________________
૩૧૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન કોઈ પણ રાષ્ટ્રમાં વિદેશીઓનું શાસન ત્યાં સુધી જ રહે છે કે જ્યાં સુધી ત્યાંની પ્રજા જાગી ન હોય, ત્યાંની પ્રજાને જગાડનાર કોઈ નેતા મળ્યો ન હોય. જ્યારે પ્રજા જાગી જાય છે, તેને જગાડનાર સમર્થ વ્યક્તિ મળી જાય છે, ત્યારપછી વિદેશી શાસન ત્યાં ટકી નથી શકતું. તેણે પોતાની સત્તા વહેલી-મોડી છોડવી જ પડે છે. તેમ આત્મા ઉપર મોહનું સામ્રાજ્ય ત્યાં સુધી જ રહે છે કે જ્યાં સુધી તે પોતાની શક્તિ પ્રત્યે જાગૃત થતો નથી, સ્વરૂપ પ્રત્યે જાગૃત કરાવનાર કોઈ સિદ્ધ સંત તેને મળતા નથી. આત્મજાગૃતિ આવતાં, સદ્ગુરુ દ્વારા જાગૃત થતાં જ કર્મ ખરવા લાગે છે. ચૈતન્યનો આવો વિકાસ થઈ શકે છે, કારણ કે તે સ્વતંત્ર છે. જો તે સ્વતંત્ર ન હોત તો તેનો વિકાસ ક્યારે પણ શક્ય ન બનત.
પ્રમાદી જીવને આવા દ્રવ્યસ્વતંત્રતાના સિદ્ધાંતો કરતાં કર્મના સિદ્ધાંતો ખૂબ ગમે છે. કર્મસિદ્ધાંતોનું અવળું અર્થઘટન કરી તે પોતાની અધાર્મિકતા પોષે છે. તે કર્મની આડમાં પોતાનો પ્રમાદ છુપાવે છે. તે કહે છે કે જ્યાં સુધી કર્મો છે ત્યાં સુધી છુટકારો ન થઈ શકે.' “જન્મોજન્મનાં કર્યો છે, તે આજે ને આજે તો પૂરાં નહીં થાય.” “સ્વાભાવિક છે કે જેટલાં કર્મો બાંધ્યાં છે તેટલાં ભોગવવાં તો પડશે.' (કર્મ માર્ગ આપશે ત્યારે ધર્મ થશે.” “એકદમ કોઈ ક્રાંતિ ન થઈ શકે.” “તત્ક્ષણ તો કંઈ મોહ ઘટશે નહીં.' ક્રમશઃ આત્મવિકાસ થશે.’ ‘ક્રમિક વિકાસ થતાં થતાં એક સમય આવશે ત્યારે કંઈક મહાન ઘટના બનશે.” આમ, તેને પુરુષાર્થ કરવાનાં પરિણામ જ ઉત્પન્ન થતાં નથી. વળી, તે દલીલ કરે છે કે જીવને જેવો જેવો કર્મનો ઉદય આવે, તેવા તેવા ભાવ તેને થાય. તે પોતાના રાગ-દ્વેષની જવાબદારી કર્મ ઉપર મૂકે છે. કર્મ આગળ પોતે લાચાર છે એમ ફરિયાદ કરે છે. તે એમ દર્શાવે છે કે તેના ભાવ કર્મના હાથમાં છે. કર્મ જ રાગ-દ્વેષ જગાડે છે અને મટાડે છે. કર્મ જ્યારે. જે રીતે, જેટલા રાગ-દ્વેષ કરાવે; ત્યારે, તે રીતે, તેટલા રાગ-દ્વેષ કરવા પડે છે. તેણે તો ફક્ત કર્મને આધીન વર્તવાનું છે. જેમ સૂરજ તપાવે ત્યારે તપી જવું, વરસાદ પડે એટલે ભીંજાઈ જવું; તેમ કર્મ રાગ-દ્વેષ કરાવે ત્યારે રાગ-દ્વેષ કરવા.
પ્રમાદી જીવ કર્મનો દોષ કાઢે છે, પરંતુ ખરેખર એ કર્મનો દોષ નથી, જીવના પોતાના પુરુષાર્થનો દોષ છે. જીવ પુરુષાર્થ કરવામાં સ્વતંત્ર છે. પોતાનાં પરિણામ કરવામાં પોતે સ્વતંત્ર છે. બહારમાં જે પણ ઉદયો આવે; જેમ કે શરીરમાં રોગ આવે, કોઈને ધન મળે, કોઈને ન મળે; તે બધા ઉદયોને જીવ ફેરવી નથી શકતો, પણ તે વખતે પોતાનાં પરિણામ કેવાં રાખવાં તેમાં તે સ્વાધીન છે. બહારના સંયોગો મળવા, પૈસા મળવા વગેરેમાં પુણ્ય-પાપ કારણ છે, પણ અંતરમાં જે રાગ-દ્વેષ, સંકલ્પ-વિકલ્પ થાય છે તે કર્મો નથી કરાવતાં. કર્મ તેમાં માત્ર નિમિત્ત જ છે. કર્મ જબરદસ્તીથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org