________________
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'
વિવેચન
વિભાવભાવોથી દૂર થઈ જાઉં, મારા અકષાયી આત્મસ્વરૂપમાં સમાઈ જાઉં. માત્ર આત્મસ્વરૂપ જ મારી વસ્તુ છે અને તેમાં સ્થિર થવું એ જ મારું કાર્ય છે. અન્ય સર્વ ભાવો વિડંબનારૂપ છે.' આવી તેમની ભાવના હોવાથી, સંસારમાં રહ્યા છતાં પણ તેઓ પોતાનું આત્મલક્ષ ચૂકતા નથી. કદાચિત્ સંસારના કોઈ કાર્યમાં એકાગ્ર થઈ જતાં આત્માનો લક્ષ વીસરી જવાય તોપણ પોતાને જે શુદ્ધાત્માનુભૂતિ થઈ છે તેની પ્રતીતિ તો તેમને સદા રહે જ છે. ઊંઘમાં કે કોઈ અન્ય પ્રસંગે કદાચ બુદ્ધિપૂર્વક આત્માનો લક્ષ ન રહે તોપણ આત્માની પ્રતીતિ તો સદા રહે જ છે.
૪૮૬
-
આમ, સમ્યગ્દષ્ટિ જીવને પોતાના સ્વરૂપનો અનુભવ, તેનું લક્ષ અને તેની પ્રતીતિ રહે છે તથા તેમની વૃત્તિનો પ્રવાહ, એટલે કે તેમની પરિણતિ અને રુચિ આત્મામાં સ્થિર થવાના જ વલણવાળી હોય છે. ચારિત્રમોહનીયના ઉદયના નિમિત્તથી ચારિત્ર ગુણનું વિકારી પરિણમન હોય છે, તેથી અખંડપણે નિર્વિકલ્પ અનુભવધારામાં રહી શકાતું નથી; અર્થાત્ ઉદયના નિમિત્તથી આત્મસ્થિરતાનો ભંગ થાય છે, તોપણ તેમની વૃત્તિ તો સ્વસ્વરૂપમાં ઠરવાની જ હોય છે. તેમને આત્મસ્વભાવ સિવાય બીજું કાંઈ રુચતું નથી. જ્યાં આત્મસ્વભાવમાં જ વૃત્તિ વર્તે છે ત્યાં જ ખરેખર ૫રમાર્થથી સમિત હોય છે.
વિશેષાર્થ
દુઃખથી છૂટવા અને સાચું સુખ પામવા જિજ્ઞાસુ જીવ આત્મપ્રાપ્તિ કરવાનું ધ્યેય બાંધે છે. આ ધ્યેયપૂર્તિનો માર્ગ બતાવનારા જ્ઞાનીનો તેને યોગ થાય છે ત્યારે તે તેમનો ઓળખાણપૂર્વક સમાગમ કરે છે. તેમના અપૂર્વ બોધની પ્રાપ્તિ થતાં, બોધનો વારંવાર વિચાર કરી તે તત્ત્વનિર્ણય કરે છે. તત્ત્વની યથાર્થ સમજણ દ્વારા ‘આ દેહ અને કર્મનાં રજકણોથી ભિન્ન; પુણ્ય અને પાપના ભાવોથી ભિન્ન; હું શુદ્ધ છું, અભેદ છું અને અખંડ છું એવા વિકલ્પથી પણ ભિન્ન; સહજ, શાંત, પરિપૂર્ણ જ્ઞાયકતત્ત્વ હું છું' એમ પોતાના જ્ઞાયકસ્વભાવનો દૃઢ નિશ્ચય કરે છે. સ્વરૂપવિષયક સૂક્ષ્મ, ઊંડી અને રુચિપૂર્વકની વિચારણાનો વારંવાર અભ્યાસ થતાં તેની આત્મભાવના પુષ્ટ બને છે. તેની દૃષ્ટિ આત્મસ્વભાવ ઉપર રહે છે, તે દ્રવ્યદળનું જ અવલંબન લે છે; અને જ્યારે પર્યાયની કોઈ અશુદ્ધિ પકડાય છે ત્યારે તેને એવું જબરદસ્ત શૌર્ય ઊપડે છે કે ‘આ અશુદ્ધિ ઉત્પન્ન થઈ જ કેવી રીતે? તેનો તત્કાળ ક્ષય કરું!' એમ અડગતાથી તેનો નાશ કરીને જ જંપે છે. તે વધુ ને વધુ અંતર્મુખ થતો જાય છે. ઉપયોગ અંતરમાં વળતાં, સર્વ વિકલ્પો ટળી જતાં, શુદ્ધ સ્વભાવમાં લીનતા થતાં સ્વાનુભવ થાય છે અને તેને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. એમ થતાં કદી નહીં અનુભવાયેલી એવી અપૂર્વ આત્મશાંતિ તે પામે છે અને નિરાકુળતાનું વેદન કરે છે. આમ, સદ્ગુરુનાં બોધ-આજ્ઞાના બળ વડે જે સ્વતત્ત્વનો આશ્રય કરી સ્વસંવેદન વડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org