________________
૫૬૨
કહે છે.'૧
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
ધર્મનું શુદ્ધ અને યથાર્થ સ્વરૂપ બતાવતાં અહીં કહ્યું છે કે આત્માનો સ્વભાવ તે ધર્મ છે અથવા આત્માને સ્વભાવમાં ધારે તે ધર્મ છે, અર્થાત્ શુદ્ધ જ્ઞાયકભાવ એ જ આત્માનો સ્વભાવ છે અને તેમાં વર્તવું, તેમાં સ્થિતિ કરવી, તેમાં ઠરવું તે ધર્મ છે. કર્મકૃત વ્યક્તિત્વ અને ભાવ ઉપર રહેતી નજર હટાવીને પોતા તરફ આત્માના શુદ્ધ,
શાશ્વત સ્વરૂપ તરફ વળવું તે જ ધર્મ છે. ઉપયોગને પ૨થી પાછો વાળી સ્વમાં જોડવો તે ધર્મ છે. પોતાના ઉપયોગને પર તરફ વાળીને જીવ ત્યાં લીન થયેલો છે, તે ઉપયોગને હવે સ્વભાવ તરફ વાળીને સ્વમાં જ લીન રાખવો તે ધર્મ છે. ઉપયોગ પરને છોડી સ્વ તરફ ન આવે ત્યાં સુધી બાહ્યની કોઈ પણ ચેષ્ટાને ‘ધર્મ’નું નામ મળતું નથી. આજ સુધી જીવે પોતાના ઉપયોગને પરમાં રોકી રાખ્યો છે, આ જ અધર્મ છે. તે ઉપયોગને સ્વભાવમાં લાવવો તે ધર્મ છે. આત્માની અવસ્થામાંથી એ અધર્મભાવને ટાળીને ધર્મભાવ પ્રગટ કરી શકાય છે. આત્માનો ધર્મ આત્મામાં જ, અર્થાત્ આત્માની સ્વયંની પર્યાયમાં જ થાય છે.
જ્યાં સુધી જીવને પોતાના સ્વભાવનો મહિમા ન આવે ત્યાં સુધી પરનો મહિમા ટળી શકશે નહીં અને પરથી નિવૃત્ત થઈ શકાશે નહીં. શરીરથી ભિન્ન એવા આત્માની ઓળખાણ કરવી જોઈએ, તેની શ્રદ્ધા કરવી જોઈએ, તેનું માહાત્મ્ય પ્રગટાવવું જોઈએ. પોતાનો આત્મસ્વભાવ અમૂલ્ય છે, અર્ચિત્ય છે, જ્ઞાનસ્વરૂપ છે, આનંદસ્વરૂપ છે. તે પરથી નિરપેક્ષ છે, એટલે કે તેને પર સાથે કોઈ સંબંધ નથી. તે પોતામાં જ પૂર્ણ છે. સ્વરૂપના આવા ભાન વિના સંસારનો અંત આવતો નથી. આત્માના ભાન વિના ધાર્મિક ક્રિયાઓ કરતા રહેવાથી કદી પણ સંસારનો નિવેડો આવતો નથી. પોતાના આત્માનું પવિત્ર સ્વરૂપ જાણે તો અપવિત્ર ભાવોનો નાશ થઈ પવિત્ર દશા પ્રગટે. પવિત્ર સ્વભાવને જાણે તો પવિત્રતા પ્રગટે. જો આત્માને વિકારવાળો માને, શરીરરૂપે માને, જડનો કર્તા માને તો વિકાર સાથેનો કે જડ શરીર સાથેનો સંબંધ તૂટે નહીં. જડના સંયોગથી રહિત અને વિકારી ભાવોથી પણ રહિત એવા પોતાના પવિત્ર જ્ઞાનસ્વભાવને જાણવો તે જ પવિત્ર થવાનો ઉપાય છે.
Jain Education International
-
ધર્મને માટે આત્માની યથાર્થ સમજણ અત્યંત આવશ્યક છે. જેઓ આત્માની યથાર્થ વાત સમજવાની દરકાર કરતા નથી અને શરીરની ક્રિયામાં જ ધર્મ માની રહ્યા છે, તેઓ સાચી ધર્મક્રિયાનો અનાદર કરે છે. તેઓ આત્માને નહીં પણ જડને માનનારા છે, તેથી તેઓ જડ શરીરની ક્રિયાને જાણે છે, પણ તેમને આત્માની ચૈતન્યક્રિયા ભાસતી જ નથી. ચૈતન્ય પરત્વે જેમને દૃષ્ટિ કે રુચિ થઈ નથી એવા જીવોને ધર્મ ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૬૧ (વ્યાખ્યાનસાર-૧, ૨૨૨)
For Private & Personal Use Only
www.jainelibrary.org