણું જ છે.' આમ, તેઓ પૂર્વકર્મના ઉદય વખતે કર્તા ન થતાં માત્ર જ્ઞાતા રહે છે.
પોતાના જ્ઞાયકસ્વભાવને ઓળખતાં જ વર્તમાન પર્યાયનું જોર તે તરફ વળી જાય છે. પછી સ્વભાવ તરફના વલણથી પર્યાયે પર્યાયે જીવને અકર્તારૂપ પરિણામ થતાં જાય છે અને વિકારનું કર્તુત્વ છૂટતું જાય છે. એમ કરતાં કરતાં વિકારનો સર્વથા અભાવ થઈ સાક્ષાત્ સિદ્ધદશા પ્રગટે છે. આત્મા અને તેની શક્તિઓ અનાદિ-અનંત છે, તેના આશ્રયે વિકારના કર્તુત્વનો અભાવ થઈને જે સિદ્ધદશા પ્રગટે છે, તેનો કદી અંત આવતો નથી. સાદિ-અનંત કાળ સુધી સ્વભાવમાંથી અકર્તુત્વપરિણામનો પ્રવાહ વહ્યા જ કરે છે. જ્ઞાયકસ્વભાવ તરફ વળતાં વિકારનો તો અંત આવી જાય છે, કેમ કે તે આત્માના સ્વરૂપમાં નથી, પણ જ્ઞાયકસ્વભાવના આશ્રયે જે અકર્તુત્વપરિણામ પ્રગટે છે, ૧- જુઓ : આચાર્યશ્રી અમૃતચંદ્રદેવકૃત, ‘સમયસારકલશ', કલશ ૧૧૫
'भावास्रवाभावमयं प्रपन्नो द्रव्यास्रवेभ्यः स्वत एव भिन्नः ।
ज्ञानी सदा ज्ञानमयैकभावो निरास्रवो ज्ञायक एक एव ।।' ૨- જુઓ : પંડિત શ્રી બનારસીદાસજીકૃત, સમયસારનાટક', કર્તાકર્મક્રિયા દ્વાર, સવૈયા ૧૫
'पूरब करम उदै आइके दिखाई देइ, करता न होइ तिन्हको तमासगीर है ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org