________________
ગાથા-૧૧૧
४८८
પ્રવૃત્તિમાં ગમે તેટલો રચ્યોપચ્યો હોય, પોતાના નામનું રટણ પણ ન કરતો હોય, પોતાના નામનો વિકલ્પ પણ ન કરતો હોય, છતાં પણ પોતાના નામની પ્રતીતિ સદા હોય છે. એવી રીતે જ્ઞાનીને દરેક કાર્ય વખતે હું આત્મા છું' એવો વિચાર ન પણ હોય, છતાં પણ આત્માની પ્રતીતિ તો તેમને નિરંતર રહે જ છે. પંડિત શ્રી ટોડરમલજી લખે છે કે –
જેમ કોઈ રોગી પુરુષને એવી પ્રતીતિ છે કે - “હું મનુષ્ય છું, તિર્યંચાદિ નથી, મને આ કારણથી રોગ થયો છે, અને હવે એ કારણ મટાડી રોગને ઘટાડી નીરોગી થવું જોઈએ;' હવે તે જ મનુષ્ય જ્યારે અન્ય વિચારાદિરૂપ પ્રવર્તે છે, ત્યારે તેને એવો વિચાર હોતો નથી, પરંતુ શ્રદ્ધાન તો એમ જ રહ્યા કરે છે; તેમ આ આત્માને એવી પ્રતીતિ છે કે – “હું આત્મા છું - પુદ્ગલાદિ નથી, મને આઝવથી બંધ થયો છે પણ હવે સંવર વડે નિર્જરા કરી મોક્ષરૂપ થવું.” હવે તે જ આત્મા અન્ય વિચારાદિરૂપ પ્રવર્તે છે ત્યારે તેને એવો વિચાર હોતો નથી, પરંતુ શ્રદ્ધાન તો એવું જ રહ્યા કરે છે.'
જેમ મેઘલી ઘનઘોર રાતે મા સૂતી હોય, બાળક તેના પડખામાં સૂતું હોય, વાદળનો ગડગડાટ થતો હોય, તોપણ તે ગડગડાટથી મા જાગતી નથી, પરંતુ બાળક જરાક પણ સળવળ, જરા અમથું રડે તો મા જાગી જાય છે. જેને વીજળીનો કડકડાટ જગાડી શકતો નથી, તેને બાળકનું આછું હલન-ચલન પણ જાગૃત કરી દે છે, કારણ કે નિદ્રા અવસ્થામાં પણ માના અસ્તિત્વનો એક અંશ બાળકને યાદ રાખે છે. ઊંઘમાં પણ માનું હૃદય સંતાન તરફ ઢળેલું હોય છે. બાળક પ્રત્યેની આ પ્રેમધારામાં કોઈ પણ કારણ અલ્પ પણ વિચ્છિન્નતા લાવી શકતું નથી. તેવી જ રીતે જ્ઞાનીને નિદ્રામાં પણ સ્વરૂપની પ્રતીતિ રહે છે. હું જ્ઞાયક છું' એવી પ્રતીતિ નિદ્રામાં પણ સતત રહે છે. નિદ્રામાં પણ તેઓ મૂર્શિત થતા નથી. તેઓ સુષુપ્તિમાં પણ જાગૃત હોય છે, તેથી જ જ્યારે બધા સૂઈ જાય છે ત્યારે પણ જ્ઞાની તો જાગતા જ રહે છે. તેઓ નિદ્રામાં પણ જાગૃત' હોય છે. તેઓ ઉજાગર અવસ્થામાં સ્થિર હોય છે. તેઓ આત્માની પ્રતીતિમાંથી બહાર નીકળતા જ નથી.
આમ, જે જીવ સદ્ગુરુના ઉપદેશથી જાગે છે, સ્વસમ્મુખ થઈને સમ્યગ્દર્શન પામે છે, તેનું આખું જીવન બદલાઈ જાય છે. પૂર્વે ક્યારે પણ અનુભવ્યો ન હોય તેવો અપૂર્વ આનંદ પ્રગટે છે. એક વાર નિર્વિકલ્પ શુદ્ધોપયોગી થઈને મહા આનંદનો અનુભવ કર્યો હોવાથી વિકલ્પમાં આવવા છતાં પણ આત્માનું લક્ષ રહે છે. વિકલ્પથી ભિન્ન જ્ઞાન-આનંદની પરિણતિમાં જ તેઓ રમે છે. “અહાહા! આવો અખંડ આનંદમય ૧- પંડિત શ્રી ટોડરમલજીકૃત, “મોક્ષમાર્ગ પ્રકાશક', ગુર્જરાનુવાદ, સાતમી આવૃત્તિ, પૃ.૩૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org