________________
ગાથા-૧૦૦
૨૬૯
પોતાનાં આ દુ:ખો માટે જીવ પોતે જ જવાબદાર છે, અન્ય કોઈ નહીં. કોઈ અન્ય પદાર્થ જીવને રાગ-દ્વેષ કરાવતું નથી કે દુ:ખી કરતું નથી. જીવ સ્વયં રાગ-દ્વેષ કરી દુ:ખી થાય છે. પરંતુ તે બીજા ઉપર આરોપ કરે છે કે બીજા મને ક્રોધ કરાવે છે, બીજા મને દુઃખી કરે છે.' પોતાનું સંચાલન જીવ પોતે જ કરે છે. તે પોતે જ ક્રોધ કરી પોતાને દુઃખી કરે છે. જે દિવસે જીવ પોતાના કાર્યના કર્તા તરીકે પોતાને સ્વીકારશે, તે દિવસે તેના સુધરવાની શરૂઆત થશે. ‘મારી હોડીનું સુકાન મારા હાથમાં જ છે' એમ નિર્ણય થતાં જ જીવ પોતાની હોડીની દિશા અને ગતિ બદલી શકે છે. જીવે પોતે જ કચરો એકઠો કર્યો છે, માટે તેને કાઢવો પણ પોતે જ પડશે. બહુ બહુ કાળ પર્યંત જીવ બહિર્મુખ રહ્યો છે. દુઃખમાંથી મુક્ત થવું હોય તો તેણે સ્વસખ થવું જ પડશે અને તેમ કરવાનું સામર્થ્ય જીવમાં છે જ. ભૂલ અને વિકાર ટાળવાની તાકાત પ્રત્યેક સમયે દરેક આત્મામાં છે. વર્તમાન ઊંધી માન્યતાની ભૂલ ક્ષણિક અવસ્થા પૂરતી છે. સ્વભાવે તો તે જ્ઞાન-આનંદઘન પરમાત્મા છે. તે સ્વાધીન, સ્વતંત્ર, પૂર્ણ પ્રભુતા ધરાવનાર છે. ‘હું બેહદ સામર્થ્યવંત, ચિદાનંદઘન, કૃતકૃત્ય, પૂર્ણ જ્ઞાયકપરમાત્મા છું' એવા ભાન વડે ભૂલ ટળતાં સહજ મોક્ષદશા પ્રગટ થાય છે.
આમ, મિથ્યાદર્શન અને મિથ્યાજ્ઞાનના કારણે અજ્ઞાનીને પરપદાર્થ પ્રત્યે ઇષ્ટઅનિષ્ટબુદ્ધિ થાય છે. પુણ્ય-પાપનાં ફળમાં પોતાને લાભ-નુકસાન થાય છે એમ તે માને છે. પુણ્ય-પાપનાં ફળ અનુસાર પદાર્થોના સંયોગ-વિયોગ થતાં પ્રાપ્ત સંયોગોને અનુકૂળપ્રતિકૂળ માનીને તેનાથી ‘હું સુખી-દુઃખી છું' એવી કલ્પના વડે રાગ-દ્વેષ કરે છે. ધન, સાનુકૂળ સ્ત્રી, આજ્ઞાંકિત પુત્રાદિના સંયોગ થતાં રાગ કરે છે; નિર્ધનતા, કર્કશા સ્ત્રી, સ્વચ્છંદી પુત્રોનો સંયોગ થતાં દ્વેષ કરે છે. આ રાગ-દ્વેષ તે જ મિથ્યાચારિત્ર છે. મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર એ જ મુખ્યપણે કર્મની ગાંઠ છે. આ સઘળા વિકા૨ો મોક્ષમાર્ગના અવરોધક છે. તેની સત્તા રહે ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ પૂર્ણતા પામી શકે નહીં. એ વિકારોની નિવૃત્તિ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રથી થાય છે. તત્ત્વપ્રતીતિના આધારે ઉપયોગને જ્ઞાનાનંદસ્વરૂપી આત્મામાં જોડવો એ જ મોક્ષનો માર્ગ છે.
સ્વરૂપનો નિર્ણય-નિશ્ચય કરીને સ્વરૂપસ્થ થવું એ જ મુક્તિનો માર્ગ છે. શરીર આદિ રચના પૌદ્ગલિક છે. ઇન્દ્રિયોથી જે અનુભવાય છે તે બધું જ પુદ્ગલ છે, પર છે, આત્માથી ભિન્ન છે. પુદ્ગલ જડ છે. તેમાં જાણપણું નથી, સુખ-દુ:ખની લાગણી નથી. પુદ્ગલ એટલે જેમાં પ્રતિસમય વધ-ઘટ ચાલી રહી છે તેવું દ્રવ્ય. પુદ્ગલની સ્વતંત્ર શક્તિની જેને ખબર નથી તેને એમ લાગે છે કે જીવના કર્યા વિના જડ પુદ્ગલની ક્રિયા થઈ શકે નહીં. આ માન્યતા મિથ્યા છે, દષ્ટિની ભૂલ છે અને તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org