________________
૩૬૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન ક્રોધ શાંત થઈ જાય છે, તેથી ક્રોધાદિ ભાવોનો નાશ ક્ષમાદિ ભાવો દ્વારા થાય છે એ વાતમાં કોઈ સંદેહને સ્થાન નથી. મોક્ષમાર્ગ સંબંધી નિ:સંદેહ નિશ્ચય થવા માટે આ ગાથા અતિ બળવાન છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે –
‘કર્મબંધ ક્રોધાદિથી, આત્મા કલુષિત થાય; અગ્નિ સંગે તાપથી, જેમ તપે આ કાય. જળથી મટે જેમ તાપ એ, હણે ક્ષમાદિક તેહ; સ્વભાવથી શીતળ ભલો, ધર્મ તત્ત્વ ગુણ ગેહ. ક્રોધાગ્નિને જળ સમી, ક્ષમા શાંત કરનાર; પ્રત્યક્ષ અનુભવ સર્વને, અનુભવી વિચારનાર. માર્દવ ગુણ હણે માનને, આર્જવે દંભનો છે; હણાય લોભ સંતોષથી, એમાં શો સંદેહ?'૧
૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ. ૨૪) (શ્રી ગિરધરભાઈરચિત, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની
પાદપૂર્તિ', ગાથા ૪૧૩-૪૧૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org