________________
ગાથા-૧૦૫
૩૭૫
રહેલો હોય છે, જ્યારે પંથ એ રૂપજીવી અને રૂપાવલંબી હોવાથી તેનો બધો આધાર બહારના રૂપરંગ અને ડાકડમાળ ઉપર હોય છે.
પહેલામાં એકતા અને અભેદના ભાવો ઊઠે છે અને સમાનતાની ઊર્મિઓ ઊછળે છે, જ્યારે બીજામાં ભેદ અને વિષમતાની તરાડો પડતી અને વધતી જાય છે.....
ધર્મમાં ચારિત્ર ઉપર જ પસંદગીનું ધોરણ હોવાથી તેમાં જાતિ, લિંગ, ઉંમર, ભેખ, ચિહનો, ભાષા અને બીજી તેવી બહારની વસ્તુઓને સ્થાન જ નથી, જ્યારે પંથમાં એ જ બાહ્ય વસ્તુઓને સ્થાન હોય છે. અને એની મુખ્યતામાં ચારિત્ર દબાઈ
જાય છે.૧
આ ઉપરથી ફલિત થાય છે કે “ધર્મ' શબ્દથી આંતરિક ગુણસમૃદ્ધિ જ અભિપ્રેત છે, નહીં કે અમુક પ્રકારના ક્રિયાકાંડ. પરંતુ ધર્મની વાત જ્યારે થતી હોય ત્યારે ઘણું કરીને મત-દર્શન, ક્રિયાકાંડ વગેરે બાબતો તરફ ધ્યાન આપવામાં આવે છે. માન્યતાઓ અને ક્રિયાકાંડોને ધર્મ ગણી લેવામાં આવે છે અને તેથી તેનો આગ્રહ થાય છે. ધર્મ એટલે મત-પંથ નહીં, પણ આત્મિક ગુણસમૃદ્ધિ - આ તથ્ય ભણી લોકોનું ધ્યાન જતું નથી. આત્મિક ગુણસમૃદ્ધિને બદલે કેવળ બાહ્ય ચર્યા, લિંગ, વેષમાં જ ધાર્મિકતા માની લઈ, તેમાં રોકાઈ જવાથી જીવ પરમાર્થથી વિમુખ રહી જાય છે.
જ્યાં સંઘ અને સમાજ હોય છે, જ્યાં સંગઠન હોય છે ત્યાં વ્યવહારની પ્રધાનતા દૃષ્ટિગોચર થાય છે. સાધના અંતરંગ અને બહિરંગ અને પ્રકારે થતી હોય છે, પરંતુ અંતરંગ સાધના ચર્મચક્ષુથી ગ્રાહ્ય થતી ન હોવાથી અને બહિરંગ સાધના તત્વકારે ગ્રાહ્ય થતી હોવાથી ધર્મની વ્યાખ્યા બહિરંગ ધોરણ અનુસાર નક્કી કરી લેવામાં આવે છે. ધર્મની યથાર્થ સમજ ન હોવાના કારણે જીવને પોતાના મત-પંથની ક્રિયા વડે જ ધર્મ થાય એવી માન્યતા હોય છે. તે ધર્મ અને અધર્મને પોતાના મત-પંથના ક્રિયાકાંડ વડે જ માપે છે. કોઈ પોતાના મત-પંથનાં ક્રિયાકાંડ કરતો હોય તો તે ધર્મી અને ન કરતો હોય તો તે અધર્મી, એમ તે માને છે. તે પોતાના મત-પંથની ક્રિયા વડે જ ધર્મની નિષ્પત્તિ થાય છે એમ માનતો હોવાથી, ક્રિયાના અભાવમાં પણ ધર્મ હોય એમ તે માની શકતો નથી. ખરેખર તો પોતાના મત-પંથની ક્રિયામાત્રથી ધર્મ અને એના અભાવથી અધર્મ માનનારા ન તો ધર્મને સમજ્યા છે, ન તો અધર્મને. અમુક ક્રિયા કરવામાત્રથી કોઈ ધર્મી બની જતો નથી અને તે નહીં કરવાથી કોઈ અધર્મી બની જતો નથી. પોતાના મત-પંથની ક્રિયા કરતો હોય તોપણ તે ધર્મી ન હોય એમ બની શકે અને તે તેવી કોઈ ક્રિયા ન કરતો હોય તોપણ તે ધર્મી હોય એમ બની શકે. જીવનમાં ૧- પંડિત સુખલાલજી, જૈન ધર્મનો પ્રાણ', પૃ.૧૯, ૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org