________________
૬૬૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સાંયોગિક સંબંધ થતાં દેવ, મનુષ્ય આદિ પર્યાયો નીપજે છે, જેમાં મિથ્યાદૃષ્ટિ જીવ પોતાપણું માને છે. શરીર સાથે થયેલા સંયોગ સંબંધમાં તે આત્મબુદ્ધિની સ્થાપના કરે છે. તે મિથ્યા દેહાધ્યાસથી મનુષ્યાદિ પર્યાયને પોતાની માને છે. ગાઢ દેહાસક્તિના કારણે તે પોતાને દેવસ્વરૂપ જ માને છે. તે શરીરની ઉત્પત્તિથી પોતાની ઉત્પત્તિ અને શરીરનો વિયોગ થતાં પોતાનું મરણ માને છે. તે દેહના પરિણમનને પોતાનું પરિણમન માને છે. તેને આત્માના પરિણમન અને દેહના પરિણમનનો ભેદ સમજાતો નથી. આ આત્માનું પરિણમન છે અને આ દેહનું પરિણમન છે એમ ભિન્ન ભિન્ન ભાવ ભાસતો નથી. તે દેહના પરિવર્તનોમાં ઇષ્ટ-અનિષ્ટ કલ્પના કરી દુઃખી થાય છે. આવા અજ્ઞાની જીવ વિષે શ્રીમદ્ લખે છે –
દેહ જીવ એકરૂપે ભાસે છે અજ્ઞાન વડે, ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે; જીવની ઉત્પત્તિ અને રોગ, શોક, દુખ, મૃત્યુ,
દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે.” અહીં જણાવ્યા પ્રમાણે અજ્ઞાનના કારણે શરીર અને આત્મા એકરૂપ ભાસે છે. તે બન્ને દ્રવ્ય ભિન્ન હોવા છતાં જીવ ભાંતિવશ બન્નેમાં તદ્રુપ સંબંધ માને છે. જ્યાં સુધી આત્મા અને શરીરનું ભિન્નપણું જાણવામાં આવ્યું નથી, ત્યાં સુધી ક્રિયાની પ્રવૃત્તિ તદનુસાર થતી રહે છે. આત્મા સદા શાશ્વત, ત્રિકાળવતી અને સ્વયંસિદ્ધ હોવાથી અનુત્પન્ન છે.
જ્યારે જીવ નવો દેહ ધારણ કરે છે ત્યારે તે દેહની ઉત્પત્તિ થાય છે, અર્થાત્ નામ કર્મના ઉદયનિમિત્તે ઔદારિક વર્ગણાનું શરીરરૂપે પરિણમન થાય છે; છતાં અજ્ઞાનદશાના કારણે દેહની ઉત્પત્તિને જીવ પોતાની ઉત્પત્તિ માને છે. દેહમાં રોગ આદિ થાય છે તે દેહનો સ્વભાવ છે, પુદ્ગલનું તથા પ્રકારનું પરિણમન છે; છતાં અજ્ઞાનના કારણે જીવ તેને પોતાનો સ્વભાવ ગણે છે. જીવ દેહને પોતાનો માનતો હોવાથી તે દેહની સેવા કરવામાં લાગી જાય છે અને તેને જ સ્વની સેવા ગણી તે આત્મતત્ત્વને ભૂલી જાય છે.
દેહના સંયોગમાં રહેલો આત્મા જાણવાના સ્વભાવવાળો છે. જીવ પોતાનું ભિન્ન અસ્તિત્વ અને ભિન્ન ગુણધર્મ ઓળખ્યા વગર સંયોગના અસ્તિત્વને જ પોતાનું અસ્તિત્વ માને છે. આ ભૂલભરેલી માન્યતાના કારણે તેનું જાણવું પણ ભૂલભરેલું હોય છે અને તેનું આચરણ પણ ભૂલભરેલું હોય છે. આને જ શાસ્ત્રીય ભાષામાં મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન તથા મિથ્યાચારિત્ર કહેવાય છે અને આ જ સંસારનો માર્ગ છે. દેહ તરફ દૃષ્ટિ કરતાં, તે તરફ ઉપયોગ લગાડતાં, પર-ઉપયોગના કારણે અનંત કાર્મણ વર્ગણાનું આવવું થાય છે અને તે કર્મરૂપે આત્મા સાથે બંધાય છે. તેનાથી જ્ઞાનસ્વરૂપ આત્માને ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૪ર (આંક-૯૦૨, કડી ૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org