________________
ગાથા-૧૦૯
૪૫૭
અંતરશોધ” એવા આત્મસ્વરૂપનો આદર થાય છે. પૂર્ણ પવિત્ર સ્વાધીન સત્ શું, એવા એક જ લક્ષને વળગીને તે અંતરની શોધમાં વર્તે છે, અને તેથી આ ચૈતન્યમૂર્તિ પવિત્ર જ્ઞાનસ્વરૂપ જે નિરુપાધિક તત્ત્વ છે, તેનું ભાન તે મુમુક્ષુ અવશ્ય પામે છે.” આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે –
‘તે જિજ્ઞાસુ જીવને, લાગી લગન જે એક; છોડાવે છૂટે નહીં, એવી સાચી ટેક. એવા સરળ સ્વભાવીને, થાય સદ્ગુરુબોધ; તેલ બિંદુ જળ વિસ્તરે, તેમ આત્મ અવિરોધ. તત્તાતત્ત્વ વિચારથી, ઊપજે સહજ વિવેક; તો પામે સમકિતને, જેના ભેદ અનેક. ભવભયના ઉદ્દેશથી, ત્રાસી ત્યજી અબોધ; એ અંતર આત્મા પછી, વર્તે અંતરશોધ. ૨
૧- શ્રી કાનજીસ્વામી, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો', આઠમી આવૃત્તિ, પૃ.૩૬૨ ૨- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૪૧ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની
પાદપૂર્તિ', ગાથા ૪૩૩-૪૩૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org