________________
ભૂમિકા
સાધશે,
ગાથા
પોતાનો મતાગ્રહ છોડીને મોક્ષને સાધવા તત્પર થયેલા મંદકષાયી સુપાત્ર સમીપમુક્તિગામી જીવને તત્ત્વજિજ્ઞાસા થાય છે. તેને અનેક પ્રકારના પ્રયોજનભૂત પ્રશ્નો જાગે છે અને તેના સમાધાન અર્થે તે અનુભવી ગુરુને સેવી પોતાના પ્રશ્નોનું યથાર્થ સમાધાન મેળવે છે. અહીં પણ સાચી જિજ્ઞાસાપૂર્વક પ્રશ્નો પૂછી સુશિષ્ય શ્રીગુરુ પાસે તેનું યથાર્થ સમાધાન મેળવે છે. તે સંબંધી શ્રીગુરુ કહે છે
ગાથા ૧૦૫માં શ્રીગુરુએ જણાવ્યું કે પોતાનાં મત-દર્શનની માન્યતાનો આગ્રહ તેમજ વિકલ્પ છોડીને જે જીવ આગળની ગાથાઓમાં બતાવેલો પરમાર્થમાર્ગ જીવ થોડા ભવમાં મોક્ષ પામશે.
ગાથા - ૧૦૬
‘ષત્પદનાં ષટ્કશ્ન તેં, પૂછ્યાં કરી તે પદની સર્વાંગતા, મોક્ષમાર્ગ
Jain Education International
અર્થ
હે શિષ્ય! તેં છ પદનાં છ પ્રશ્નો વિચાર કરીને પૂછ્યાં છે, અને તે પદની સર્વાંગતામાં મોક્ષમાર્ગ છે, એમ નિશ્ચય કર. અર્થાત્ એમાંનું કોઈ પણ પદ એકાંતે કે અવિચારથી ઉત્થાપતાં મોક્ષમાર્ગ સિદ્ધ થતો નથી. (૧૦૬)
વિચાર; નિર્ધાર.' (૧૦૬)
ભાવાર્થ
જેના હૃદયમાં શુદ્ધાત્મા પ્રાપ્ત કરવાની પ્રબળ ઇચ્છા થઈ છે એવો સત્જિજ્ઞાસુ શિષ્ય, જેમને સત્ત્ની પ્રાપ્તિ થઈ છે એવા અનુભવી ગુરુ પાસે પોતાની શંકાઓ નમ્ર ભાવે રજૂ કરે છે. તેની સત્પાત્રતા જોઈને શ્રીગુરુ તેની શંકાઓનું સમાધાન કરે છે. છ પદ સંબંધી પૂછાયેલા પ્રશ્નોના સંતોષકારક ઉત્તરો આપી શ્રીગુરુ વાત્સલ્યભર્યા સંબોધનથી શિષ્યને કહે છે કે હે શિષ્ય! તેં છ પદના છ પ્રશ્નો બહુ વિચારીને પૂછ્યા છે. આ છ પદની સર્વાંગતામાં જ મોક્ષમાર્ગ છે એમ નક્કી માન. છએ પદનાં સર્વ પડખાં જાણવાં, સમજવાં અને તેમાં નિઃશંક થવું તે મોક્ષમાર્ગ છે. ‘આત્મા છે’, ‘આત્મા નિત્ય છે', ‘આત્મા કર્તા છે', ‘આત્મા ભોક્તા છે', ‘મોક્ષ છે' અને ‘મોક્ષનો ઉપાય છે' આ છએ પદોને સંપૂર્ણપણે વિચારીને જે સ્વીકારે છે તે અવશ્ય મોક્ષમાર્ગને પામે છે. છ પદની યથાર્થ પ્રતીતિ તે સમ્યગ્દર્શન છે, યથાર્થ બોધ
તે સમ્યજ્ઞાન છે અને તે અનુરૂપ આચરણ તે સમ્યક્ચારિત્ર છે.
છએ પદ એકબીજા સાથે અતૂટ સંબંધ ધરાવે છે. તેમાંથી એક પણ પદને ઓછું આંકવાથી મોક્ષમાર્ગની પ્રતીતિને ક્ષતિ પહોંચે છે. એકાદ પદમાં પણ શંકા રહે અથવા
For Private & Personal Use Only
www.jainelibrary.org