________________
પ૦૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન થઈ હોવાથી, ‘પરની આ બધી પર્યાયો તે હું નથી' એમ મનાતાં પર સાથેની એકત્વબુદ્ધિનો નાશ થાય છે. “પરની પર્યાયો મારી નથી' એમ અનુભૂતિપૂર્વક સમજાતાં મમત્વબુદ્ધિ જતી રહે છે. પરની પર્યાયોનો કર્તા પર સ્વયં છે, હું નથી, હું તો નિમિત્તમાત્ર છું' એવો સ્વાનુભવપૂર્વકનો નિર્ણય થતાં કર્તુત્વબુદ્ધિનો અંત આવે છે. ‘પરની આ પર્યાયોનો હું કેવળ જાણનારો છું, ભોગવવાવાળો નથી. તે પર્યાયો મારાં સુખ-દુઃખનું કારણ નથી, મેં પોતે જ તેમાં સુખ-દુઃખની કલ્પના કરી હતી. આવી રીતે સ્વાનુભૂતિપૂર્વક જણાતાં ભોīત્વબુદ્ધિનો અભાવ થાય છે. આમ, સમ્યગ્દર્શન થતાં પરપદાર્થો પ્રત્યે સેવેલી એકત્વબુદ્ધિ, મમત્વબુદ્ધિ, કર્તુત્વબુદ્ધિ, ભોસ્તૃત્વબુદ્ધિ આદિ ભાંતિઓ તૂટી જાય છે.
સંયુક્ત કુટુંબમાં રહેતી વ્યક્તિ જ્યારે જુદા થવાનું નક્કી કરે છે, પોતાનું નવું ઘર લેવાઈ જાય છતાં, રહેવા જવાને વાર હોય તો તે જૂના જ ઘરમાં રહે છે, પણ હવે તેને તેમાં પોતાપણાની ભાવના થતી નથી. તેમ સમ્યગ્દષ્ટિ જીવને શરીરમાં હવે પોતાપણું એટલે એકત્વબુદ્ધિ રહેતી નથી. જેમ નવું ઘર પૂર્ણપણે સજાવેલું હોય તો સ્વાભાવિક છે કે જૂના ઘરમાંથી કંઈ લઈ જવાનું મન પણ ન થાય, તેમ સ્વમાં જ સુખ, શાંતિ, સલામતી, શુદ્ધતા, સંપૂર્ણતા આદિ અનુભવાયાં હોવાથી સમ્યગ્દષ્ટિ જીવને જડ કે જગત પાસે કોઈ અપેક્ષા રહેતી નથી. આત્માનો વૈભવ હવે અનુભવમાં આવી ગયો હોવાથી તે વૈભવ પાસે જગતના બધા વૈભવ તેમને તુચ્છ લાગે છે.
જ્ઞાની સદા પોતામાં તૃપ્ત, પ્રસન્ન અને પ્રશાંત રહે છે. જ્ઞાનના પ્રતાપે હવે તેમનું ચિત્ત ચંદન સમાન શીતળ રહે છે. તેઓ ગૃહસ્થાવાસમાં હોય, પરિવાર સહિત હોય, છતાં તેઓ તેમાં લેવાતા નથી. તેઓ તે બધાંથી અનાસક્ત રહે છે અને તેથી કર્મબંધથી છૂટતા જાય છે. સંસાર તરફનું પરિણમન છૂટીને મોક્ષ તરફનું પરિણમન થાય છે. નિજસ્વભાવ પ્રત્યેનું તેમનું પરિણમન વધતું જાય છે. મોક્ષમાર્ગમાં આનંદ સહિત કેલી કરતાં કરતાં તેઓ આગળ વધે છે. તેમના આત્મામાંથી કર્મો “જાઉં જાઉં' થઈ રહ્યાં હોય છે અને ક્ષણે ક્ષણે તેમની આત્મદશા વર્ધમાન થતી જાય છે. સમ્યગ્દષ્ટિ જીવને આત્માની એવી પ્રતીતિ હોય છે કે તેઓ અલ્પ કાળમાં કર્મથી મુક્ત થઈ જાય છે. ૧ સમ્યગ્દર્શનનો એવો પ્રભાવ છે કે જે જીવ તેને ધારણ કરે તે જીવ ક્રમે ક્રમે શુદ્ધતા વધારીને, ચારિત્રદશા પ્રગટાવીને મુક્ત દશા પામે છે. આચાર્યશ્રી ગુણભદ્રજી લખે છે કે વ્યવહારમાં માલ ખરીદવાનો સોદો કરતી વખતે, અમુક સમયમાં માલ આપવાની ૧- જુઓ : આચાર્યશ્રી યોગીન્દુદેવકૃત, ‘પરમાત્મપ્રકાશ', અધિકાર ૧, ગાથા ૭૬
'अपिं अप्पु मुणंतु जिउ सम्मादिट्ठी हवेइ । सम्माइट्ठिउ जीवडउ लहु कम्मइँ मुच्चेइ ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org