________________
ગાથા-૧૧૦
૪૬૯
સદ્ગુરુની આજ્ઞામાં એકતાન થયા વિના પરમાર્થમાર્ગની પ્રાપ્તિ સંભવિત નથી. જીવને સદ્ગુરુનો મહિમા જાગે, તેમની આજ્ઞાનું માહાત્મ્ય સમજાય, તેમની ભક્તિમાં લીનતા આવે તો તેને સર્વ સાંસારિક પ્રસંગો અને પ્રકારોમાં ઉદાસીનતા વર્ષે અને આ પરિણામોના બળ વડે તે મોક્ષમાર્ગનો અધિકારી બને. આપ્તપુરુષના વચનની પ્રતીતિ, આજ્ઞાની અપૂર્વ રુચિ, સ્વચ્છંદનિરોધપણે આપ્તપુરુષની ભક્તિ એ નિર્વિકલ્પ પરમાર્થ અનુભવરૂપ શુદ્ધ સમકિતનું કારણ છે. શુદ્ધ સમકિતમાં કારણભૂત સદ્ગુરુની ભક્તિરૂપ પ્રથમ સમકિતનું મૂળભૂત કારણ છે સદ્ગુરુની યથાર્થ ઓળખાણ. સદ્ગુરુની ઓળખાણ વિના પ્રથમ સમકિતનું ઉદ્ભવવું સંભવિત નથી.
સદ્ગુરુની ઓળખાણ થવી એ શુદ્ધ સમકિતના કારણનું બીજ છે, તેમ છતાં અનાદિ કાળથી વર્તમાન સુધી અનંત કાળમાં જીવે સદ્ગુરુની ઓળખાણ કરી નથી. જીવને અનેક વાર સદ્ગુરુનો યોગ થયો છે, પરંતુ તેમની યથાર્થ ઓળખાણ કદાપિ થઈ નથી, અન્યથા તેની સ્થિતિ આવી ન હોત. તેથી સદ્ગુરુની ઓળખાણ થવામાં કયા પ્રકારના ભાવો પ્રતિબંધક હોય છે તે સમજી, તેનો અભાવ કરવો ઘટે છે. સદ્ગુરુની ઓળખાણ કર્યા સિવાય આત્મસ્વરૂપની ઓળખાણ થઈ શકતી નથી. પોતાનું આત્મસ્વરૂપ શક્તિરૂપ અપ્રગટ તત્ત્વ છે, જ્યારે સદ્ગુરુમાં આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટપણે વ્યક્ત થયું છે. વ્યક્તની ઓળખાણ થયા વિના અવ્યક્તની ઓળખાણ થવી અસંભવિત છે, માટે આત્મપ્રાપ્તિ માટે આત્માની શુદ્ધતા જ્યાં પ્રગટેલી છે તેવા સદ્ગુરુની યથાર્થ ઓળખાણ અનિવાર્ય છે.
સદ્ગુરુની જ્ઞાનદશાની ઓળખાણ જીવને દૃઢ મુમુક્ષુતા આવ્યા પછી થાય છે. જ્ઞાનદશા એ આત્માની દશા છે. તે કંઈ દૈહિક સ્વરૂપ તથા દૈહિક ચેષ્ટાનો વિષય નથી કે ઇન્દ્રિયોથી પકડી અથવા અનુભવી શકાય. તે આંતરિક દશા મંદદશાવાન જીવના અનુભવ કે અનુમાનનો વિષય ન હોવાથી તેને સદ્ગુરુની ઓળખાણ થતી નથી. દેઢ મુમુક્ષુ જીવને સત્સમાગમના યોગથી તેમની ઓળખાણ થાય છે. સદ્ગુરુની ઓળખાણથી મુમુક્ષુ જીવને તેનાં પોતાનાં પરિણામોમાં ફેરફાર અનુભવાય છે અને તેથી તેના કારણરૂપ એવા સદ્ગુરુમાં પરમેશ્વરબુદ્ધિ જાગે છે.
જ્યારે મુમુક્ષુ જીવને સજીવનમૂર્તિની ઓળખ થાય છે ત્યારે તેનાં પરિણામમાં અનેક પ્રકારના ફેરફાર થાય છે. વાસ્તવિકતાનો એક અટળ અને સર્વને અનુભવગોચર થાય એવો સિદ્ધાંત છે કે જેવું પરિણમન પોતે જુએ છે તેવું પરિણમન સહજપણે પરિણમન જોનારમાં આવિર્ભાવ થાય છે. જેમ બીજાનાં હર્ષ-શોકનાં પરિણામોને જોવાથી, જોનારને પણ હર્ષ-શોકના ભાવો સહજ આવી જાય છે, કોઈની શાંતિ જોવાથી પોતાની અંદર પણ શાંત પરિણામ થાય છે; તેમ સદ્ગુરુની ઓળખાણ થતાં, તેમના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org