________________
ગાથા-૧૦૧
૨૮૯ જેની એક સમયની અવસ્થામાં અનંત પદાર્થોને જાણવાની તાકાત છે એવા જ્ઞાન ગુણના અપાર સામર્થ્યનું શું કહેવું? ચારે બાજુ અમાપ, જેનો કોઈ અંત નથી એવું અનંત બેહદ આકાશ, તેને પણ એક સમયમાં જે પ્રત્યક્ષ કરી લે છે અને એના કરતાં પણ અનંતગણું જાણવાનું જેનું સામર્થ્ય છે એવી જ્ઞાનની શક્તિ છે, તો એનો મહિમા કેટલો? જેના એક અંશમાં આટલી શક્તિ છે એવા અનંત અંશના સમૂહરૂપ જ્ઞાન ગુણ છે. આત્મા આવા જ્ઞાનસામર્થ્યથી ત્રિકાળ ભરપૂર છે. આમ, શ્રીમદે આત્માને “ચૈતન્યમય' કહી આત્મા સ્વપરપ્રકાશક છે, જ્ઞાનસ્વરૂપ છે, જ્ઞાયકસ્વભાવી છે એમ દેઢ કરાવ્યું છે. આત્માના ચૈતન્ય લક્ષણનું વિવરણ કરતાં શ્રીમદ્ લખે છે –
સ્પષ્ટ પ્રકાશપણું, અનંત અનંત કોટી તેજસ્વી દીપક, મણિ, ચંદ્ર, સૂર્યાદિની કાંતિ જેના પ્રકાશ વિના પ્રગટવા સમર્થ નથી, અર્થાત્ તે સર્વ પોતે પોતાને જણાવા અથવા જાણવા યોગ્ય નથી. જે પદાર્થના પ્રકાશને વિષે ચૈતન્યપણાથી તે પદાર્થો જાણ્યા જાય છે, તે પદાર્થો પ્રકાશ પામે છે, સ્પષ્ટ ભાસે છે, તે પદાર્થ જે કોઈ છે તે જીવ છે. અર્થાત્ તે લક્ષણ પ્રગટપણે સ્પષ્ટ પ્રકાશમાન, અચળ એવું નિરાબાધ પ્રકાશ્યમાન ચૈતન્ય, તે જીવનું તે જીવપ્રત્યે ઉપયોગ વાળતાં પ્રગટ દેખાય છે.” (૩) આત્મા “સર્વાભાસ રહિત છે.
વસ્તુસ્વરૂપનું યથાર્થ ઓળખાણ થવા માટે તેને અસ્તિ-નાસ્તિરૂપે સમજાવવાની પૂર્વાચાર્યોની શૈલીને અનુસરતાં શ્રીમદે અહીં બન્ને અપેક્ષાએ આત્મસ્વરૂપની ઓળખાણ કરાવી છે. આત્મા “ચૈતન્યમય' છે એમ અસ્તિથી નિરૂપણ કર્યા પછી હવે તેને “સર્વાભાસ રહિત' કહી, તેનું નાસ્તિરૂપ કથન કર્યું છે. આ વિશ્વના સર્વ પદાર્થો અનેકાંતયુક્ત છે, વિભિન્ન ગુણધર્મો સહિત છે. જેમ સ્વની અપેક્ષાએ ભાવ (સદ્ભાવ) તે પદાર્થનું સ્વરૂપ છે, તેમ પરની અપેક્ષાએ અભાવ તે પણ પદાર્થનો ધર્મ છે. દરેક દ્રવ્યમાં સ્વની અસ્તિ છે, પરની નાસ્તિ છે. બન્ને રીતે પદાર્થનું સ્વરૂપ સમજવા યોગ્ય છે. માત્ર ભાવ જ વસ્તુનો ધર્મ નથી, અભાવ પણ તેનો ધર્મ હોવાથી તેને માન્યા સિવાય વસ્તુવ્યવસ્થાનું યથાર્થ જ્ઞાન થતું નથી. તેથી અભાવનું સ્વરૂપ પણ સમજવા યોગ્ય છે.
અસ્તિથી નિરૂપણ કરતાં શ્રીમદે આત્મા ચૈતન્યમય છે - જ્ઞાનમય છે એમ કહ્યું. આત્મા જ્ઞાનસ્વરૂપ છે. હવે નાસ્તિથી નિરૂપણ કરતાં કહે છે કે શરીરાદિ અથવા રાગાદિ આત્માનું સ્વરૂપ નથી. આત્મા પરરૂપે નથી. જડ અને રાગાદિની આત્મામાં નાસ્તિ છે. આત્મસ્વરૂપ તેનાથી તદ્દન જુદું છે. તેનો કોઈ ગુણ જડરૂપે કે રાગરૂપે નથી. નાસ્તિથી સમજણ થતાં સ્વ-પરના ભિન્નપણાનો ખ્યાલ રહે છે. આત્મામાં પરની નાસ્તિ સમજાતાં શાંતિ રહે છે. શરીર, પૈસા વગેરે ચાલ્યા જવાથી આત્મામાંથી કાંઈ ચાલ્યું જતું નથી, ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૬૮-૩૬૯ (પત્રાંક-૪૩૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org