________________
ગાથા-૮૭
૧૧
પરિક્ષીણ થઈ ગઈ હોય છે. આ અવસ્થા જીવન્મુક્તિને મળતી આવે છે. આ સ્થિતિ પ્રાપ્ત કરનારને “અહ” અથવા “સુયોગ્ય' કે “પવિત્ર' કહેવાય છે. અહત અનાસક્ત થઈને કાર્ય કરતા હોય છે, માટે તેઓ કર્મબંધનમાં સપડાતા નથી. (૨) આ અનિત્ય જગતમાંથી અહંતનું પૂરેપૂરું અદશ્ય થઈ જવાને સંપૂર્ણ નિર્વાણ, પરિનિર્વાણ કે અનુપાધિશેષ કહેવાય છે. (૪) ન્યાય દર્શનની દૃષ્ટિએ મોક્ષ
ન્યાય દર્શન આત્માના મોક્ષને અપવર્ગ કહે છે. દુઃખથી સદાને માટે છૂટી જવું તેનું નામ અપવર્ગ છે. શરીર દુઃખાદિનું સાધન છે, તેમાંથી હંમેશને માટે છૂટી જવું તે મોક્ષ છે. દુઃખ, જન્મ, પ્રવૃત્તિ, દોષ અને મિથ્યા જ્ઞાન - આ સર્વનો નાશ થવાથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. મિથ્યા જ્ઞાનનો નાશ થવાથી દોષોનો પણ નાશ થાય છે અને પછી કોઈ પણ પ્રવૃત્તિ થતી નથી અને તેથી ફરી જન્મ પણ લેવો પડતો નથી. જ્યારે ૨૧ પ્રકારનાં દુ:ખો નાશ પામે છે ત્યારે આવી આત્યંતિક દુઃખનિવૃત્તિ થાય છે. દુઃખની આત્યંતિક નિવૃત્તિ જ મોક્ષ છે. ન્યાય દર્શનના મત પ્રમાણે મોક્ષ એટલે દુઃખનો એવો સમૂળગો નાશ કે ફરી કદી પણ એનો પ્રાદુર્ભાવ જ ન થઈ શકે. શરીરથી મુક્ત થયા પછી માત્ર આત્માનાં દુઃખનો જ નહીં, સુખનો પણ અંત આવે છે. આમ, ન્યાય દર્શનમાં મુક્ત આત્માનું સ્વરૂપ સુખ-દુઃખથી પર, તદ્દન અનુભૂતિહીન, બિલકુલ અચેતન જેવું કલ્પેલ છે. નૈયાયિકોના મત પ્રમાણે ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, જ્ઞાન, સુખ વગેરે આત્માના ગુણ છે. ગુણ ગુણીની સાથે સમવાય સંબંધથી સંકળાયેલા રહે છે, અર્થાત્ જ્ઞાનાદિ ગુણો આત્માની સાથે સંકળાયેલા ખરાપણ સ્વરૂપે અને સ્વભાવે આત્મા નિર્ગુણ છે. જ્ઞાન કે ચૈતન્ય આત્માનો સ્વભાવ નથી. મુક્ત અવસ્થામાં આત્મા સ્વભાવમાં, અર્થાત્ નિર્ગુણ ભાવમાં રહે છે. શરીર વગેરે સાથેનો સંયોગ હંમેશને માટે છૂટી જતાં આત્મા મુક્ત બને છે. આવા મુક્ત આત્મામાં જ્ઞાન વગેરે વિશેષ ગુણો ઉત્પન થઈ શકે જ નહીં, કારણ કે આત્મામાં વિશેષ ગુણોની ઉત્પત્તિ માટે શરીર સાથે તેનો સંયોગ થવો અત્યંત જરૂરી છે. આત્મા જ્યારે બંધનોથી મુક્ત થાય છે ત્યારે દેહનો ત્યાગ કરે છે, વિષયો સાથે તેને કોઈ પણ જાતનો સંબંધ રહેતો નથી એટલે તેનામાં સુખ, દુઃખ, જ્ઞાન, દ્વેષ, ઇચ્છા, પ્રયત્ન, ધર્મ, અધર્મ અને સંસ્કાર એ નવ વિશેષ ગુણો રહેતા નથી; અર્થાત્ મુક્તાત્મા સંસારસંગરહિત, નિષ્ક્રિય અને વિશેષ ગુણ વિનાનો હોય છે (૫) વૈશેષિક દર્શનની દૃષ્ટિએ મોક્ષ
વૈશેષિક દર્શન અનુસાર આત્માના ધર્મ-અધર્મરૂપ અદષ્ટનો સંપૂર્ણ નાશ થતાં તે આત્માનો શરીર વગેરે સાથેનો વિશિષ્ટ સંયોગ નાશ પામે છે અને નવા શરીર વગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org