________________
ગાથા-૧૧૩
પ૩૭ વિકાસને ચૌદ ગુણસ્થાનકમાં વિભાજિત કરવામાં આવે છે. આ ચૌદ ગુણસ્થાનકોમાંથી ‘સયોગી કેવલી’ નામના તેરમા ગુણસ્થાનકે જ્યારે જીવ પહોંચે છે ત્યારે તે કેવળી ભગવંતને મન, વચન અને કાયાનો યોગ હોય છે; તથાપિ તેમણે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચાર ઘાતી કર્મોને વ્યવચ્છેદ કરી નાંખેલાં હોવાથી ભવબીજનો આત્યંતિક નાશ થયો હોય છે. વેદનીય, આયુ, નામ અને ગોત્ર એ ચાર અઘાતી કર્મો બળેલી સીંદરી જેવા સત્ત્વરહિત થઈ ગયાં હોય છે. હવે તે માત્ર આકારવત્ રહ્યાં હોય છે. આવા તેરમાં ગુણસ્થાનકે વર્તતા કેવળી ભગવંત મન, વચન અને કાયાના યોગ હોવા છતાં મુક્તદશા અનુભવે છે. જ્યાં કેવળજ્ઞાન છે ત્યાં રાગવૈષનો સર્વથા ક્ષય થયો હોય છે અને દેહનો સંયોગ હોવા છતાં, રાગ-દ્વેષથી આત્માની મુક્તિ થઈ હોવાથી તેમને દેહ છતાં મુક્તદશા સિદ્ધ થઈ હોય છે.
આ અવસ્થાને અન્ય દર્શનમાં જીવન્મુક્તદશા કહેવાય છે. જીવન્મુક્તતા તેને કહેવાય છે કે જેમાં દેહ છતાં મુક્તિસદશપણું હોય છે. જ્યારે દેહાદિનો સર્વથા વિયોગ થાય છે ત્યારે વિદેહમુક્તદશા કહેવાય છે. આ બન્ને દશામાં ભેદ માત્ર દેહ સહિત અને દેહરહિતપણાનો છે, પણ જ્ઞાનમાં ભેદ નથી. તેમાં ગુણસ્થાને મન, વચન અને કાયાના યોગ હોય છે, જ્યારે સિદ્ધદશામાં એ યોગ પણ હોતા નથી; પરંતુ તેમા ગુણસ્થાને અને સિદ્ધદશામાં જ્ઞાન સંબંધી સમાનતા છે, તેમની શક્તિના સંબંધમાં પણ કાંઈ ભેદ નથી, સમાનતા છે. દેહધારી કેવળી અને સિદ્ધ ભગવાન બન્નેની આત્મદશા સમાન છે, તેથી તેરમાં ગુણસ્થાનકે વર્તતા દેહધારી કેવળીને દેહ છતાં પણ નિર્વાણ જ છે.
આવી ઉત્કૃષ્ટ જીવન્મુક્તદશારૂપ નિર્વાણ પામવા અર્થે પોતાના અવિનાશી, પૂર્ણ, શુદ્ધ ચૈતન્યસ્વભાવનો આશ્રય કરવો જોઈએ. સદ્ગુરુની આજ્ઞા અનુસાર જીવ ત્રિકાળી, પૂર્ણજ્ઞાનઘન સ્વભાવમાં એકાકાર થાય છે ત્યારે કેવળજ્ઞાનરૂપી પાક તૈયાર થાય છે. પોતાના આત્મસ્વભાવની ભાવના કરતાં કરતાં આત્મા પોતે કેવળજ્ઞાનરૂપ થઈ જાય છે. અંતરમાં ધ્રુવ જ્ઞાયકદ્રવ્યનું ભાન થતાં, “અહો મારો આત્મા તો પૂર્ણાનંદથી સદા ભરપૂર જ છે!' એવી આત્માના પૂર્ણ સામર્થ્યની અનુભવપૂર્વકની પ્રતીતિ આવી જતાં મુક્તિની પર્યાય સહેજે મળી જાય છે. ધ્રુવ તત્ત્વ દૃષ્ટિગત થતાં, ત્રિકાળી મુક્ત સ્વરૂપ નિજજ્ઞાયકદ્રવ્યદળમાં ઠરવાથી, પૂર્ણ પરમાનંદદશા પ્રગટ થાય છે, માટે જીવે અંતર્મુખ થઈ નિજજ્ઞાયકદ્રવ્યને સૂક્ષ્મ ઉપયોગ દ્વારા ઓળખી લેવું જોઈએ. જેટલી ક્ષણો પોતાના સહજ જ્ઞાનસ્વરૂપ બાજુ ઝુકાવ થાય છે, એટલી જ ક્ષણો સફળ છે અને જેટલી ક્ષણો ઉપયોગ બાહ્યમાં જાય છે તે બધી ક્ષણો વ્યર્થ છે. જીવ જો ચેતશે નહીં તો જેમ તેના અનંત ભવ નિષ્ફળ ગયા છે, તેમ વર્તમાન ભવ પણ વ્યર્થ વીતી જશે. પરંતુ જીવ જો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org