________________
ગાથા-૧૧૮
૬૩૧ શ્રીમની આ પદ્ધતિ પૂર્વાચાર્યોની પદ્ધતિનું સ્મરણ કરાવે છે. આચાર્યશ્રી કુંદકુંદદેવ “સમયસાર' શાસ્ત્રની પ્રથમ ગાથામાં લખે છે કે –
ધ્રુવ, અચળ અને અનુપમ ગતિને પ્રાપ્ત એવા સર્વ સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરીને હે ભવ્યો! અનાદિ-અનંત એવું જે શ્રુતજ્ઞાન શ્રુતકેવળીઓ દ્વારા ઉપદેશાયેલું છે,
૨ આ સમયસાર ગ્રંથમાં સ્વ-પરના અનાદિ મોહને નાશ કરવા માટે કહું છું.'
એ જ પ્રમાણે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ પણ ‘અધ્યાત્મસાર'માં કહે છે કે –
આ ગ્રંથને વિષે શાસ્ત્ર(જિનાગમ)થી તથા પંડિતોના સંપ્રદાય(ઉત્કૃષ્ટ બુદ્ધિમાન એવા હરિભદ્રાદિ પૂર્વસૂરિઓના સંપ્રદાયથી, અવિચ્છિન્ન ચાલી આવતી પરંપરાથી થયેલા ગુરુઓના આમ્નાય)થી અને અનુભવના યોગથી સારી રીતે પરિચિત થયેલી કોઈ અનિર્વચનીય એવી પ્રક્રિયાને હું કહું છું (કહીશ). ૨
શિષ્યને આત્માનાં છ પદ સંબંધી રહેલી તેની શંકાઓનું સચોટ સમાધાન આપી, તેને નિઃશંક કરી, તેનાં અંતર્થક્ષુ ખોલી શ્રીગુરુ મૌન થાય છે. શ્રીગુરુનું વાણીયોગમાં પ્રવર્તન થયું હતું, તેમાંથી સહજ અટકવું થાય છે અને ઉપયોગ સહજ ભાવે સ્વરૂપમાં લીન થઈ જાય છે. શ્રીગર સહજ ભાવે ત્રણે યોગ સ્થિર કરી આત્મસમાધિમાં લીન થઈ જાય છે. શિષ્યના અંતરમાં દિવ્ય પ્રકાશને પ્રગટવામાં નિમિત્ત થવાનું કાર્ય પૂર્ણ કરી શ્રીગુરુ સહજ સમાધિમાં મગ્ન થાય છે. સહજ સમાધિ વિષે શ્રીમદ્ પ્રકાશે છે –
શરીર ઠીક રહે તે પણ એક જાતની સમાધિ. મન ઠીક રહે તે પણ એક જાતની સમાધિ. સહજસમાધિ એટલે બાહ્ય કારણો વગરની સમાધિ..... સમકિતદષ્ટિ જીવને સહજસમાધિ છે. સત્તામાં કર્મ રહ્યાં હોય, પણ પોતાને સહજસમાધિ છે. બહારનાં કારણોથી તેને સમાધિ નથી, આત્મામાંથી મોહ ગયો તે જ સમાધિ છે..... સમકિત આવ્યા વગર કોઈને સહજસમાધિ થાય નહીં. સમકિત થવાથી સહેજે સમાધિ થાય.’3 ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, સમયસાર', ગાથા ૧
'वंदित्तु सव्वसिद्धे धुवमचलमणोवमं गई पत्ते ।
वोच्छामि समयपाहुडमिणमो सुयकेवलीभणियं ।।' ૨- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, “અધ્યાત્મસાર', પ્રબંધ ૧, શ્લોક ૭
'शास्त्रात्परिचितां सम्यक् संप्रदायाच्च धीमताम् ।
इहानुभवयोगाच्च प्रक्रियां कामपि ब्रुवे ।।' ૩- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૨૧ (ઉપદેશછાયા-૧૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org