________________
ગાથા-૧૦૫
૩૮૩ તેમ તેમ તેને પોતાનો આગ્રહ દેખાય છે, તેનો સ્વીકાર થાય છે અને તેને છોડી દેવાના પ્રયત્ન થાય છે. પોતાના આગ્રહો અને વિકલ્પોથી તેને ખૂબ પીડા થાય છે. તે શલ્યની જેમ ખૂંચતા હોવાથી તેને કાઢવા તે ખૂબ શ્રમ ઉઠાવે છે.
આગ્રહ અને વિકલ્પ છોડીને નિરંતર નિજતત્ત્વ ઉપર દૃષ્ટિ કરવી એ જ સાચી આરાધના છે. મત-દર્શનના આગ્રહ તથા વિકલ્પથી ક્યારે પણ ધર્મ થતો નથી. ધર્મ તો પોતાના સ્વભાવના આશ્રયથી જ થાય છે. હું જ્ઞાનમાત્ર ' એ જ ભાવ ઉપાદેય છે. આગ્રહ તથા વિકલ્પના ભાવ હેય છે. હેય-ઉપાદેયનો વિવેક કરી, હેયને છોડી, ઉપાદેયને ગ્રહણ કરવામાં આવે તત્પર રહેવું ઘટે છે.
મત-દર્શનના આગ્રહ તથા વિકલ્પ છોડીને કરવામાં આવતા વીતરાગી પુરુષાર્થનું ફળ બતાવતાં શ્રીમદ્ પ્રસ્તુત ગાથામાં કહે છે કે “કહો માર્ગ આ સાધશે, જન્મ તેહના અત્ય', પરમાર્થમાર્ગને સાધતાં જીવને આત્મજ્ઞાન થાય છે. આત્મજ્ઞાન થયા પછી જીવ વધુ કાળ સંસારમાં રહેતો નથી. જો ઉગ્ર પુરુષાર્થ વડે આત્મસ્થિરતા આરાધવામાં આવે તો તે જ ભવે આત્મચારિત્રની પૂર્ણતા થઈ મોક્ષ થાય છે. પરંતુ જો ઉઝ પુરુષાર્થ ન હોય તો તેણે બીજા જન્મ લેવા પડે, પણ બહુ જ અલ્પ. સમકિત આવ્યા પછી જો વમે નહીં તો વધારેમાં વધારે પંદર ભવ થાય.
તાત્પર્ય એ છે કે – (૧) સમ્યગ્દર્શન ન થાય ત્યાં સુધી જીવને અમર્યાદિત સંસાર છે, અર્થાત્ અનંતાનંત ભવ છે. (૨) સમ્યગ્દર્શન થયા પછી જો વમી જાય તો વધારેમાં વધારે અર્ધપુદ્ગલપરાવર્તન કાળ સુધી સંસારભ્રમણ કરીને જીવ મોક્ષે જાય, અર્થાત્ તેનો અમર્યાદિત સંસાર સમ્યગ્દર્શનના પ્રભાવથી મર્યાદિત થાય છે. (૩) સમ્યગ્દર્શન થયા પછી જો વમે નહીં અને સમ્મચારિત્રનો અભાવ હોય અથવા તો તેમાં તરતમતા હોય, અર્થાતું ચારિત્ર અખંડ ન હોય તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પંદર ભવે મોક્ષે જાય. ક્ષાયિક સમ્યગ્દર્શન હોય તો વધારેમાં વધારે ત્રણ કે ચાર ભવે મોક્ષે જાય. (૪) અખંડ સમ્યગ્દર્શનપૂર્વક અખંડ સમ્યફચારિત્ર હોય તો તે જ ભવે મોક્ષ પામે.
‘તે જ ભવે મોક્ષ પામે’ એમ જે કહ્યું તે ‘આ કાળમાં મોક્ષપ્રાપ્તિ ન થઈ શકે એવી જૈન માન્યતાને જરા પણ પ્રતિકૂળ નથી; કેમ કે અહીં તો માત્ર ઉત્કૃષ્ટ આરાધનાનું માહાભ્ય ગાયું છે. ઉત્કૃષ્ટ આરાધના જે સ્થળે થાય તે સ્થળે મોક્ષ પણ થવો જોઈએ. આ કાળે, આ ક્ષેત્રે અખંડ ઉત્કૃષ્ટ ચારિત્રની - યથાખ્યાત ચારિત્રની સંભાવના ન હોવાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org