________________
૬૩૦
શ્રી આત્મસિદ્ધિ, શાસ્ત્ર' - વિવેચન અને એ જ રહસ્ય અહીં ગોપવ્યા વિના પ્રગટ કરવામાં આવ્યું છે. શ્રીમદ્ આ ગાથામાં કહે છે કે અનંત જ્ઞાનીઓએ નિજપદની પ્રાપ્તિના ઉપાયનું જે રહસ્ય પ્રકાશ્ય છે તે જ અત્રે કહેવામાં આવ્યું છે. જેમણે પોતાનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે એવા સર્વ જ્ઞાનીઓએ શુદ્ધાત્માની પ્રાપ્તિ માટે જે સદુપાય બતાવ્યો છે તે જ અત્રે કહેવામાં આવ્યો છે. સર્વ જ્ઞાનીઓએ પ્રતિપાદિત કરેલા સત્યનો સાર અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે એમ શ્રીમદ ઘોષિત કર્યું છે.
પોતાને અનુભવસિદ્ધ થયેલો મોક્ષનો ઉપાય સર્વ જ્ઞાનીઓને સમ્મત છે એમ કહી શ્રીમદે તેની પ્રમાણભૂતતા તથા તેમની પોતાની લઘુતાનો પરિચય આપ્યો છે. શ્રીમદે સર્વત્ર પોતાની અનુભવવાણી ઉચ્ચારતાં તીર્થકરોની અને પૂર્વાચાર્યોની સાક્ષી આપી છે, જેમ કે –
“પાંચમા અભ્યાસ સિવાયનો, તેની પ્રાપ્તિ સિવાયનો બીજો કોઈ નિર્વાણમાર્ગ મને સૂઝતો નથી; અને બધાય મહાત્માઓને પણ એમ જ સૂછ્યું હશે – (સૂક્યું છે).૧
..... વાક્યો પ્રત્યેક મુમુક્ષુઓને મેં અસંખ્ય પુરુષોની સમ્મતિથી મંગળરૂપ માન્યાં છે, મોક્ષનાં સર્વોત્તમ કારણરૂપ માન્યાં છે.'
એ જ સર્વ શાસ્ત્રનો, સર્વ સંતના હૃદયનો, ઈશ્વરના ઘરનો મર્મ પામવાનો મહા માર્ગ છે.'
“સર્વ સ્થળે એ જ મોટા પુરુષોનો કહેવાનો લક્ષ છે, એ લક્ષ જીવને સમજાયો
નથી.”
‘આમાં કહેલી વાત સર્વ શાસ્ત્રને માન્ય છે."
એમાં નિગ્રંથ પ્રવચનની સમસ્ત દ્વાદશાંગી, ષટદર્શનનું સર્વોત્તમ તત્ત્વ અને જ્ઞાનીના બોધનું બીજ સંક્ષેપે કહ્યું છે;
તીર્થકરે પણ એમ જ કહ્યું છે; અને તે તેના આગમમાં પણ હાલ છે, એમ જાણવામાં છે.”૭ ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૨૯ (પત્રાંક-૧૪૩) ૨- એજન, પૃ.૨૪૬ (પત્રાંક-૧૬૬) ૩- એજન, પૃ. ૨૫૧ (પત્રાંક-૧૭૨) ૪- એજન, પૃ.૨૬૦ (પત્રાંક-૧૯૪) પ- એજન, પૃ. ૨૬૩ (પત્રાંક-૨૦૦) ૬- એજન, પૃ.૨૬૮ (પત્રાંક-૨૧૧) ૭- એજન, પૃ.૩૪પ (પત્રાંક-૩૯૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org