________________
ગાથા-૧૦૪
૩૫૧
લક્ષે સવળો પુરુષાર્થ થતાં વિકાર ટળે છે.
આમ, કોઈ પણ પ્રકારનો વિકાર એ ચૈતન્યાત્માનો ત્રિકાળી સ્વભાવ નથી. વિકાર એ તો આત્માની પર્યાયમાં ઉત્પન્ન થયેલ મૂઢતા છે. જેની ઉત્પત્તિ હોય છે, તેનો નાશ અવશ્ય હોય છે. તેથી પ્રથમમાં પ્રથમ એ નક્કી કરવું કે વિભાવ ક્ષણિક છે, ટળી શકે છે. વિભાવને પોતે જ ઉત્પન્ન કર્યો છે, તેથી તેના ક્ષયનો ઉપાય પણ પોતે જ કરવાનો છે. જીવ એ વિભાવનો ક્ષય કરી શકે એમ છે અને તેણે તે અવશ્ય કરવા યોગ્ય છે. મોક્ષપ્રાપ્તિ માટે તેણે વિભાવનો ત્યાગ અને સ્વરૂપનું પૂર્ણ પ્રાગટ્ય કરવું જરૂરી છે. કર્મબંધમાં કારણભૂત થતા ક્રોધાદિ કષાયો ક્ષમાદિ નિજગુણ પ્રગટવાથી હણાયા છે, માટે કર્મબંધનથી મુક્ત થવાનો એ જ પંથ છે. શ્રીમદ્ પ્રકાશે છે –
‘જીવ વિભાવપરિણામમાં વર્તે તે વખતે કર્મ બાંધે; અને સ્વભાવ પરિણામમાં પ્રવર્તે તે વખતે કર્મ બાંધે નહીં. એમ સંક્ષેપમાં પરમાર્થ કહ્યો.”
ગમે તેવો કર્મનો ઉદય હોય, પરંતુ તે વખતે કઈ રીતે વર્તવું એમાં જીવ સ્વતંત્ર છે. જીવ ધારે તે રીતે વર્તી શકે છે. ઉદયપ્રસંગે જો જીવ વીતરાગસ્વભાવમાં ન રહે અને વિભાવમાં સરી પડે તો તે કર્મ વડે બંધાઈ જાય છે અને તેનું પરિણામ કાળાંતરે તેણે ભોગવવું જ પડે છે. તેથી જીવે જો કર્મબંધનથી છૂટવું હોય તો તેણે સ્વભાવના અવલંબનપૂર્વક વિકારનો ત્યાગ કરવો જોઈએ. વિકારના નાશનો ઉપાય ક્રોધના દૃષ્ટાંત દ્વારા સમજીએ.
ક્ષમા આત્માનો સ્વભાવ છે. ક્ષમાસ્વભાવી આત્મામાં ક્રોધના અભાવરૂપ જે શાંતિસ્વરૂપ પર્યાય પ્રગટ થાય છે એને પણ ક્ષમા કહે છે. આત્મા ક્ષમાસ્વભાવી છે, તોપણ અનાદિથી આત્મામાં ક્ષમાના અભાવરૂપ એવી ક્રોધકષાયરૂપ પર્યાય પ્રગટપણે વિદ્યમાન છે. જે અંતરમાં ક્ષમાદિ અનંત શક્તિના પિંડરૂપ દ્રવ્ય સદા વિદ્યમાન છે, પણ જીવે તે ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૮૮ (ઉપદેશછાયા-૪) ૨- ક્ષમાની જેમ માર્દવ પણ આત્માનો સ્વભાવ છે. માર્દવસ્વભાવી આત્માના આશ્રયે માનના અભાવરૂપ જે શાંતિસ્વરૂપ પર્યાય પ્રગટ થાય છે તેને પણ માર્દવ કહે છે. આત્મા માઈવસ્વભાવી છે, તોપણ અનાદિથી માર્દવના અભાવરૂપ માનકષાયરૂપ પર્યાય પ્રગટરૂપે વિદ્યમાન છે. આઈવ પણ આત્માનો સ્વભાવ છે. આર્જવસ્વભાવી આત્માના આશ્રયે કપટ-માયાના અભાવરૂપ જે શાંતિસ્વરૂપ પર્યાય પ્રગટ થાય છે તેને પણ આર્જવ કહે છે. આત્મા સ્વયં આર્જવસ્વભાવી હોવા છતાં અનાદિથી આત્મામાં આર્જવના અભાવરૂપ માયાકષાયરૂપ પર્યાય પ્રગટપણે વિદ્યમાન છે. ક્ષમા, માર્દવ અને આર્જવની જેમ શૌચ (સંતોષ) પણ આત્માનો સ્વભાવ છે. શૌચ(સંતોષ)સ્વભાવી આત્માના આશ્રયે લોભના અભાવરૂપ જે શાંતિસ્વરૂપ પર્યાય પ્રગટ થાય છે તેને પણ શૌચ (સંતોષ) કહે છે. આત્મા સ્વયં શૌચ(સંતોષ)સ્વભાવી હોવા છતાં અનાદિથી આત્મામાં શૌચ (સંતોષ)ના અભાવરૂપ લોભકષાયરૂપ પર્યાય પ્રગટપણે વિદ્યમાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org