________________
ગાથા - ૮૮
ગાથા
અથ શુભ કર્મ .
- ગાથા ૮૭માં શિષ્ય કહ્યું હતું કે જીવ કર્તા-ભોક્તા છે એ વાત યથાર્થ [2] લાગે છે, પણ તેનો મોક્ષ થાય છે એ વાત યથાર્થ લાગતી નથી; કારણ કે
ભૂમિકા અનંત કાળ વીત્યો છતાં કર્મ કરવારૂપ દોષ જીવમાં હજુ સુધી વિદ્યમાન છે. આ કર્મ કરવારૂપ દોષના કારણે અનંત કાળ વીત્યો છતાં હજી જીવ કર્મથી છૂટી શક્યો નથી, તેથી એવું અનુમાન થાય છે કે જીવની મુક્તિ થવી અશક્ય છે.
શિષ્યની સમજણશક્તિની વૃદ્ધિ થઈ છે અને તેની વિવેકબુદ્ધિનો પણ ઉઘાડ થયો છે. સંસારી જીવોનાં ચતુર્ગતિપરિભ્રમણ ઉપર દૃષ્ટિ કરતાં તેને તેની મોક્ષ વિષેની શંકાના સમર્થનમાં બીજી એક તર્કયુક્ત દલીલ ઉદ્ભવે છે, જેની રજૂઆત શ્રીગુરુ સમક્ષ કરતાં તે કહે છે –
“શુભ કરે ફળ ભોગવે, દેવાદિ ગતિ માંય;
અશુભ કરે નરકાદિ ફળ, કર્મ રહિત ન ક્યાંય.' (૮૮) શુભ કર્મ કરે તો તેથી દેવાદિ ગતિમાં તેનું શુભ ફળ ભોગવે, અને અશુભ
કર્મ કરે તો નરકાદિ ગતિને વિષે તેનું અશુભ ફળ ભોગવે; પણ જીવ કર્મરહિત કોઈ સ્થળે હોય નહીં. (૮૮).
– જીવ અનંત કાળથી શુભાશુભ પરિણામ કર્યા જ કરે છે અને તેથી તેને
- તથા પ્રકારનો કર્મબંધ થયા કરે છે. જીવ સદા કર્મ કર્યા જ કરે છે અને તેને અનુરૂપ ફળ પણ તેને અવશ્ય સંપ્રાપ્ત થાય છે. જો તે શુભ કર્મ કરે તો તે દેવાદિ ગતિમાં પુણ્યરૂપ શુભ ફળ ભોગવે છે અને જો અશુભ કર્મ કરે તો તે નરકાદિ ગતિમાં પાપરૂપ અશુભ ફળ ભોગવે છે. આમ, જીવ જે પ્રકારનું કર્મ કરે છે, તેનું તથાપ્રકારનું ફળ તેણે અવશ્ય ભોગવવું પડે છે.
જીવ જો શુભ કર્મો બાંધે તો તેનાં ફળ દેવાદિ ગતિમાં ભોગવે છે અને અશુભ કર્મો બાંધે તો તેનાં ફળ નરકાદિ ગતિમાં ભોગવે છે. આ રીતે બન્ને પ્રકારનાં કર્મોને ભોગવવા જીવ તે તે ગતિમાં જાય છે અને તે તે પ્રકારનાં કર્મોને ભોગવતાં ભોગવતાં વળી નવાં નવાં કર્મો બાંધે છે. ચારે ગતિમાં કશે પણ જીવ કર્મરહિત દેખાતો નથી. કોઈ પણ સ્થળે જીવ કર્મ વિનાનો જણાતો નથી, તેથી જીવનો સર્વ કર્મના સંગથી રહિત એવો મોક્ષ થવો સંભવિત લાગતો નથી.
ભાવાર્થ ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org