________________
ગાથા-૧૨૦
૬૬૩
બીજું પદ “આત્મા નિત્ય છે' ની અનુભવ સહિતની પ્રતીતિ થઈ છે તે આ ગાથાની બીજી પંક્તિ દ્વારા સ્પષ્ટ થાય છે. શિષ્ય કહે છે કે નિજપદ દેહાદિથી ભિન્ન, અજર, અમર અને અવિનાશી છે એમ અનુભૂતિ થઈ છે. શિષ્યની આ અનુભૂતિ વિષે બહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી લખે છે –
“વૃદ્ધાવસ્થા, મરણ અને નાશ એ દેહના ધર્મ છે અને આત્મા અજર, અમર, અવિનાશી, ચૈતન્યસ્વરૂપ, નિત્ય પદાર્થ છે એવી શ્રદ્ધા થઈ છે. દેહ ને આત્માના ધર્મ ભિન્ન સમજાયા તેથી જેમ નારિયેળમાં ગોળો જુદો ખખડે તેમ દેહથી આત્મા પર છે, તદ્દન ભિન્ન છે એમ અનુભવ થયો છે.”
નારિયેળમાં કાચલી (ટોપો) અને કોપરું પરસ્પરથી ભિન્ન છે, પરંતુ જ્યાં સુધી અંદર પાણી (રસ) રહેલું છે, ત્યાં સુધી એ બન્ને ભિન્ન વસ્તુ એકરૂપે લાગે છે. પાણી સુકાતાં તે બન્ને પ્રત્યક્ષ ભિન્ન જણાય છે. તેમ દેહ અને આત્મા પરસ્પરથી ભિન્ન છે, પરંતુ દેહાત્મબુદ્ધિરૂપ રસના કારણે બે ભિન્ન દ્રવ્યો શ્રદ્ધામાં એકપણે ભાસે છે. આત્મભાન થતાં બન્નેનું ભિન્નપણું અનુભવાય છે. હું આ દેહથી ભિન્ન એવો અજર, અમર, અવિનાશી આત્મા છું' એવો અનુભવ થાય છે.
આત્મા દેહ સાથે એકક્ષેત્રે રહેતો હોવા છતાં તે દેહ અને દેહના ધર્મોથી સર્વથા ભિન્ન છે. આત્મા ચેતનદ્રવ્ય છે. સુખ-દુઃખનું સંવેદન કરનાર જ્ઞાનધારક પદાર્થ છે. અનંત પુગલપરમાણુઓનો બનેલો દેહ અચેતન છે. દેહમાં જ્ઞાન નથી. દેહ સુખ-દુ:ખ અનુભવી શકતો નથી. આત્મા પોતાના જ અનંત ગુણ-પર્યાયરૂપ ધર્મમાં સદા રહે છે, પોતામાં જ વ્યાપે છે, તન્મયપણે રહે છે. જ્ઞાન, આનંદ વગેરે ધર્મો વ્યાપ્ય છે અને આત્મા વ્યાપક છે; રૂપ, રસ, ગંધ, સ્પર્શ વગેરે ગુણો વ્યાપ્ય છે અને પુદ્ગલ વ્યાપક છે. રૂપાદિ ગુણોમાં આત્મા વ્યાપક નથી, અર્થાત્ વ્યાપ્ય-વ્યાપક ભાવ એક જ દ્રવ્યમાં હોય, બીજા દ્રવ્યમાં ન હોય. એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં વ્યાપે નહીં, પરંતુ પોતાના જ ગુણ-પર્યાયમાં વ્યાપે. આત્મા શરીરમાં વ્યાપતો નથી, પરંતુ તેનાથી ભિન્ન જ રહે છે. શરીરમાં આત્મા કદી તન્મય થયો નથી, થતો નથી અને થશે પણ નહીં. આત્મા શરીર સાથે એકક્ષેત્રાવગાહે રહેલો હોવા છતાં તે શરીરરૂપ કદી પણ થતો નથી. દૂધ અને પાણીની જેમ આત્મા અને શરીરનો એકક્ષેત્રાવગાહ સંબંધ હોવા છતાં આત્મા અને શરીર તદ્દન જુદાં છે. આત્માએ અનંત શરીરો ધારણ કર્યા છતાં આત્મા અને શરીર બને સર્વથા ભિન્ન જ છે.
અનાદિ મિથ્યાત્વના કારણે જીવને સ્વ-પરનો વિવેક હોતો નથી, તેની ભિન્નતા લક્ષમાં આવતી નથી. ચૈતન્યસ્વરૂપ આત્મા અને પુદ્ગલપરમાણુઓના બનેલા જડ શરીરનો ૧- બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી, આત્મસિદ્ધિ વિવેચન', બીજી આવૃત્તિ, પૃ.૯૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org