________________
૩૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન એવું કોઈ વિધાન મળતું નથી. મરતાં સુધી અગ્નિહોત્ર જ કરવાનું કહ્યું છે, માટે મોક્ષ હોય એમ મનાતું નથી.
જો તેઓ મોક્ષને માનતા હોત તો એમ જણાવત કે અમુક વર્ષ સુધી અથવા અમુક યોગ્યતાની પ્રાપ્તિ પર્યત અગ્નિહોત્ર કરો અને ત્યારપછી મોક્ષપ્રાપ્તિ માટે સાધના કરો. પરંતુ તેમણે મોક્ષ સંબંધી કે મોક્ષપ્રાપ્તિના સાધન સંબંધી કંઈ કહ્યું જ નથી અને ફક્ત સ્વર્ગપ્રાપ્તિ માટે આખી જિંદગી સુધી અગ્નિહોત્ર કરવાનું કહ્યું છે. અગ્નિહોત્ર આખા જીવન પર્યત કરવાનું છે, તો પછી મોક્ષરૂપી સાધ્યનું તો કોઈ સાધન જ ન રહ્યું; અને જો મોક્ષરૂપી સાધ્યનું કોઈ સાધન જ ન હોય તો પછી મોક્ષના સાધનના અભાવમાં મોક્ષરૂપી સાધ્યનો પણ અભાવ થશે. જો મોક્ષ સાધ્ય હોત અને મોક્ષપ્રાપ્તિનું કોઈ સાધન હોત અને તે પ્રાપ્ત થતું હોત તો અગ્નિહોત્ર મૃત્યુ પર્યંત, આખી જિંદગી સુધી કરવાનું શા માટે કહેવામાં આવતી
જેનું અસ્તિત્વ છે અને જે પ્રાપ્ય છે, તેના માટે ક્રિયા કરવાની આજ્ઞા કરી છે અને મોક્ષનું અસ્તિત્વ જ નથી, માટે તેની પ્રાપ્તિ માટે કોઈ ક્રિયા કરવાની આજ્ઞા કરી નથી. સ્વર્ગપ્રાપ્તિ માટે આખી જિંદગી સુધી અગ્નિહોત્ર કરવાની આજ્ઞા કરી છે અને મોક્ષપ્રાપ્તિનો ઉપાય વગેરે કંઈ નથી બતાવ્યું. મોક્ષ માટે તો એક પણ કથન કરવામાં આવ્યું જ નથી. તેથી તેનો અર્થ એમ છે કે મોક્ષ જેવી કોઈ વસ્તુ જ નથી. મોક્ષ નથી માટે જ તેના વિષે કંઈ કહ્યું નથી. તેમના મત અનુસાર આખી જિંદગી સુધી અગ્નિહોત્ર કરવાથી સ્વર્ગપ્રાપ્તિ થાય છે, પરંતુ મોક્ષની સાધના બતાવી નથી.
વૈદિક કર્મો કરવાથી કેવાં ફળ પ્રાપ્ત થાય છે એ પ્રશ્નના ઉત્તરમાં પ્રાચીન મીમાંસકો કહે છે કે એ કર્મોનું ફળ સ્વર્ગપ્રાપ્તિ છે. નિરતિશય સુખનું નામ જ સ્વર્ગ છે. પરંતુ જેમ અન્ય દર્શનોમાં જીવનનું અંતિમ ધ્યેય મોક્ષ માનવામાં આવેલ છે, તેમ પૂર્વ મીમાંસામાં પણ પાછળથી મોક્ષનો ખ્યાલ રજૂ થયેલ છે. પ્રાચીન મીમાંસકો સ્વર્ગપ્રાપ્તિને પ્રાધાન્ય આપતા, પરંતુ પાછળના વિચારકોએ અન્ય દર્શનોની અસર તળે સ્વર્ગપ્રાપ્તિના સ્થાને નિઃશ્રેયસનો ખ્યાલ રજૂ કરેલ છે. અન્ય દર્શનોના પ્રભાવના કારણે પછીના કાળમાં ધીમે ધીમે મીમાંસકો પણ અન્ય ભારતીય દર્શનોની જેમ મોક્ષને જીવનના ચરમ લક્ષ્ય તરીકે સ્વીકારવા લાગ્યા. શ્રી પ્રભાકર તથા શ્રી કુમારિલે મોક્ષનો ખ્યાલ - તેનાં સ્વરૂપ અને સાધનનો વિચાર સ્પષ્ટ કર્યો. સકામ કર્મોનાં અનુષ્ઠાન વડે પાપ-પુણ્ય સંભવે છે, પરંતુ નિષ્કામ ધર્માચરણ વડે આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને આત્મજ્ઞાનના પ્રભાવ વડે પૂર્વે કરેલાં કર્મો નષ્ટ થાય છે અને પરિણામે મનુષ્ય ભવબંધનથી મુક્ત થાય છે.
પ્રસ્તુત ગાથામાં શિષ્ય ઉપર પ્રાચીન મીમાંસાવાદીઓની માન્યતાનો પ્રભાવ જણાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org