________________
૫૦૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'
વિવેચન
કરતાં વિશેષ ટકે છે, પણ મુનિવરો તો વારંવાર, અંતર્મુહૂર્તમાં જ શુદ્ધોપયોગમાં ચાલ્યા જાય છે અને તેમને સ્થિરતા પણ વિશેષ રહે છે. તેઓ આનંદમાં અતિશય એકાગ્રતા વડે સ્વરૂપમાં જ સ્થિર રહે છે. શુદ્ધોપયોગ વડે સ્વરૂપના ધ્યાનમાં લીન એવા મુનિરાજ જ્યારે શુક્લધ્યાન વડે શુદ્ધતાની શ્રેણીએ ચડે છે ત્યારે તેમના આનંદના વેદનનું પ્રમાણ સમયે સમયે વધતું જાય છે અને અંતર્મુહૂર્તમાં તો તેઓ મોહનો ક્ષય કરીને વીતરાગ થાય છે અને કેવળજ્ઞાનના દરવાજા ખોલી નાંખે છે.
-
આમ, સમ્યગ્દષ્ટિ જીવ શાનમાં સતત એકત્વનો વીતરાગી પુરુષાર્થ કરતા હોવાથી શુભાશુભ ભાવોનો વિશેષ ને વિશેષ અભાવ થતાં તેમનો વીતરાગભાવ વર્ધમાન થાય અને એક સમય એવો આવે છે કે જ્યારે સમસ્ત રાગ-દ્વેષનો અભાવ થતાં તેમનો આત્માપૂર્ણ વીતરાગ-પરિણતિરૂપ પરિણમી જાય છે. ચિદાનંદસ્વરૂપ આત્માનું ઉચ પુરુષાર્થથી અવલંબન લેતાં ઉપયોગ આત્મામાં સંપૂર્ણપણે એકાકાર થઈ જાય છે અને તેઓ ૫૨મજાગૃતસ્વભાવને ભજે છે. પછી ઉપયોગ ફરી બહાર આવતો નથી અને સદાકાળ માટે આત્મામાં જ સ્થિર થઈ જાય છે. આ પ્રકારે પરમાર્થસમકિતસંપન્ન એવા જ્ઞાનીના સકિતની વધતી અખંડ ધારાથી હર્ષ-શોક આદિ મિથ્યાભાસ આત્મામાંથી દૂર થાય છે, સ્વભાવરમણતારૂપ ચારિત્રનું પ્રગટવું થાય છે અને ક્રમે ક્રમે આગળ વધીને તે જીવ વીતરાગદશાને પ્રાપ્ત કરે છે.
વિશેષાર્થ
જીવ જ્યારે અંતર્મુખ થઈ પરિણમે છે ત્યારે મોક્ષમાર્ગ પ્રગટ થાય છે. બહિર્મુખ પરિણામ ત્યાગીને જીવ જ્યારે અંતર્મુખ થાય છે ત્યારે ધર્મ પ્રગટ થાય છે. અંતર્મુખતા બાહ્ય ક્રિયાઓ સાથે નહીં પણ અંત૨વલણ સાથે સંકળાયેલ છે. લક્ષ્યપૂર્વક કરવામાં આવતો બાહ્ય વ્યવહાર લાભકારી થાય છે, પરંતુ સાચી ક્રાંતિ તો ત્યારે જ થઈ ગણાય કે જ્યારે અંતરમાં કંઇક પરિવર્તન સર્જાયું હોય, અંતર પલટાયું હોય. જ્યારે અંદરથી આવી ક્રાંતિ ઉત્પન્ન થાય છે, અર્થાત્ પરિણામ અંતર્મુખ થાય છે ત્યારે વાસ્તવિક ધર્મારાધના થઈ ગણાય છે. સાધક પોતાની બહિર્મુખતાને ઓળખીને, તેને નિર્મૂળ કરીને અંતર્મુખ થવા માંગે છે. બહારના પદાર્થો સાથેનું અનુસંધાન તોડી તે પોતાના શુદ્ધ સ્વરૂપનું અનુસંધાન કરવા ઇચ્છે છે.
જીવ અનાદિ કાળથી પોતાના ઉપયોગને બહાર જ ભમાવતો રહ્યો છે. બહિર્મુખ જીવની ચેતના બહારમાં જ ભમે છે. સંયોગોમાં ફેરફાર કરવાથી પરમાંથી સુખ પ્રાપ્ત થશે એવી વૃત્તિ-પ્રવૃત્તિમાં જ તે રાચે છે. ધર્મની રુચિ જાગતાં તે શુભ નિમિત્તોની સન્મુખ થાય છે. સદ્ગુરુના ઉપદેશથી ધર્મનું સ્વરૂપ સમજાતાં તે દેવ-ગુરુ-ધર્મના આશ્રયે પોતાના અચિંત્ય સામર્થ્યવંત આત્મતત્ત્વનો નિર્ણય કરે છે. આત્માની યથાર્થ સમજ આવતાં સ્વરૂપનો મહિમા અત્યંત વધે છે અને ત્યારે અંતર્મુખતા સહજ બને છે. તેનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org