________________
ગાથા-૮૮ દ્વારા અપૂર્વ અને અપૂર્વ દ્વારા કર્મફળ નીપજે છે. તે એમ માને છે કે કર્મ થાય તેનું અદષ્ટ બને છે અને અદષ્ટ સમય આવતાં ફળ આપે છે. ફળનિયામક ઈશ્વરની તેમને જરૂર લાગતી નથી. કર્મમીમાંસાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે મનુષ્ય વેદ દ્વારા પ્રતિપાદિત કર્મોમાં પોતાને જોડીને પોતાના આત્માનું કલ્યાણ સાધે.
મીમાંસકોની દૃષ્ટિ પ્રમાણે વેદવિહિત કર્મો સુખ આપે છે અને વેદનિષિદ્ધ કર્મો દુઃખ આપે છે. સુખ ભોગવવાના સ્થળનું નામ સ્વર્ગ છે અને દુઃખ ભોગવવાનું સ્થળ તે નરક છે. આના પણ પાછા સાત પ્રકાર પાડવામાં આવ્યા છે. પ્રાચીન મીમાંસકોના મત મુજબ આ લોક સિવાય પણ સ્વર્ગ, નરક જેવા પરલોક છે, પણ તેમના મત અનુસાર મોક્ષ જેવી કોઈ વસ્તુ જ નથી.
પ્રાચીન મીમાંસકોના મત અનુસાર સ્વર્ગ જ જીવનનું અંતિમ લક્ષ હોવાથી તેમણે મોક્ષને કાંઈ મહત્ત્વ આપ્યું ન હતું. શ્રી જૈમીનિ તથા શ્રી શબરે સ્વર્ગપ્રાપ્તિ અર્થે ધર્મનાં અનુષ્ઠાનો બતાવ્યાં છે. સર્વ કર્મોનો અંતિમ ઉદ્દેશ સ્વર્ગપ્રાપ્તિનો છે. “સ્વવાનો
નેત' - સ્વર્ગની કામના કરનારે યજ્ઞ કરવો જોઈએ એવો ક્રિયામાર્ગ પૂર્વ મીમાંસા દર્શન સ્વીકારે છે. વૈદિક કર્મકાંડ જીવન પર્યત કરવાં આવશ્યક છે એ મીમાંસા દર્શનની માન્યતા છે. ‘શતપથ બ્રાહ્મણ'માં કહ્યું છે કે અગ્નિહોત્ર યાવજીવન કર્તવ્ય છે. અગ્નિહોત્ર નામનો હોમ આખી જિંદગી સુધી કરવો જોઈએ.'
તેમના મત પ્રમાણે જરા અને મરણ સુધી માવજીવ યજ્ઞક્રિયા કરવી જોઈએ. યજ્ઞ એ શુભ ક્રિયા છે અને તેનાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. અગ્નિહોત્ર કરવાથી સ્વર્ગ મળે છે. આ અગ્નિહોત્રની હોમ-હવનની ક્રિયાથી સ્વર્ગ તો મળી શકે છે, પરંતુ અપવર્ગ - મોક્ષ મળી શકતો નથી. અગ્નિહોત્ર સ્વર્ગરૂપી સાધ્યનું સાધન છે, માટે તે ક્રિયાથી તો મોક્ષ મળે તેમ નથી.
મીમાંસકો સ્વર્ગનું ફળ આપનારી અગ્નિહોત્ર ક્રિયાને આખી જિંદગી સુધી કરતા રહેવાનું કહે છે. મૃત્યુ સુધી અગ્નિહોત્રની જ ક્રિયા કરવાનું કહેવામાં આવ્યું છે, તો પછી મોક્ષ માટે પુરુષાર્થ ક્યારે કરવાનો? અને શું કરવાનો? જો આખી જિંદગી સુધી સ્વર્ગપ્રાપ્તિ માટે અગ્નિહોત્રની ક્રિયામાં જ સમય જાય તો એવો સમય ક્યારે મળે કે જ્યારે મોક્ષપ્રાપ્તિ માટે કોઈ ક્રિયા કરી શકાય? આખા જીવન દરમ્યાન અગ્નિહોત્ર જ કરનારને એવો કયો કાળ બાકી રહે કે જ્યારે તે મોક્ષને સાધક કોઈ ક્રિયા કરી શકે? જો મોક્ષ હોય તો મોક્ષસાધક ક્રિયાનો ઉલ્લેખ તેમનાં શાસ્ત્રોમાં હોવો જોઈએ, પણ ૧- જુઓ : ‘શતપથ બ્રાહ્મણ', ૧૨-૪-૧-૧ _ 'दीर्घसत्त्रं ह वाऽएतऽउपयन्ति । येऽग्निहोत्रं जुह्वत्येतद्वै जरामर्यं सत्त्रं यदग्निहोत्रं, जरया वा ह्येवास्मान्मुच्यन्ते मृत्युना वा ।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org