________________
ગાથા-૧૦૪
૩૬૩ લક્ષપૂર્વક ક્ષમાદિ ભાવ રાખવાથી ક્રોધાદિ વિભાવો નિવૃત્ત થાય છે એવો અનુભવ સહુને થઈ શકવા યોગ્ય છે એમ બતાવી, મોક્ષના ઉપાય વિષે નિઃસંદેહપણું સ્થાપિત કર્યું છે. શ્રી કાનજીસ્વામી કહે છે –
‘લોકો કહે છે કે એ અગમ, અગોચર, અતીન્દ્રિય તત્ત્વ છે, તે હમણાં કાંઈ સમજાય નહિ, તેરમે ગુણસ્થાને જ્ઞાનીને ખબર પડે, આપણે હમણાં કંઈક કરીએ તો તેનું ફળ પરભવમાં કંઈ થાય; પણ લોઢાની કરીને સરાણ ઉપર ઘસનારો કારીગર ક્ષણે ક્ષણે પ્રત્યક્ષ જુએ છે, કે આ શસ્ત્ર કેટલું ઊજળું થયું, કેટલો કાટ ઊખડ્યો અને કેટલો બાકી રહ્યો. એમ તેની ત્રણે અવસ્થાને એક ક્ષણમાં જાણે છે; તેમ આત્મધર્મ છે તે રોકડિયો છે. અત્યારે સંતોષ ન થયો તો પછી પરક્ષેત્રની પરાધીનતામાં લાભ ક્યાંથી થશે?’૧
આત્માનો ધર્મ રોકડિયો છે. ધર્મ એ રોકડાનો વેપાર છે, ઉધારનો નહીં. ઉધારમાં શેષ છે, એટલે સતામણી છે, દુઃખ છે. રોકડામાં સુખ છે. ધર્મ કરો અને આવતા ભવમાં તેનું ફળ મળે એમ નહીં. કરવું અને મળવું બન્ને સાથે જ હોય છે. યથાર્થપણે આત્મસાધના કરવામાં આવે તો એ જ સમયે સુખ-શાંતિનું વદન થાય છે. યથાર્થ આત્મસાધના કરતાં સુખ-શાંતિનો અનુભવ થાય છે. આ ફળદાયી પંથે પ્રત્યેક ડગ ભરતાં જીવ અનુભવે છે કે તે દુ:ખ અને અશાંતિમાંથી બહાર આવી રહ્યો છે. જેટલો અભ્યાસ કરશે એટલો મેલ ઘટી રહ્યો હોવાનું અનુભવાશે. સાધકનો આ અનુભવ જ બાંહેધરી આપે છે કે તે યથાર્થ મોક્ષમાર્ગે પ્રસ્થાન કરી રહ્યો છે. તેને બીજી કોઈ બાહ્ય ખાતરીની જરૂર પડતી નથી.
વસ્તુનો સ્વભાવ જ છે કે જે કાળે, જે ભાવરૂપ જીવ થાય છે; તે કાળે જ તેનું ફળ (દુઃખ અથવા સુખ) તે ભોગવે છે. જીવ જે જે ભાવ કરે છે, કષાયભાવ કે અકષાયભાવ; તેનું વેદન તે તરત જ કરે છે, તત્ક્ષણ જ કરે છે. આકુળતારૂપ કે શાંતિરૂપ પોતાના ભાવનું વેદન જીવને તે કાળે જ થાય છે. ક્રોધ કરે તો ક્રોધની અશાંતિનું વેદન પણ તત્પણ કરે છે અને સ્વરૂપમાં સ્થિર થાય તો શાંતિનું વેદન પણ તત્ક્ષણ કરે છે.
આમ, જીવના દરેક ભાવનું ફળ રોકડિયું છે. અધર્મ કે ધર્મ અને રોકડિયા છે. જેમ ક્રોધાદિ ભાવરૂપ અધર્મ રોકડિયો છે, તેમ ક્ષમાદિ ભાવરૂપ ધર્મ પણ રોકડિયો છે. ક્રોધાદિ ભાવ થતાં અશાંતિ, વ્યાકુળતા, દુ:ખનો અનુભવ પ્રત્યક્ષ છે અને ક્ષમાદિ ભાવો થતાં શાંતિ, નિરાકુળતા, સુખનો અનુભવ પણ પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષ અનુભવમાં આવે છે કે કોઈના ઉપર ક્રોધ આવી જતાં જો ક્ષમાનો ભાવ ધારણ કરવામાં આવે તો ૧- શ્રી કાનજીસ્વામી, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો', આઠમી આવૃત્તિ, પૃ.૩૫ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org