________________
૫૩૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન પ્રમાદને તિલાંજલિ આપી, જાગૃત થઈ, સદ્ગુરુના બોધને આત્મસાત્ કરી, પરદ્રવ્ય તથા પરભાવથી રહિત પોતાના જ્ઞાનસ્વરૂપમાં એકાગ્ર થશે તો તે શીધ્ર રાગાદિ પરભાવથી અને પરંપરાએ સર્વ પદ્રવ્યથી મુક્ત થશે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે –
કેવળ નિજસ્વભાવનું, સર્વ વિભાવ રહિત; સહજ શુદ્ધ ઉપયોગથી, તન્મયતાએ સહિત. નિરાવરણ શુદ્ધાત્મનું, અખંડ વર્તે જ્ઞાન; આત્માકાર અલિપ્ત જે, અદ્વિતીય જે ભાન. નિરતિશયી શાશ્વત સદા, અપ્રતિપાતી અનંત; કહીએ કેવળજ્ઞાન તે, નિરૂપમ પરમ મહંત. નિર્વિકલ્પ ઉપયોગમાં, પરિણમે આતમજ્ઞાન, કૃતકૃત્ય એ મહાપ્રભુ, દેહ છતાં નિર્વાણ.'
૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૪૨ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની
પાદપૂર્તિ', ગાથા ૪૪૯-૪૫૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org