________________
ગાથા-૧૧૬
૫૯૩
સંપદા - એ બધું તુચ્છ ભાસવા લાગે છે. જગતના સર્વે પદાર્થો આત્માની સંપદા આગળ નિર્મુલ્ય ભાસે છે.
દર્શન-જ્ઞાનશક્તિ દ્રવ્યદળમાં પરમશુદ્ધરૂપે જ સ્થિત છે અને ત્રિકાળી ધ્રુવ છે. તે પરમ પરિણામિક ભાવે રહેલી છે તથા ત્રણે કાળ ઉપાધિરહિત છે. તે શક્તિમાંથી જ સર્વને જોનાર-જાણનાર એવો કેવળદર્શનોપયોગ અને કેવળજ્ઞાનોપયોગ પર્યાયમાં પ્રગટે છે. દર્શન-જ્ઞાનશક્તિની પરમ શુદ્ધ પર્યાય પ્રગટતાં આત્મા સર્વદર્શી-સર્વજ્ઞ થાય છે. દર્શન-જ્ઞાનશક્તિ જ સંપૂર્ણપણે પરિણમીને સર્વદર્શીપણું-સર્વજ્ઞપણું થાય એવો તેનો સ્વભાવ છે. અનંત દર્શન-જ્ઞાનશક્તિને સંપૂર્ણપણે પ્રગટાવવાનું સામર્થ્ય આત્મામાં પડેલું જ છે. જો તેનો મહિમા અંતરમાં વસે તો પર્યાયમાં અનંત દર્શન-જ્ઞાન પ્રગટે.
અનંત દર્શન-જ્ઞાનશક્તિ આત્મદર્શન-જ્ઞાનમયી છે, એટલે કે આત્માને જોતાંજાણતાં તેમાં ત્રણ કાળ અને ત્રણ લોક જોવાઈ-જણાઈ જાય એવી અનંત દર્શનજ્ઞાનશક્તિ છે. લોકાલોકને જોવા-જાણવા માટે લોકાલોકની સન્મુખ થવું નથી પડતું, પણ આત્મસન્મુખ રહીને આત્માને જોતાં-જાણતાં લોકાલોકને જોઈ-જાણી શકે એવી આત્માની તાકાત છે. સામે લોકાલોક છે માટે અહીં સર્વદર્શીપણું-સર્વજ્ઞપણું છે એમ નથી. લોકાલોકના કારણે કંઈ સર્વદર્શીપણું-સર્વજ્ઞપણું નથી. લોકાલોકના કારણે કંઈ આત્માનું સર્વદર્શીપણું-સર્વજ્ઞપણું ખીલતું નથી. જો લોકાલોકથી તે ખીલતું હોય તો લોકાલોક તો અનાદિથી છે, તેથી સર્વદર્શીપણું-સર્વજ્ઞપણું પણ અનાદિથી ખીલવું જોઈએ. આત્માના અવલંબને સર્વદશપણું-સર્વજ્ઞપણું ખીલે છે, માટે લોકાલોકને જોવા-જાણવા છતાં અનંત દર્શન-જ્ઞાનશક્તિ તો આત્મદર્શન-જ્ઞાનમયી જ છે. જે અનંત દર્શન-જ્ઞાનયુક્ત નિજાત્માને જુએ-જાણે છે તે સમસ્ત વિશ્વને પણ જોઈ-જાણી લે છે. સ્વને જોતાંજાણતાં જ પરને જોઈ-જાણી લે છે.
અનંત દર્શન-જ્ઞાનશક્તિ પરના કારણે પરિણમતી નથી, પરપદાર્થના આશ્રયે તે પ્રગટતી નથી, પણ આત્માના આશ્રયે જ પરિણમે છે. અનંત કાળ પર સામે જોયા કરે તોપણ ત્યાંથી સર્વદર્શિતા-સર્વજ્ઞતા ન પ્રગટે, પણ નિજસ્વભાવ સામે જોઈને તેમાં સ્થિર થતાં ક્ષણવારમાં સર્વદર્શિતા-સર્વજ્ઞતા પ્રગટી જાય છે. આત્માનું સર્વદશીપણું-સર્વજ્ઞપણું કોઈ નિમિત્તનું અવલંબન લેવાથી વિકાસ પામતું નથી. કોઈ નિમિત્તના કારણે તે દર્શન-જ્ઞાનસામર્થ્ય ખીલતું નથી. જો નિમિત્તના કારણે ખીલતું હોય તો અનંત દર્શનજ્ઞાનશક્તિ નિમિત્તમયી થઈ જાય, તે આત્મજ્ઞાનમયી ન રહે. તે શક્તિ કોઈ નિમિત્ત વડે કે નિમિત્તની સન્મુખતાથી વિકાસ પામતી નથી, તેનો વિકાસ સ્વરૂપસન્મુખતાથી જ થાય છે. અનંત દર્શન-જ્ઞાનસામર્થ્ય જેનામાં ત્રિકાળ પડ્યું છે એવા અભેદ પરિપૂર્ણ દ્રવ્યના લક્ષે જ સર્વદર્શી-સર્વજ્ઞપણાનો પરિપૂર્ણ વિકાસ થાય છે. કોઈ નિમિત્તમાં કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org