________________
ગાથા-૧૧૧
૪૮૭
પોતાના જ્ઞાયકસ્વભાવને વેદે છે, તેને પરમાર્થ સમકિત સંપ્રાપ્ત થાય છે. પરમાર્થ સમકિતની વ્યાખ્યા કરતાં શ્રીમદ્ લખે છે
-
“આત્મા' જે પદાર્થને તીર્થંકરે કહ્યો છે, તે જ પદાર્થની તે જ સ્વરૂપે પ્રતીતિ થાય, તે જ પરિણામે આત્મા સાક્ષાત્ ભાસે ત્યારે તેને પરમાર્થસમ્યક્ત્વ છે, એવો શ્રી તીર્થંકરનો અભિપ્રાય છે.'૧
આત્માના સ્વભાવની અંતરમાં શ્રદ્ધા કરીને તેનો આશ્રય કરતાં પૂર્ણાનંદ આત્મપ્રભુ પર્યાયમાં વર્તમાન અવસ્થામાં પ્રગટ થાય છે. અનંત નિધાનવાળો જ્ઞાનસ્વરૂપ આત્મા અનુભવમાં આવે છે. જેના સેવનથી સમ્યગ્દર્શનથી માંડીને સિદ્ધપદ પર્યંતનાં સર્વ પ્રયોજન સિદ્ધ થાય છે એવો સિદ્ધિસંપન્ન ચૈતન્યદેવ પોતામાં જ દેખાય છે. અનંત શક્તિની પરમેશ્વરતા પોતામાં જ છે એવી નિજપ્રભુતાની તેને ખાતરી થાય છે. ‘હું અનંત અનંત અપરિમિત શક્તિઓથી ભરપૂર સ્વાધીન પદાર્થ છું. પરદ્રવ્ય કે પરભાવ અંશમાત્ર મારાં નથી, તેનાથી ભિન્ન એવા મારા સ્વરૂપના અનુભવથી જ હું પ્રતાપવંત છું' - ચૈતન્યના આવા અગાધ ચમત્કારનો તેને સાક્ષાત્કાર થાય છે અને તે પોતાના શાંત રસમાં નિમગ્ન થાય છે. તે અવર્ણનીય શીતળતાનું વેદન કરે છે. આત્મામાં અંદર અવિકારી, અતીન્દ્રિય, શીતળ સ્વભાવની બરફ જેવી શીતળ પાટ પડી છે, જે વેદનમાં પ્રત્યક્ષ થાય છે.
આત્માના અનુભવનો મહિમા અપાર છે. તે અનુભૂતિમાં અનંત ગુણની ગંભીરતા ભરેલી છે, તેમાં અનંત ગુણોનો સ્વાદ એકીસાથે વેદાય છે. આત્મા અનંત શક્તિસંપન્ન જ્ઞાયકસ્વભાવરૂપે પ્રસિદ્ધ થાય છે. ‘હું જ્ઞાનસ્વભાવી છું' એમ પ્રત્યક્ષ અનુભૂતિપૂર્વક તેનું જ્ઞાન નિઃશંક થઈ જાય છે. તે અનુભવપૂર્વક જાણે છે કે તેનું જ્ઞાન રાગાદિથી મેલું નથી, પરાધીન નથી, દુ:ખી નથી; પરંતુ તે તો વિશ્વના શિરતાજ સમાન છે, વીતરાગરસથી ધોવાયેલું ઉજ્જ્વળ છે, અદ્ભુત છે, સ્વાધીન છે, મહા આનંદરૂપ છે, મોક્ષને સાધનારું છે. પરમાર્થતત્ત્વને પામીને, તેનો આશ્રય કરીને, તેમાં તદ્રુપ થઈને જ્ઞાન પોતે જ પરમાર્થરૂપ બની જાય છે. જ્ઞાન જ્યારે અંતર્મુખ થઈને પરિણમે છે ત્યારે જ્ઞાન સાથે સુખશક્તિ પણ ઊછળે છે. આત્મદ્રવ્ય તો ત્રિકાળ સુખરૂપ છે અને તેનો સ્વીકાર કરીને તેની સન્મુખ થતાં પર્યાય પણ સુખરૂપ થઈ જાય છે. આ રીતે સમ્યગ્દર્શન સર્વોત્કૃષ્ટ સુખમાં કારણભૂત અને તે પ્રગટ થતાં જ સંસારનું અનંત દુઃખ છેદાઈ જાય છે.ર ૧-‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૬૪ (પત્રાંક-૪૩૧)
૨- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, ‘રયણસાર', ગાથા ૧૫૩ 'सम्मद्दंसणसुद्धं, जाव दु लभदे हि ताव सुही । सम्मद्दंसण सुद्धं, जाव ण लभदे हि ताव दुही ।। '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org