________________
ગાથા-૧૧૪
૫૫૩
આવું અનંત કાળનું અનંત સુખ પ્રગટે છે. મોક્ષમાર્ગે પ્રયાણ શરૂ થયા પછી મોક્ષને સાધતાં અનંત કાળ નથી લાગતો. મોક્ષમાર્ગનો સમગ્ન કાળ અસંખ્ય સમયનો જ હોય છે. તે અસંખ્ય સમયની સાધનાના ફળમાં જે મહાન સિદ્ધસુખ પ્રગટે છે તે અનંત કાળ રહેનારું હોય છે. આમ, અનાદિ કાળનો વિભાવ મટાડવા માટે અને અનંત કાળનું મોક્ષસુખ સાધવા માટે અનંત કાળ નથી લાગતો. પોતાના સ્વભાવની તાકાતથી અસંખ્યાત સમયમાં જ આત્મા સિદ્ધપદને સાધી લે છે.
આના ઉપરથી ફલિત થાય છે કે
જીવ
સાધકકાળ
વિભાવ
મોક્ષ
-
અનાદિ-અનંત કાળ
સાદિ-સાંત કાળ અનાદિ-સાંત કાળ સાદિ-અનંત કાળ
જીવ અનાદિ-અનંત છે, પણ વિભાવ અનાદિ-સાંત છે. અનાદિનો વિભાવ જ્ઞાન થતાં દૂર થાય છે. વિભાવ ત્રણ પ્રકારે છે શ્રદ્ધાનો વિભાવ, જ્ઞાનનો વિભાવ અને ચારિત્રનો વિભાવ. શાસ્ત્રમાં એને અનુક્રમે મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર કહ્યાં છે; અને એ ત્રણે વિભાવ દૂર કરવા માટે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સભ્યશ્ચારિત્રરૂપ રત્નત્રયની આરાધના એ જ એક ઉપાય છે. યથાર્થ બોધ થયા વિના યથાર્થ પ્રતીતિ જાગતી નથી અને યથાર્થ પ્રતીતિ પ્રગટ્યા વિના જ્ઞાન સમ્યક્ થતું નથી અને એ બન્ને સમ્યક્ પ્રકારને પામ્યા પછી જ આચરણનો વિભાવ દૂર થાય છે. સર્વ શુભ-અશુભથી રહિત થઈને સ્વરૂપમાં જાગૃત થતાં વિભાવ વિલીન થાય છે. આ જ વિભાવને ટાળવાની રીત છે. આ વિષે શ્રી કાનજીસ્વામી કહે છે
Jain Education International
‘અહીં ‘વિભાવ' શબ્દથી મુખ્યપણે દર્શનમોહનો નાશ કહ્યો છે, અને ગૌણમાં ચારિત્રમોહનો નાશ કહ્યો છે.’૧
આમ, શ્રીમદે અનાદિનો વિભાવ ટાળવાનો ઉપાય અને તે ટાળવાનો કાળ સ્વપ્નના દૃષ્ટાંત વડે સમજાવી, મુમુક્ષુઓને આત્મજ્ઞાનના પુરુષાર્થ માટે પ્રેરણા આપી છે. સ્વભાવના પ્રતિપક્ષ એવા વિભાવનું આત્મામાંથી વિસર્જન કરવાનો સદુપદેશ કર્યો છે. સર્વ જ્ઞાનીઓનો બોધ વિભાવનો વિલય કરનાર આત્મજ્ઞાનરૂપી જાગૃતિ કેળવવા અર્થે જ હોય છે. જ્ઞાનીઓ જીવને જાગૃત કરવા માટે પ્રેરણા કરે છે કે ‘હે જીવ! તું ક્યારે જાગશે? તું ક્યારે આ સ્વપ્નદશામાંથી બહાર નીકળશે? અનાદિ કાળથી તું તારા સ્વપદને ભૂલ્યો છે. હવે તારા આનંદમય સ્વપદને સંભારીને જાગી જા. માત્ર બાહ્ય ૧- શ્રી કાનજીસ્વામી, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો', આઠમી આવૃત્તિ, પૃ.૩૬૭
For Private & Personal Use Only
www.jainelibrary.org