________________
ગાથા-૮૮
૨૯ સંસારી જીવો પોતાનાં કર્મો અનુસાર એક ગતિમાંથી બીજી ગતિમાં અને બીજી ગતિમાંથી ત્રીજી ગતિમાં, એમ ચારે ગતિમાં પરિભ્રમણ કર્યા કરે છે. આ પરિભ્રમણના પણ ચોક્કસ નિયમો છે. દેવ ગતિનો જીવ ત્યાંથી ચ્યવીને કાં મનુષ્ય ગતિમાં કાં તિર્યંચ ગતિમાં જ ઉત્પન થાય છે. તે રીતે નારકીનો જીવ પણ આ બે ગતિમાંથી કોઈ એક ગતિમાં જ દેહ ધારી શકે છે. દેવ ગતિમાંથી જીવ સીધો દેવ કે નરક ગતિમાં જતો નથી, તેવી જ રીતે નરક ગતિમાંથી જીવ સીધો દેવ કે નરક ગતિમાં જતો નથી. તિર્યંચ ગતિનો જીવ આયુષ્ય પૂર્ણ કરીને દેવ, નરક, મનુષ્ય અને તિર્યંચ એમ ચારમાંથી કોઈ પણ એક ગતિમાં જઈ શકે છે. મનુષ્ય ગતિમાંથી પણ ચારે ગતિઓમાં જવાનો માર્ગ ખુલ્લો છે. કર્મ અનુસાર આ ચાર ગતિઓમાં જીવનું આવાગમન ચાલુ જ છે.
જીવમાત્ર કર્મ સહિત હોવાથી પોતાનાં કર્મોનું ફળ ભોગવવા ચારે ગતિમાં પરિભ્રમણ કર્યા કરે છે. એક પણ ગતિમાં જીવ કમરહિત નજરે પડતો નથી. તે શુભ કર્મથી દેવાદિ ગતિ પામે છે, અશુભ કર્મથી નરકાદિ ગતિ પામે છે, પણ કોઈ ગતિમાં કર્મરહિત હોતો નથી. શુભ કર્મ કરે તો દેવાદિ ગતિમાં તેનું શુભ ફળ ભોગવે છે અને અશુભ કર્મ કરે તો નરકાદિ ગતિમાં તેનું અશુભ ફળ ભોગવે છે, પરંતુ કોઈ સ્થળે આત્મા કર્મ વિનાનો જોવા મળતો નથી. એવું કોઈ સ્થળ જણાતું નથી કે જ્યાં જીવને કર્મનો સંગ ન હોય.
શિષ્ય કહે છે કે આત્મા કર્મ વિનાનો કોઈ પણ કાળે અને સ્થળે હોતો નથી, માટે તે મોક્ષ પામી શકતો નથી અને તેથી જીવને સંસારમાંથી મુક્તિ મળી શકે છે એ વાત સ્વીકારી શકાતી નથી. સંસારમાં કોઈ પણ ક્ષેત્રમાં, કોઈ પણ કાળે જીવ કર્મરહિત હોતો નથી, તેથી સર્વ કર્મથી રહિત થવારૂપ મોક્ષ થઈ શકે એ વાત યથાર્થ ભાસતી નથી. આત્મા કોઈ પણ ગતિમાં કર્મરહિત ન હોવાથી શુભાશુભ ભાવથી રહિત તેમજ શુભાશુભ કર્મથી રહિત એવો મોક્ષ હોય એમ લાગતું નથી.
શિષ્યની આ દલીલ જોતાં એમ પ્રતીત થાય છે કે તેને યથાર્થ નિર્ણય થયો છે કે અશુભ ભાવ તો મોક્ષને અવરોધનારા છે જ, પરંતુ શુભ ભાવ પણ મોક્ષને અવરોધે છે. શુભ ભાવથી પુણ્યબંધ જ થાય છે અને તેનું ફળ ક્યારે પણ મોક્ષરૂપ નથી. શુભ ભાવ એ બંધભાવ છે અને તેનું ફળ દેવાદિ ગતિરૂપ સંસાર જ છે. જ્યાં સુધી શુભ ભાવ વિદ્યમાન છે ત્યાં સુધી મોક્ષ સંભવિત નથી. આ ગાથામાં રહેલ આ આધ્યાત્મિક રહસ્ય વિષે ડૉ. તરુલતાબાઈ મહાસતીજી કહે છે –
અહીં “શુભ કરે ફળ ભોગવે, દેવાદિ ગતિ માંય' એમ કહી શિષ્ય ભ્રમને તોડ્યો છે. પોતાની સત્ય સમજણને રજૂ કરી છે. સમાજમાં બહુ મોટી ભ્રામક માન્યતા ચાલે છે કે – પુણ્ય કરવાથી મોક્ષ મળે છે. જેમ પુણ્ય કરવાથી સંસારસુખનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org