________________
૩૭૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન પરિણામ અનુસાર ધર્મ-અધર્મ છે.
ક્રિયાકાંડનો ક્યારે પણ નિષેધ હોય નહીં, પણ તેને જ ધર્મ માની લેવાની અને તેનો આગ્રહ રાખવાની ભૂલ સામે અહીં લાલબત્તી ધરી છે. કોઈ પણ પદ્ધતિનાં ક્રિયાકાંડ સાધકને તેની અંતરંગ સાધનામાં ઉલ્લાસ પૂરનાર બને, વેગ આપનાર બને તો તે ક્રિયાકાંડ શ્રેયસ્કર કહી શકાય. ધર્મ મુખ્ય વસ્તુ છે, જ્યારે ક્રિયાકાંડ ધર્મપાલનમાં ઉપયોગી અથવા સહાયક હોવાથી ગૌણ છે. જ્યારે ગૌણ વસ્તુને મુખ્ય વસ્તુ ગણવામાં આવે છે અથવા તો તેનું એકાંતે ગ્રહણ થાય છે ત્યારે એવી પ્રવૃત્તિ થાય છે કે જેના ફળસ્વરૂપે જીવ મોક્ષમાર્ગથી દૂર ફેંકાઈ જાય છે. સાંપ્રદાયિકતાના ઝનૂનના કારણે તે ક્યારેક તો અઘટિત કૃત્યો પણ કરી બેસે છે.
પોતાના મત-પંથ-સંપ્રદાયનાં ક્રિયાકાંડ, ચિહ્નો આદિમાં જ ધાર્મિકતા કે સંતપણું જોનાર સંકુચિત મનોવૃત્તિવાળા, કહેવાતા ધાર્મિક જનો અન્ય મત-પંથ-સંપ્રદાયના ગુણીજનો કે સંતપુરુષોમાં સાચા આધ્યાત્મિક ગુણો વિદ્યમાન હોવા છતાં માત્ર એમનાં ક્રિયાકાંડ, ચિહ્નો આદિ પોતાના મત-પંથ-સંપ્રદાયથી ભિન્ન હોવાના કારણે એમને ઓળખી શકતા નથી અને કેટલીક વાર તો એમનો અનાદર કે અવહેલના પણ કરી બેસે છે. તેઓ પોતાના મત-પંથમાં કદાચ કોઈ કુગુરુ હોય તોપણ એમને સુગુરુ માની ભજે છે અને અન્ય ધર્મમતના સાચા સંતોને કુગુરુ કે મિથ્યાદષ્ટિ કહી એમનો અનાદર, અપમાન કરે છે. તેઓ પોતાના સંપ્રદાયના સંતોને શ્રેષ્ઠ માનવા લાગે છે તથા પારકા સંપ્રદાયના સંતોને ધૃણાની દૃષ્ટિથી જોવા લાગે છે. એમના દોષો કાઢવામાં તેમની ‘પ્રવીણતા' કામે લાગી જાય છે. તેમને પોતાના દોષ જોવાનાં પરિણામ જાગતાં નથી અને અન્ય મતના સંતોના દોષો જોવામાં તેમને કુત્સિત આનંદ મળે છે. એમની નિંદા કરવી તેમને સુખદ લાગે છે. આવા જીવોને માટે ચેતવણી ઉચ્ચારતાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ લખે છે કે દૃષ્ટિરાગના ઘેનમાં જાણે-અજાણે થતો અન્ય મત-પંથમાં રહેલ સાચા સંતોનો ઉપહાસ મિથ્યાત્વરૂપ મહાપાપને નિમંત્રણ આપે છે; ' ભલેને એ ભૂલ અજ્ઞાનથી થતી હોય તો પણ એનો દંડ અવશ્ય મળે છે. કાયદાનું જ્ઞાન ન હતું' એવો બચાવ અદાલતમાં ચાલતો નથી. કર્મની અદાલત પણ આવો બચાવ સ્વીકારતી નથી.
સાંપ્રદાયિકતાના કારણે જીવ પોતાના સંપ્રદાયની વ્યક્તિઓને મિત્ર સમજે છે અને અન્ય સંપ્રદાયની વ્યક્તિઓને શત્રુ સમજે છે. ખરાબમાં ખરાબ વ્યક્તિ પણ જો પોતાના સંપ્રદાયની હોય તો તે તેને સારી લાગે છે અને પારકા સંપ્રદાયની સારામાં સારી ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, કાત્રિશત કાત્રિશિકા', દ્વાર ૨૩, શ્લોક ૨૯ની ટીકા
'तस्य सर्वज्ञस्य प्रतिक्षेपः । भावं तत्तद्देशनानयाभिप्रायमजानतोऽयुक्तः । आर्यापवादस्यानाभोगजस्यापि महापापनिबन्धनत्वात ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org