________________
૨૯૮
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન કરોડ રૂપિયા ગણ્યા કે નથી એનાં દર્શન કર્યા, તોપણ રાતોરાત એનો રુઆબ ફરી જાય છે; તેમ પોતાના પૂર્ણ, શુદ્ધ ચૈતન્યદ્રવ્યની ઓળખાણ થતાં જીવની ખુમારી, મસ્તી કરી જાય છે. ઘરે પર્સ ભૂલી ગઈ હોય તોપણ એનો રૂવાબ જોતાં જ ખ્યાલ આવી જાય છે કે એ કરોડપતિના ઘરની વહુ છે; તેમ સાધકને પરપદાર્થનું દીનપણું ન થતાં ત્રિકાળી, શુદ્ધ, ચિદાનંદસ્વભાવ પ્રત્યે જ દષ્ટિ જાય છે. તેણે આત્મા જાતે જોયો નથી તેથી શું? જેમ ગર્ભવતી બનેલી સ્ત્રીને નવ મહિના પછી સંતાનનાં દર્શન થાય છે, પરંતુ એનું માતૃત્વ તો પ્રારંભથી જ જાગૃત થઈ જાય છે; તેમ ભલે સાધકે આત્માનાં દર્શન ન કર્યા હોય, પણ જ્ઞાની ભગવંત પાસે ચૈતન્યનિધિની અપૂર્વ વાતો સાંભળી હોવાથી તેને આત્માનો સાચો મહિમા જાગે છે અને ખુમારી પ્રગટે છે. પરંતુ જેમ તે ગરીબ કન્યા કરોડપતિની વહુ થવા છતાં પણ જો એના ઐશ્વર્યમાં એકતા ન કરે તો એ બધે ભિખારીવેડા કરતી ફરે છે; તેમ પોતાના પૂર્ણ, શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવમાં એકતા ન કરતાં, પોતાનાં સુખ-શાંતિ બહારથી આવે છે એમ માનનાર જીવ જડ વિષયો પાસે ભીખ માંગવા જાય છે. જીવે અનંત કાળ આ રીતે ભિખારીવેડામાં જ કાઢ્યો છે અને દુઃખી થયો છે. પોતાના જ્ઞાનાનંદસ્વભાવને ભૂલીને પણ સામે દષ્ટિ કરતાં દુઃખ જ થાય છે. પર તરફ લક્ષ કરવાથી દુઃખનો અનુભવ થાય છે, પરંતુ પોતાના જ્ઞાનાનંદસ્વભાવનો આશ્રય કરતાં સ્વાભાવિક સુખ પ્રગટે છે.
પોતાના ચૈતન્યપદમાં જીવે સ્થિર થવાનું છે. આત્મામાં જ પરિણતિ જોડવાની છે અને પર સાથેની તન્મયતા તોડવાની છે. અનાદિથી જીવનો ઉપયોગ પરમાં જ અટકેલો છે. જીવ અનાદિથી પ્રત્યેક સમયે પરમાં જોડાણ કરી રાગાદિ કરતો રહ્યો છે. તે સ્વલક્ષ ચૂકીને પરમાં ઠીક-અઠીકપણાની, લેવા-મૂકવાની વૃત્તિ કરે છે; પરંતુ તેનો સ્વભાવ માત્ર પરને જાણવાનો છે, પરમાં કાંઈ કરવાનો નથી. ‘પરનું કરી શકું' એમ માનવું તે અજ્ઞાનતા છે. ચૈતન્યનું સ્વામિત્વ ચૈતન્યમાં છે, છતાં અજ્ઞાન અવસ્થા હોવાથી જીવે પરનું સ્વામિત્વ માન્યું છે. તે પરનું કરી શકતો નથી, છતાં પરનું કરવા મથી રહ્યો છે. પોતે ચૈતન્ય તરફ દૃષ્ટિ કરે તો પોતે પોતાનું કરી શકે છે. પોતાની પર્યાય શુદ્ધરૂપે પરિણમાવી શકે છે. પોતે સ્વભાવનું લક્ષ કરે તો શુદ્ધ પર્યાય પ્રગટ થાય છે.
આવું નિર્મળ પરિણમન પ્રગટાવવા જીવ સ્વાધીન છે. જીવ જો પરલક્ષ છોડી સ્વભાવમાં રહેવા ઇચ્છે તો કોઈ તેને બાધારૂપ થઈ શકતું નથી એવો તેનો અવ્યાબાધ સ્વભાવ છે. તેથી તેણે ઉપયોગને પરમાં વેડફવાનું બંધ કરવું જોઈએ. પરને જાણવામાંથી ઉપયોગને પાછો ખેંચી સ્વને જાણવામાં લગાડવો જોઈએ. ઉપયોગને પરમાંથી છોડાવી, સ્વરૂપમાં લગાવતાં સ્વાનુભવની પ્રાપ્તિ થાય છે. સ્વાનુભવનો ઇચ્છુક વિભાવની પ્રવૃત્તિથી નિવૃત્ત થઈ આત્મામાં જ પરિણતિ જોડવાનો અભ્યાસ કરે છે. તે પોતાના જ્ઞાનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org