________________
ગાથા-૧૦૧
૨૮૫ (૧) આત્મા “સત્' છે.
‘સત્' એટલે સત્તા, અસ્તિત્વ, હોવાપણું. અસ્તિત્વ ગુણના કારણે દ્રવ્યનો કદી નાશ નથી થતો. દરેક દ્રવ્યમાં અસ્તિત્વ ગુણ હોવાથી દરેક દ્રવ્ય અવિનાશી છે, સદાકાળ સ્થાયી રહેનાર શાશ્વત પદાર્થ છે. જે વર્તમાનમાં વિદ્યમાન છે તે ત્રણે કાળમાં વિદ્યમાન છે, કારણ કે જે વસ્તુ વિદ્યમાન હોય તે ત્રણે કાળ હોય અને જે વિદ્યમાન ન હોય તે ત્રણે કાળમાં ક્યારે પણ ન હોય. જગતમાં જે પદાર્થોનું અસ્તિત્વ નથી તે પદાર્થ ક્યારે પણ ઉત્પન્ન થઈ શકે નહીં અને જે પદાર્થ સતું છે - અસ્તિત્વવાન છે તેનો કદી નાશ થઈ શકે નહીં.
આત્મા પણ દ્રવ્ય છે, તેથી તે ત્રિકાળી છે. આત્મદ્રવ્ય સ્વતઃસિદ્ધ છે. તે સ્વાભાવિક પદાર્થ છે. કોઈ સંયોગોથી તેની ઉત્પત્તિ થતી નથી. તેનો ક્યારે પણ વિનાશ થતો નથી. તેની વિદ્યમાનતા તથા રક્ષા માટે અન્ય કોઈ દ્રવ્યની જરૂર પડતી નથી. શરીરાદિ તેને ટકાવતાં નથી, અર્થાત્ શરીર, આહાર, પૈસા, પ્રાણ ઇત્યાદિના આધારે તેનું ટકવાપણું નથી. પોતાની અનંત શક્તિ વડે તે સ્વયંરક્ષિત છે. તેણે અન્ય કોઈ પણ ચેતન કે જડ દ્રવ્ય ઉપર આધાર રાખવાની જરૂર નથી. આમ, અનુત્પન્ન અને અવિનાશી એવા આત્માની સ્વરૂપ સત્તા સદાકાળ સ્વતંત્રપણે રહે છે. આત્માનું આવું ત્રિકાળીપણું શ્રીમદે “સત્' શબ્દ દ્વારા દઢ કરાવ્યું છે.
‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર'માં દ્રવ્યનાં લક્ષણ ત્રણ પ્રકારે બતાવ્યાં છે – (૧) “સાળમ્ '
દ્રવ્યનું લક્ષણ સત્ (અસ્તિત્વ) છે. (૨) “ઉતા-વ્યય-ધ્રૌવ્યયુવત્ત સત્ !”
જે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સહિત હોય તે સતુ. (૩) “જુગપર્યાયવ દ્રવ્યમ્ !'
ગુણ-પર્યાયવાળું દ્રવ્ય છે.
પ્રથમ સૂત્રમાં દ્રવ્યનું લક્ષણ ‘સતું' બતાવ્યું, અર્થાત્ જેનું જેનું અસ્તિત્વ છે તે તે દ્રવ્ય છે. આ અસ્તિત્વ ગુણના કારણે વિશ્વમાં જીવદ્રવ્ય અને પુગલાદિ પાંચ અજીવદ્રવ્યો ૧- આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર', અધ્યાય ૫, સૂત્ર ૨૯,૩૦,૩૮ નોંધ : પ્રથમ સૂત્ર માત્ર દિગંબર પરંપરાના 'તત્ત્વાર્થ સૂત્ર'માં જોવા મળે છે. બીજાં બે સૂત્ર શ્વેતાંબર-દિગંબર બને પરંપરાના ‘તત્ત્વાર્થ સૂત્રમાં જોવા મળે છે. શ્વેતાંબર પરંપરાના ‘તત્ત્વાર્થ સૂત્ર'માં તેનો આંક ૩૦ને બદલે ૨૯ અને ૩૮ને બદલે ૩૭ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org