________________
૩૪૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન એકમાત્ર ધ્યેય છે પોતાના સ્વરૂપમાં સ્થિરતા. આ ધ્યેયના કારણે જ તેમનું દરેક કાર્ય સાધના બની જાય છે. પારમાર્થિક પ્રવૃત્તિ હોય કે વ્યાવહારિક પ્રવૃત્તિ, તેઓ જે કરે તે સાધના બની જાય છે. વ્યાવહારિક પ્રવૃત્તિ કરવા છતાં તેઓ તે પ્રવૃત્તિથી અલિપ્ત રહે છે. જેમ પાણીમાં રહેલું કમળ, પાણીથી અલિપ્ત રહે છે, તેમ બાહ્ય સંયોગો વચ્ચે જ્ઞાની અલિપ્ત રહે છે.'
પ્રતીતિને બાધા નહીં આવતી હોવાથી સાંસારિક કાર્યમાં પ્રવર્તતા છતાં જ્ઞાનીને પ્રતિબંધ થતો નથી. આમ હોવા છતાં આ વાત એકાંતે નથી. જ્યાં સુધી વિશિષ્ટ અભ્યાસના બળથી જ્ઞાનનું સુસ્થિતપણું અને નિષ્કપપણું થયું હોતું નથી, ત્યાં સુધી જ્ઞાનીને પણ શુભાશુભ ઉપયોગના કારણે વિભાવનો પરિચય કરવાથી જ્ઞાનમાં શિથિલતા આવી શકે છે, કારણ કે જ્ઞાનના સંસ્કાર તો નવીન અને અલ્પ છે, જ્યારે વિભાવના સંસ્કાર તો અનાદિકાલીન અને અતિ દઢ છે. તેથી વિશેષ વિશેષ જાગૃતિ સહિત વારંવાર અભ્યાસ અને અનુપ્રેક્ષા કરવાની શ્રી જિને જ્ઞાનીને પણ આજ્ઞા કરી છે અને પ્રમાદને જરા પણ આધીન થયા વિના સતત સાવધાન રહેવાનો ઉપદેશ કર્યો છે. જ્ઞાનીને પણ વિષય-કષાયરૂપ અહિતકારી અને અશુદ્ધ ભાવોનો અનભ્યાસ, અપરિચય અને ઉપશમ કરવાની શ્રી જેિને આજ્ઞા કરી છે. શ્રીમદ્ લખે છે –
‘પ્રતિબંધ થતો નથી એ વાત એકાંત નથી, કેમકે જ્ઞાનનું વિશેષ બળવાનપણું જ્યાં હોય નહીં, ત્યાં પરભાવનો વિશેષ પરિચય તે પ્રતિબંધરૂપ થઈ આવવો પણ સંભવે છે; અને તેટલા માટે પણ જ્ઞાની પુરુષને પણ શ્રી જિને નિજજ્ઞાનના પરિચય-પુરુષાર્થને વખાણ્યો છે; તેને પણ પ્રમાદ કર્તવ્ય નથી, અથવા પરભાવનો પરિચય કરવા યોગ્ય નથી, કેમકે કોઈ અંશે પણ આત્મધારાને તે પ્રતિબંધરૂપ કહેવા યોગ્ય છે.૨
જેમ જેમ જીવ પુરુષાર્થના બળે વીતરાગતા વધારતો જાય છે, તેમ તેમ તેના રાગ-દ્વેષ મંદ થતા જાય છે અને ચારિત્રમોહનીય ક્ષીણ થતા જાય છે. પૂર્ણ વીતરાગતા પ્રગટતાં, અર્થાત્ જીવ પોતાના સચ્ચિદાનંદમય, અવિકારી, અકષાયી સ્વરૂપમાં અખંડપણે સ્થિર થતાં રાગ-દ્વેષનો સંપૂર્ણ ક્ષય થાય છે, ચારિત્રમોહનીયનો સંપૂર્ણ ક્ષય થાય છે. આમ, ક્રમે ક્રમે વિકસિત થતી વીતરાગ દશાને ગુણસ્થાનક આરોહણ ક્રમથી પણ સમજાવી ૧- જુઓ : પંડિત શ્રી દૌલતરામજીરચિત, છ ઢાળા', ઢાળ ૩, કડી ૧૫
દોષ રહિત ગુણ સહિત સુધી જે, સમ્યગ્દરશ સરૈ હૈ; ચરિતમોહવશ લેશ ન સંજમ, ૫ સુરનાથ જજૈ હૈ. ગેહી પૈ ગૃહમેં ન રમૈં, જ્યાં જલતેં ભિન્ન કમલ હે;
નગરનારિકો પ્યાર યથા, કાદેમેં હેમ અમલ હૈ.' ૨- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪ર૧ (પત્રાંક-પર૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org