________________
ગાથા-૯૯
૨૩૭
છે. જો કારણ વગર પણ કાર્ય થઈ જતું હોય તો સુજ્ઞજન કારણમાં પ્રવૃત્તિ કરે નહીં. જો કે તેઓ ચારિત્રાદિને મોક્ષનું કારણ માની તે કારણમાં પ્રવૃત્ત થાય છે, તેથી જણાય છે કે કારણ-કાર્યભાવ એ સાચો ભાવ છે, અર્થાત્ દરેક કાર્યનું કારણ હોય છે.
આ વિષે અનુપાયવાદીઓ એમ કહે છે કે ચારિત્રાદિ પામેલો જીવ મોક્ષ પામે છે એ તો કાકતાલીય ન્યાય જેવું છે, અર્થાત્ જેમ કોઈ વૃક્ષ ઉપર બેઠેલો કાગડો ઊડે ત્યારે તે વૃક્ષની કોઈ ડાળી તૂટે તો તે કાગડાના ઊડવાને ડાળના તૂટી પડવાનું કારણ કહેવાતું નથી; તેમ કોઈ જીવ ચારિત્ર લઈને મોક્ષ પામે એટલામાત્રથી કાંઈ ચારિત્રને મોક્ષનું કારણ કહેવાય નહીં. આ વાત યથાર્થ નથી, કેમ કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર અને મોક્ષ વચ્ચે કારણ-કાર્યન્યાય છે, કાકતાલીય ન્યાય નથી. વળી, જેવું સર્યું હશે એવું થશે” એવું જો કહીએ તો સઘળી બાબતોમાં સંદેહ જ ઊડ્યા કરે કે શું સર્યું હશે?' “આમ કરીશ અને સર્જાયું કાંઈ બીજું હશે તો?' આવો સંદેહ ઊપજવાથી કોઈ પ્રવૃત્તિ જ થઈ શકશે નહીં, પણ પ્રવૃત્તિ તો થાય છે અને તે પણ ઇષ્ટ સાધનતાના નિશ્ચયથી થાય છે; અર્થાત્ પોતાને જે કાર્ય ઇષ્ટ છે તેનું આ સાધી આપનાર કારણ - સાધન છે એવા નિશ્ચયથી જ તે કારણમાં પ્રવૃત્તિ થાય છે.
‘જે સર્યું હશે તે થશે' એવું જે જીવ બોલ્યા કરે છે, તેને ઘટાદિ કાર્યના અવ્યભિચારી કારણભૂત દંડાદિ અંગે કેમ વાંધો પડે? તે અંગે પણ તે “જે સર્યું હશે તે થશે' એમ શા માટે બોલતો નથી? અને ઘટાદિ બનાવવા હોય ત્યારે એવું બોલીને બેસી રહેવાને બદલે દંડાદિને શોધવા શા માટે નીકળી પડે છે? “સર્યું હશે તે જ થાય છે, એને માટે આપણે કાંઈ કરવાની જરૂર નથી' એવું જો માને છે તો ભૂખ લાગે ત્યારે ભોજન માટે શું કામ દોડધામ કરે છે? 'ભોજન જો સર્યું હશે તો મળી જશે' એમ વિચારીને એક ખૂણામાં છાનોમાનો કેમ બેસી રહેતો નથી? આવાં ભોગકાર્યોમાં મહેનત કર્યા વગર તો શી રીતે મળે?' એમ બોલીને ઉદ્યમને આગળ કરે છે. સંસારનાં કાર્યો જેવા કે પૈસા રળવા વગેરે આરંભ-સમારંભ કરવામાં “જે સર્યું હશે તે થશે' એવા કુતર્કો લગાડતો નથી અને ધર્મની બાબતમાં જ ગળિયો બળદ બની જાય છે અને ત્યાં આવા કુતર્કો લગાડે છે. જો તે લૌકિક કાર્યોમાં પુરુષાર્થ કરતો હોય તો તેને ‘નિયતિ' ઉપર શ્રદ્ધા છે એમ કેવી રીતે કહી શકાય? નિયતિ ઉપર ખરી શ્રદ્ધા હોય તેને તો લૌકિક કે અલૌકિક બને દિશામાં કંઈ પણ કરવાનો વિકલ્પ ન ઊઠે. જે લૌકિક કાર્યોમાં પોતાની કલ્પના અનુસાર પરિવર્તન કરવાનો પુરુષાર્થ કરતો હોય તેને નિયતિ ઉપર વિશ્વાસ જ નથી અને પાછો કહે છે કે મોક્ષમાર્ગ તો નિયતિને આધીન છે. મોક્ષમાર્ગને નિયતિ ઉપર છોડવો અને સંસારમાર્ગે પુરુષાર્થ કરવો તે સ્પષ્ટપણે સંસારનો પક્ષપાત અને ધર્મનો વેષ સૂચવે છે. તે સંસારક્ષેત્રે શત્રુ, ચોર, વ્યભિચારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org