________________
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન કે અનાત્મામાં રહેલું આત્માભિમાન ટળી જાય એ જ મોક્ષ છે. આ બાબતમાં બધા દાર્શનિકો એકમત છે, પણ મોક્ષનું સ્વરૂપ કેવું છે અથવા તો મુક્તનું સ્વરૂપ કેવું છે એ બાબતમાં એકવાક્યતા નથી. વળી, બીજી એક બાબતમાં પણ બધા દાર્શનિકો સમ્મત છે કે મોક્ષ અવસ્થા ઇન્દ્રિયગ્રાહ્ય નથી, વચનગોચર નથી, મનોગ્રાહ્ય નથી અને તર્કશાહ્ય પણ નથી. ‘કઠોપનિષદ્'માં સ્પષ્ટ કહ્યું છે કે વાણીથી, મનથી કે ચક્ષુથી એની પ્રાપ્તિ થઈ શકે તેમ નથી; પણ સૂક્ષ્મ બુદ્ધિથી એ ગ્રાહ્ય છે. તપ અને ધ્યાનથી એકાગ થયેલ વિશુદ્ધ સત્ત્વ એનું ગ્રહણ કરી શકે છે. બૌદ્ધમત મુજબ પણ શ્રી નાગસેનના કહેવા પ્રમાણે નિર્વાણ તો છે, પણ તેનું સ્વરૂપ, સંસ્થાન, ઉંમર, પ્રમાણ એ બધું ઉપમાથી, કારણથી, હેતુથી અથવા તો નથી બતાવી શકાય તેમ નથી; જેમ સમુદ્રમાં કેટલું પાણી છે તેનો ઉત્તર આપી શકવા કોઈ સમર્થ નથી; તે જ પ્રમાણે નિર્વાણ વિષે પણ ઉત્તર આપી શકાય તેમ નથી. લૌકિક દૃષ્ટિવાળા મનુષ્ય પાસે એને જાણવા માટે કોઈ સાધન નથી. એ આંખનો વિષય નથી, કાનનો વિષય નથી, નાકનો વિષય નથી, સ્પર્શનો વિષય નથી, જીભનો વિષય નથી; છતાં પણ નિર્વાણ છે જ નહીં એમ તો ન જ કહેવાય, કારણ કે તે વિશુદ્ધ મનોવિજ્ઞાનનો વિષય છે. એ મનોવિજ્ઞાન વિશુદ્ધ એટલા માટે છે કે તે નિરાવરણ છે. * ઉપનિષદમાં જેને વિશુદ્ધ સત્ત્વ કહેવામાં આવ્યું છે એને જ શ્રી નાગસેને વિશુદ્ધ મનોવિજ્ઞાન કહ્યું છે. બહ્મદશાને ઉપનિષદના ઋષિઓ નેતિ નેતિ' કહીને વર્ણવે છેઅને એ જ વસ્તુ પૂર્વોક્ત પ્રકારે શ્રી નાગસેને પણ કહી છે. જે વસ્તુ માત્ર અનુભવી શકાય એવી હોય, તેનું વર્ણન કરી શકાય જ નહીં અને જો કરવામાં આવે તો તે અધૂરું જ રહે છે. એટલે શ્રેષ્ઠ માર્ગ એ છે કે નિર્વાણના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન કરવું જ હોય તો તેનો સાક્ષાત્કાર સ્વયં કરવો જોઈએ. ભગવાન મહાવીરે પણ કહ્યું છે કે ત્યાં વાણીની પહોંચ નથી, તર્કની ગતિ નથી અને બુદ્ધિ પણ પહોંચી શકતી નથી. એ દીર્ઘ નથી, હ્રસ્વ નથી, ગોળ નથી, ત્રિકોણ નથી, કૃષ્ણ નથી, નીલ નથી, સ્ત્રી નથી, પુરુષ નથી. એને કોઈ ઉપમા આપી શકાય એમ છે જ નહીં, એ નિર્વચનીય છે. આ પ્રકારે ભગવાન મહાવીરે પણ નેતિ નેતિ'નો જ આશ્રય લઈને મુક્તાત્માને વર્ણવ્યો છે. એ મુક્તાત્માના સ્વરૂપનો યથાર્થ અનુભવ તો ત્યારે જ થઈ શકે કે જ્યારે જીવ સ્વયં મુક્તિલાભને પ્રાપ્ત કરે. ૧- જુઓ : ‘કઠોપનિષદ્', ૨-૬-૧૨, ૧-૩-૧૨ ૨- જુઓ : ‘મુંડકોપનિષદ્', ૩-૧-૮ ૩- જુઓ : ‘મિલિન્દ-પ્રશ્ન', ૪-૮-૬૬-૬૭, પૃ.૩૦૯ ૪- જુઓ : ‘મિલિન્દ-પ્રશ્ન', ૪-૭-૧૫, પૃ. ૨૬૫ ૫- જુઓ : “બૃહદારણ્યક ઉપનિષદ્', ૪-પ-૧૫ ૬- જુઓ : “શ્રી આચારાંગ સૂત્ર', સૂત્ર ૧૭૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org