________________
3८४
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન કારણે શ્રીમદે જન્મ' શબ્દ બહુવચનમાં વાપર્યો હોય એમ લાગે છે. તે એમ સૂચવે છે કે જઘન્ય કે મધ્યમ પરિણામની ધારાથી આરાધના થઈ હોય તેથી સર્વ કર્મ ક્ષય થઈ ન શકવાથી અલ્પ જન્મ ધારણ કરવા પડે છે. તે અલ્પ જન્મો પણ પ્રાયઃ દેવ કે મનુષ્ય ગતિના જ હોય છે. પંડિત શ્રી દૌલતરામજી ‘છ ઢાળા'માં લખે છે –
પ્રથમ નરક વિન પટું ભૂ જ્યોતિષ વાન ભવન પંઢ નારી;
થાવર વિકલત્રય પશુમેં નાહિં, ઉપજત સમ્યકધારી.
સમ્યગ્દષ્ટિ જીવ આયુ પૂર્ણ થતાં જ્યારે દેહ છોડે છે ત્યારે બીજીથી સાતમી નરકના નારકી, જ્યોતિષી, વ્યંતર, ભવનવાસી, નપુંસક, સર્વ પ્રકારની સ્ત્રી, એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ત્રેઇન્દ્રિય, ચતુરિન્દ્રિય અને કર્મભૂમિના તિર્યંચ થતા નથી; (નીચ ફળવાળા, ઓછા અંગવાળા, અલ્પાયુષવાળા અને દરિદ્રી થતા નથી;) વિમાનવાસી દેવ, ભોગભૂમિના મનુષ્ય અથવા તિર્યંચ જ થાય છે. કદાચ નરકમાં જાય તો પહેલી નરકથી નીચે જતા નથી. તેથી જ કહ્યું છે કે સમ્યગ્દર્શન ત્રણ લોકમાં સુખકારી છે.
આ ગાથામાં શ્રીમદનો જે ઝોક છે તે તેમની સર્વ મત-દર્શન તરફની સહિષ્ણુતા બતાવે છે. શ્રીમન્ની મધ્યસ્થતા, વિશાળ અંતરવૃત્તિનું વર્ણન કરી શકે એવા શબ્દો દુનિયાની કોઈ ભાષામાં અસ્તિત્વ ધરાવતા નથી. તેમની પરમ ઉદાર આત્મદશા શબ્દોમાં સમાઈ શકતી નથી. સ્વભાવદષ્ટિના કારણે જેઓ દેહ અને રાગથી પણ ભિન્ન રહેતા હોય, તેઓ મત-દર્શનના આગ્રહને આધીન તો થાય જ ક્યાંથી? જેમને નિર્વિકલ્પ થવાની જ હોંશ વર્તતી હોય તેમને મત-દર્શનના વિકલ્પમાં રસ ક્યાંથી હોય? બહિર્દષ્ટિ જીવને બાહ્ય સંયોગોની જ મહત્તા હોવાથી તેને મત-દર્શનના ભેદભાવની વાત ખૂબ મહત્ત્વની લાગે છે, પરંતુ શ્રીમદ્ જેવા જ્ઞાની પુરુષોને સ્વભાવની જ મહત્તા હોવાથી તેઓ મતદર્શનના ભેદભાવની વાતોને ગણકારતા નથી. તેઓ મત-દર્શનના ભેદભાવથી પર થઈ ગયા છે. શ્રીમદ્ અન્યત્ર પ્રકાશે છે -
‘કોઈ ગચ્છમાં નથી; પણ આત્મામાં છું; એ ભૂલશો નહીં.”
જૈનના આગ્રહથી જ મોક્ષ છે; એમ આત્મા ઘણા વખત થયાં માનવું ભૂલી ગયો છે. મુક્તભાવમાં (!) મોક્ષ છે એમ ધારણા છે.'
‘છોટમ જ્ઞાની પુરુષ હતા. પદની રચના બહુ શ્રેષ્ઠ છે.” ૧- પંડિત શ્રી દૌલતરામજીરચિત, છ ઢાળા', ઢાળ ૩, ગાથા ૧૬ ૨- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ. ૧૭૦ (પત્રાંક-૩૭) ૩- એજન, પૃ. ૨૧૮ (પત્રાંક-૧૨૦) ૪- એજન, પૃ. ૨૮૭ (પત્રાંક-૨૫૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org