________________
૫૫૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
ક્રિયા કે કોરો શાસ્ત્રાભ્યાસ કરવાથી જાગૃતિ નહીં આવી શકે. આત્માના ભાન વિના તે પણ બધું બેહોશીમાં જ થશે. જ્યારે અંદરથી એવો ભણકાર થશે, પોકાર જાગશે કે હવે પછીનું જીવન બેહોશીમાં ગાળવું નથી, મારે જાગૃત થવું છે; ત્યારે અધ્યાત્મની યાત્રાનો પ્રારંભ થશે. સદ્ગુરુના આશ્રયે પોતાના સ્વરૂપની સાચી ઓળખાણ થશે, તેનો મહિમા જાગશે, તેનો અનુભવ થશે ત્યારે આત્મજ્ઞાનરૂપી જાગૃતિ પ્રગટશે. આવી જાગૃતિ તું શીઘ્ર પ્રગટાવી લે. તું દુર્લભ મનુષ્યજીવન પામ્યો છે, મહાદુર્લભ એવો વીતરાગનો ઉપદેશ તને મળ્યો છે; તો હવે જાગૃત થતાં વાર કેમ? બધાં સાધન તૈયાર છે. તારી જ વારે વાર છે. હવે વાર ન લગાડ. સત્વરે આત્મજ્ઞાનથી આત્માને પ્રકાશિત કર.' જાગૃતિમય જીવન જ સાચું જીવન છે. જીવ ભલે ગમે તેટલી બાહ્ય ક્રિયા કે ચર્ચા કરતો હોય, પણ જો વૃત્તિમાં રૂપાંતરણ ન હોય, સ્વરૂપનું ભાન ન હોય, આત્મવિકાસ થતો ન હોય તો તે નિદ્રામાં જ છે. નિદ્રાની આરંભની ક્ષણે તે જ્યાં હોય છે ત્યાં જ અંતિમ ક્ષણે પણ હોય છે. તેનો કોઈ જ વિકાસ થતો નથી. માટે જ્યાં
વિકાસ નથી ત્યાં હજી નિદ્રા છે. આ મૂર્ચ્છમાંથી જાગવું જ પડશે. આ મૂર્ચ્છમાંથી જાગ્યા વિના પોતે જે છે, તે હોવા છતાં તે પોતાને જાણી નહીં શકે. પોતાની જ સત્તાને તે જાણી નહીં શકે. જાગૃતિ લાવશે તો જ જ્ઞાનીના માર્ગે આગળ વધી શકશે, તેથી જાગૃત થવાની જરૂર છે. જાગૃત જીવન જ વાસ્તવિક જીવન છે.
આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી
ગિરધરભાઈ લખે છે
પણ, જાગે આવ્યું ભાન; કારણ એ
અજ્ઞાન.
‘કોટિ વર્ષનું સ્વપ્ન ભિખારીને ખેદનું,
Jain Education International
સ્વપ્ન તે, જાગ્રત
સહજે
સ્વપ્નદશાના
શાળિભદ્રને ધન્ય
g
થતાં
માર્ગ
શમાય;
પમાય.
દીપ પ્રગટ થતાં તરત, મટી જાય અંધકાર; તેમ વિભાવ અનાદિનો, મટે સ્વભાવ પ્રચાર.
સૂર્ય ઉદયમાં રાત્રિથી, લેશ ન રહી શકાય; ક્ષમા ધર્મ હાજર થતાં, ક્રોધથી નાશી જવાય; તેમ અન્ય પરભાવ તે, જ્ઞાન થતાં દૂર થાય.'
* * *
૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૪૨-૨૪૩ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૪૫૩-૪૫૬)
For Private & Personal Use Only
www.jainelibrary.org