________________
ગાથા-૮૭
વસ્તુસ્થિતિ આવી હોવા છતાં પણ અવર્ણનીયને વર્ણવવાના પ્રયત્નો દાર્શનિકોએ કર્યા છે; અને તે વર્ણનોમાં પરિભાષાઓનો ભેદ થઈ ગયો હોવા છતાં પણ તત્ત્વમાં કશો જ ભેદ પડ્યો નથી એવો અભિપ્રાય આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ ઉચ્ચાર્યો છે. તેમણે જણાવ્યું છે કે સંસારાતીત તત્ત્વ, જેને નિર્વાણ કહેવામાં આવે છે તે અનેક નામે પ્રસિદ્ધ હોવા છતાં તત્ત્વતઃ એક જ વસ્તુ છે. એ તત્ત્વના સદાશિવ, પરમબ્રહ્મ, સિદ્ધાત્મા ઇત્યાદિ નામો ભલે જુદાં હોય પણ તે તત્ત્વ તો એક જ છે.'
આમ, ધ્યેયની દૃષ્ટિએ ભલે નિર્વાણમાં ભેદ ન હોય, પણ દાર્શનિકોએ જ્યારે તેનું વર્ણન કર્યું ત્યારે તેમાં ભેદ પડ્યો છે. આત્માનો મોક્ષ છે એ બાબતમાં બધા દાર્શનિકો (ચાર્વાક સિવાય) એકમત છે, પણ મોક્ષના તેમજ મુક્ત જીવના સ્વરૂપ વિષે તેમની વચ્ચે મતભેદ છે. મોક્ષનું સ્વરૂપ ભિન્ન ભિન્ન દર્શનોમાં ભિન્ન ભિન્ન પ્રકારે પ્રતિપાદિત થયેલું છે. તે ભેદનું કારણ તે તે દાર્શનિકોએ પ્રરૂપેલી તત્ત્વવ્યવસ્થા છે. તત્ત્વવ્યવસ્થાના પ્રકારમાં જે ભેદ પડે છે, તે ભેદ મોક્ષના વર્ણનમાં પણ પડે એ સ્વાભાવિક છે. વિભિન્ન દર્શનોમાં મોક્ષનું સ્વરૂપ આ પ્રમાણે છે – (૧) ચાર્વાક દર્શનની દૃષ્ટિએ મોક્ષ
મોક્ષનો સિદ્ધાંત સર્વ ભારતીય દર્શનોએ માન્ય કર્યો છે, પરંતુ ચાર્વાક દર્શન ભૌતિકવાદી હોવાથી આ બાબત તે માન્ય કરતું નથી. તે આત્મા તરીકે શરીરથી ભિન્ન કોઈ સત્તાને સ્વીકારતું નથી, તેથી તેનો મોક્ષ પણ માનતું નથી. તે આત્માને શરીરથી ભિન્ન સ્વીકારતું જ નથી, તેથી તેને આત્મા અંગેની કોઈ પણ મૂંઝવણ જ ઊભી થતી નથી. દેહ એ જ આત્મા છે, શરીરનો વિનાશ એ જ મોક્ષ છે' એવી મોક્ષ વિષેની ચાવક દર્શનની કલ્પના છે. ચાર્વાક દર્શન શરીરના વિલયને જ મોક્ષ માને છે. (૨) જૈન દર્શનની દૃષ્ટિએ મોક્ષ
આત્માની સ્વાભાવિક અવસ્થાની પ્રાપ્તિને જૈન દર્શન મોક્ષ માને છે, અર્થાત્ મોક્ષ એ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્યની પ્રાપ્તિની અવસ્થા છે. જૈન દર્શન અનુસાર જ્યારે જીવનાં બધાં કર્મ ખપી જાય ત્યારે તે પોતાની સ્વાભાવિક અવસ્થાને પ્રાપ્ત કરે છે - મોક્ષગતિને પામે છે. કર્મબંધનથી સર્વથા છુટકારો મેળવવો, ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, ‘યોગદષ્ટિ સમુચ્ચય', શ્લોક ૧૨૯, ૧૩૦
'संसारातीततत्त्वं तु परं निर्वाणसंज्ञितम् । तद्ध्येकमेव नियमाच्छब्दभेदेऽपि तत्त्वतः ।। सदाशिवः परं ब्रह्म सिद्धात्मा तथतेति च । शब्दैस्तदुच्यतेऽन्वदिकमेवैवमादिभिः
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org