________________
ગાથા-૧૧૨
૫૦૭
શરત કરી, એ સોદા પેટે વેચનાર વેપારીને પહેલા બાનાની રકમ (ડીપોઝીટ) આપવામાં આવે છે. ત્યારપછી માલની બાકીની રકમ ભરપાઈ કરવાથી, વેચનાર વેપારી નિશ્ચિત કરેલા સમયમાં, નિશ્ચિત કરેલો માલ સુપ્રત કરે છે. એ રીતે જે ભવ્ય જીવ મોક્ષરૂપી માલ મેળવવા ઇચ્છે છે, તે જીવે પહેલાં બાનારૂપી સમ્યકત્વ પ્રાપ્ત કરી લેવું જરૂરી હોય છે. સમ્યકત્વ પ્રાપ્ત થયા પછી વધુમાં વધુ અર્ધપુદ્ગલપરાવર્તન કાળમાં જીવને મોક્ષ સુપ્રત કરવાની શરત છે. આ અર્ધપુદ્ગલપરાવર્તન કાળ દરમ્યાન જીવે મોક્ષરૂપી માલની બાકીની કિંમત, એટલે કે પૂર્ણ સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર પ્રાપ્ત કરી દેખાડવાથી તેને મોક્ષ સુપ્રત કરવામાં આવે છે.'
સમ્યગ્દષ્ટિ જીવન દર્શનમોહનો અભાવ હોવાથી તેમને સત્ય શ્રદ્ધાન, સત્ય જ્ઞાન પ્રગટ હોય છે અને મિથ્યાત્વની સાથે અનંતાનુબંધી કષાયનો પણ અભાવ હોવાથી, સ્વરૂપાચરણરૂપ ચારિત્ર પણ અંશે હોય છે. ચતુર્થ ગુણસ્થાનકે તેમને અપ્રત્યાખ્યાનાવરણીય તથા પ્રત્યાખ્યાનાવરણીય કષાયના ઉદયના કારણે હજી સંયમાચરણ પ્રગટ્યું નથી, પરંતુ ‘દેહાદિ તથા રાગાદિનો એક અંશ પણ મારો નથી, હું જ્ઞાતા-દ્રષ્ટા જ છું' એવી જાગૃતિ તેમને કાયમ રહે છે. તેઓ પોતાને સદા દેહાદિ તથા રાગાદિથી ભિન્નપણે જ અનુભવે છે, વિકારપણે કે વિકારના ફળપણે કદી અનુભવતા નથી. જેમને સ્વભાવનું ભાન કે લક્ષ નથી એવા અજ્ઞાની મૂઢાત્માઓ પોતાને રાગના અને જડના સ્વામી માને છે, તેથી તેઓ પોતાને સદા વિકારપણે તથા દેહપણે જ અનુભવે છે, પોતાને સ્વભાવપણે ક્યારે પણ અનુભવતા નથી, પરંતુ જ્ઞાની પોતાને જ્ઞાનસ્વભાવપણે જ અનુભવે છે. જ્ઞાનીને સમસ્ત દેહાદિ સંયોગો અને રાગાદિ વિકારોથી ભિન્ન એવા પોતાના શુદ્ધ, પૂર્ણ, નિત્ય, ધ્રુવ સ્વભાવનો આદર હોય છે. તેમને દેહાદિ પરદ્રવ્ય તથા રાગ-દ્વેષાદિ કર્મજનિત પરભાવથી દઢ ભેદજ્ઞાન થયું હોવાથી તેમની આત્મબુદ્ધિ પોતાના જ્ઞાન
સ્વભાવમાં જ રહે છે. તેમને સ્વપ્નમાં પણ પરમાં આત્મબુદ્ધિ થતી નથી. પરભાવોથી વિમુખ થઈ તેઓ સ્વસમ્મુખ રહે છે. તેઓ પરદ્રવ્ય તેમજ પરભાવથી ભિન્ન એવા ચેતનસ્વભાવમાં જ લીન થવા ઇચ્છે છે.
સત્ય શ્રદ્ધા અને સત્ય જ્ઞાનના બળથી સમ્યગ્દષ્ટિ જીવ આત્મસ્વરૂપમાં સ્થિર થવાનો સતત પ્રયત્ન કરે છે. પોતાને જે શાંત સ્વભાવનું વેદન થયું છે, તેમાં જ સ્થિર થવાનો તેઓ પુરુષાર્થ કરે છે. તેમને શુદ્ધોપયોગીપૂર્વક સ્વરૂપનું વેદન થયું છે તે ભુલાતું નથી. ફરી ફરી તેવા નિર્વિકલ્પ ઉપયોગ માટે તેમને ભાવના રહ્યા કરે ૧- જુઓ : આચાર્યશ્રી ગુણભદ્રજીવિરચિત, ‘આત્માનુશાસન', શ્લોક ૨૩૪
'मक्षु मोक्षं सुसम्यक्त्वसत्यंकारस्वसात्कृतम् । ज्ञानचारित्रसाकल्यमूल्येन स्वकरे कुरु ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org