________________
६७४
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન શ્રીગુરુએ શિષ્યને કહ્યું હતું કે “જો દેહાધ્યાસ છૂટે તો તું કર્મનો અકર્તા-અભોક્તા થશે.' તે અનુસાર જ્યારે સુશિષ્યની વૃત્તિ નિજભાવમાં વહેતી થઈ, અર્થાત્ દેહાધ્યાસ છૂટ્યો અને સ્વાનુભવ થયો ત્યારે તે પોતાને પરના અકર્તા-અભોક્તારૂપે અનુભવે છે.
- આત્મામાં અનંત શક્તિઓ છે. નિજસ્વભાવના અખંડ જ્ઞાનપરિણમનમાં વિશેષાર્થ
રાજa] એકસાથે અનંત શક્તિઓ ઊછળે છે, જે સ્વપરપ્રકાશક જ્ઞાનમાં સ્વયં ઝળકે છે. તેમાંથી જે વચનગોચર છે, માત્ર તેનું જ જિનવાણીમાં નિરૂપણ થઈ શક્યું છે. આત્માની અનંત શક્તિઓમાંથી બહુ થોડી શક્તિઓ સત્શાસ્ત્રોમાં કહેવામાં આવી છે. વચનગોચર શક્તિઓમાંથી એક શક્તિ છે અકર્તુત્વશક્તિ. જ્ઞાનસ્વરૂપ આત્મામાં વિકારના અકર્તાપણારૂપ શક્તિ વિદ્યમાન છે. જ્ઞાતૃત્વપરિણામ સિવાયનાં સર્વ કર્મ વડે કરાતાં પરિણામોથી વિરમેલી આ અકર્તૃત્વશક્તિ છે. તે શક્તિ વિકારથી તો સદા ઉપરમસ્વરૂપ જ છે. જ્ઞાયકસ્વભાવી આત્માની અકર્તૃત્વશક્તિ એવી છે કે તેનો સ્વભાવ કદી પણ રાગના કર્તાપણે પરિણમતો જ નથી અને આવા સ્વભાવ તરફ ઝૂકેલી પર્યાય પણ રાગના કર્તાપણે પરિણમતી નથી. વૃત્તિ જ્યારે નિજભાવમાં વહે છે ત્યારે પર્યાયમાંથી વિકારી ભાવોનું કર્તાપણું છૂટી જાય છે અને તે જ આ અકર્તૃત્વશક્તિનું નિર્મળ પરિણમન છે.
આત્મામાં અકર્તુત્વસ્વભાવ અનાદિ-અનંત છે. સ્વભાવની અપેક્ષાએ આત્મા વિકારનો કર્તા છે જ નહીં. ત્રિકાળી ચૈતન્યસ્વરૂપી આત્માનો સ્વભાવ જ્ઞાન-દર્શન-આનંદરૂપ છે. વિકારી ભાવો કરવાનો આત્માનો સ્વભાવ નથી. વિકારના કર્તા થવાનો આત્માનો સ્વભાવ નથી, પણ વિકારના અકર્તારૂપ જ્ઞાતૃત્વપરિણામ થયા કરે એવો આત્માનો ત્રિકાળ સ્વભાવ છે. ત્રિકાળી આત્મદ્રવ્યમાં તો વિકારનું અકર્તાપણું છે અને તેની મુખ્યતા કરવામાં આવે તો અલ્પ કાળમાં પર્યાયમાંથી પણ વિકારનું કર્તાપણું ટળી જાય છે.
વિકાર કરવાનો આત્માનો સ્વભાવ નથી, તેથી સમસ્ત વિકારી ભાવો કર્મથી કરવામાં આવેલા છે એમ કહેવામાં આવે છે; પરંતુ તેનો આશય એમ નથી કે કર્મ આત્માને વિકાર કરાવે છે. જીવ જે વિકારી ભાવ કરે છે તે કંઈ કર્મ નથી કરાવતું. વિકારનું પરિણમન પરના કારણે થતું નથી, પણ આત્માના કર્તૃત્વધર્મના કારણે થાય છે. આત્માના કર્તુત્વ નામના ધર્મના કારણે આત્મા વિકારના કર્તાપણે પરિણમે છે, કોઈ પરદ્રવ્ય તેને વિકાર કરાવે છે એવું નથી. વિકારનો કર્તા કર્મ નથી. આત્મા પોતે ૧- શ્રી ‘સમયસાર' ગ્રંથના પરિશિષ્ટમાં આત્માની ૪૭ શક્તિઓનું વર્ણન છે, તેમાં ર૧મી અકર્તૃત્વશક્તિ અને ૪૨મી કર્તુત્વશક્તિ બતાવી છે. વિકારના અકર્તાપણાની અપેક્ષાએ અકર્તુત્વશક્તિ બતાવી છે અને નિર્મળ પર્યાયના કર્તાપણાની અપેક્ષાએ કર્તત્વશક્તિ બતાવી છે. શ્રીમદે અહીં ગાથા ૧૨૧માં અકત્વશક્તિ અને ગાથા ૧૨૨માં કર્તત્વશક્તિની અપેક્ષાએ કથન કર્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org