________________
૨૩૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન વિપરીત ભાવથી મોક્ષ થાય.
આત્મા કર્મ બાંધી શકે એવાં આસવનાં પ૭ દ્વાર છે, જે બધાં કર્મબંધનાં કારણો છે. તેમાં પાંચ મિથ્યાત્વ, બાર અવિરતિ, પચ્ચીસ કષાય અને પંદર યોગ આવે છે. આ પ૭ કારણોનું જીવ જેટલું વધારે સેવન કરે તેટલાં વધારે કર્મો બાંધે છે. આ બંધનો માર્ગ છે. જેમ જેમ તે કારણોને જીવ છેદતો જાય છે, તેમ તેમ તેના સંસારનો અંત નિકટ આવતો જાય છે. આ પ૭ કારણો છેદાતાં જતાં અધિક અધિક ગુણોવાળી દશા પ્રાપ્ત થતી જાય છે. કર્મબંધનાં આ કારણોને રોકીને આત્મસ્વરૂપમાં વર્તે એવી જે દશા તે સંવર અથવા મોક્ષનો માર્ગ છે અને મોક્ષમાર્ગમાં વર્તતાં સંસારનો ક્ષય થાય છે.
- ગાથા ૯૨માં શિષ્ય મોક્ષના અવિરુદ્ધ ઉપાય વિષે જે દલીલ કરી હતી, વિશેષાર્થ
1 તેનું સમાધાન શ્રીગુરુ ગાથા ૯૯ થી ૧૦૪ દ્વારા કરે છે. આ ગાથાઓમાં શ્રીગુરુ મોક્ષ પ્રાપ્ત કરવાની સુવિધિ બતાવે છે, અર્થાત્ મોક્ષના યથાર્થ ઉપાયનું નિરૂપણ કરે છે. મોક્ષનો ઉપાય શું છે તેની વિચારણા કરતાં પહેલાં મોક્ષના ઉપાયના અસ્તિત્વની સિદ્ધિ થવી જોઈએ. પ્રસ્તુત ગાથાની વિસ્તૃત વિચારણા કરતાં પહેલાં “મોક્ષઉપાય'ની સિદ્ધિ વિષે પ્રાસ્તાવિક વિચારીએ.
મોક્ષના અનુપાયવાદીઓ એમ કહે છે કે મોક્ષસ્થાનક કદાપિ સંભવતું હોય તોપણ તેને પામવાનો કોઈ ઉપાય સિદ્ધ થતો નથી. ગાથા ૯૨ના વિવેચનમાં મોક્ષના ઉપાયનો નિષેધ કરનાર પક્ષની અમુક દલીલો દર્શાવી હતી. તે દલીલોની કઈ રીતે નિરર્થકતા છે તે અહીં જોઈએ – દલીલ ૧ - મોક્ષના ઉપાયનો નિષેધ કરનાર પક્ષની એક દલીલ એ છે કે મોક્ષ માત્ર નિયતિથી જ સાધ્ય છે. તે જ્યારે થવાનો હશે ત્યારે જ થશે. તે પહેલાં અનેક ઉપાય કરવામાં આવે તો પણ મોક્ષ થઈ શકે નહીં. નિયતિવાદીઓ મોક્ષનો સ્વીકાર કરતા હોવા છતાં મોક્ષનો ઉપાય સ્વીકારતા નથી. સમાધાન ૧ – અનુપાયવાદીઓ સંસાર ટળવાથી પ્રાપ્ત થનાર મોક્ષને કાર્યભૂત માને છે અને તેના કારણને માનતા નથી. આ માન્યતા સ્વપ્રવૃત્તિનો જ વ્યાઘાત કરનારી છે. કાર્ય સ્વીકારવું અને કારણ ન સ્વીકારવું તે ન્યાયયુક્ત નથી. સર્વ કાર્યો કારણથી જ ઉત્પન થાય છે, કેમ કે કારણ વિના કાર્યની ઉત્પત્તિમાં વિરોધ આવે છે. દરેક કાર્યનાં કારણો હોય છે અને તેથી કાર્યાર્થી જીવ કારણમાં પ્રવૃત્તિ કરી તે જ કાર્યને સિદ્ધ કરે ૧- જુઓ : આચાર્યશ્રી વીરસેનજીકૃત, ધવલા', પુસ્તક ૬, ખંડ ૧, ભાગ ૯, સૂત્ર ૯, ગાથા ૬,
પૃ.૪૨૧ 'उप्पज्जमाणं सव्वं हि कज्जं कारणादो चेव उप्पज्जदि, कारणेण विणा कज्जुष्पत्तिविरोहादो ।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org