________________
ગાથા-૯૮
૨૩૧ આમ, પરલક્ષી શ્રુતાભ્યાસ આત્માને ઉપયોગી થઈ શકતો નથી. સ્વલક્ષી શ્રુતાભ્યાસ જ સ્વરૂપ પ્રતીતિ કરાવી શકે છે. પરલક્ષી શ્રુતાભ્યાસ વિપરીત શ્રદ્ધાને સુલટાવવા સમર્થ નથી. સ્વલક્ષી શ્રુતાભ્યાસ ભાવના ઊંડાણમાં જાય છે, જેથી જીવમાં સ્વભાવ અને વિભાવની પરખ કરવાની ક્ષમતા આવે છે; જ્યારે પરલક્ષી શ્રુતાભ્યાસ પૂળપણે ઉપર ઉપર પ્રવર્તીને માત્ર ધારણારૂપે રહે છે. સ્વલક્ષી શ્રુતાભ્યાસથી થયેલો આત્મસ્વરૂપનો નિર્ણય સ્વરૂપની અનન્ય રુચિ, સ્વરૂપનો અચિંત્ય મહિમા અને અંતર્મુખી પુરુષાર્થનું જોર ઉત્પન્ન કરે છે; જ્યારે પરલક્ષી શ્રુતાભ્યાસથી થયેલો નિર્ણય સ્વરૂપનો મહિમા, તેની રુચિ તથા તેનો પુરુષાર્થ જાગૃત કરી શકતો નથી. આ રીતે સ્વલક્ષી શ્રુતાભ્યાસ જ સ્વરૂપસ્થિરતાનું કારણ થઈ શકે છે.
સાધકનું સ્વલક્ષી જ્ઞાન શ્રવણ, વાંચન, મનન અને નિદિધ્યાસનના ક્રમે આગળ વધતાં સ્વાનુભવ સુધી પહોંચે છે. આ જ્ઞાનભાવમાં જ પરમાર્થજીવન છે. પોતાના નિર્મળ જ્ઞાનાનંદધામમાં વાસ કરવારૂપ પવિત્ર જીવન તે સાચું જીવન છે. આવા જીવનની પ્રાપ્તિ માટે સાધક સ્વરૂપની રુચિ અને ઉલ્લાસપૂર્વક સર્વ પરભાવથી રહિત એવા શુદ્ધાત્મામાં દષ્ટિ સ્થાપે છે. તેનું પરિણમન વેગથી સ્વભાવસમ્મુખ થાય છે. ચેતનથી અન્ય જે પરભાવ તે બધાને ભેદજ્ઞાન વડે પોતાથી જુદા કરી તે પોતાના સહજ સ્વરૂપમાં સ્થિત થાય છે. ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે કે –
‘આવી નિજવાસરૂપ - કેવલ જ્ઞાન પરિણતિરૂપ જ્ઞાનમય ભાવથી કર્મમય અજ્ઞાનભાવ નાશ પામે, તક્ષણ વિલય પામી જાય, એ સ્પષ્ટ સમજાય એવી સિદ્ધ હકીકત છે, નિશ્ચય સિદ્ધાંત છે. જેમ પ્રકાશ થતાં “ઘણા કાળનો અંધકાર તત્પણ નાશ પામે છે, તેમ મોક્ષભાવરૂપ નિવાસમય જ્ઞાનજ્યોતિનો પ્રકાશ થતાં કર્મભાવરૂપ અજ્ઞાન અંધકાર તસણ નાશ પામે છે. આ સમર્થ દષ્ટાંત પરથી અનંત કાળના કર્મ પણ કેવી સુગમતાથી છેદાય છે - સર્વનાશ પામે છે, તે સિદ્ધાંત સમજવો સુગમ પડે છે.”
અંધકાર ભલે ગમે તેટલાં વર્ષોનો હોય, પરંતુ પ્રકાશ આવતાં તે તત્પણ દૂર થાય છે; તેમ અજ્ઞાન ભલે અનાદિ કાળનું હોય, પરંતુ જ્ઞાન પ્રગટતાં તે તત્પણ દૂર થાય છે. જેટલો કાળ અજ્ઞાનમાં ગયો તેટલો કાળ અજ્ઞાન દૂર થવામાં નથી લાગતો, કેમ કે વિકાર કરતાં સ્વભાવ તરફનું વીર્ય અનંતું છે; તેથી તે અલ્પ કાળમાં જ જ્ઞાનભાવને સાધે છે. ભોગભૂમિ, સ્વર્ગલોક, વિદ્યાધરોની ભૂમિ, નાગલોકની ભૂમિ આદિ પ્રાપ્ત કરવા જીવને ખૂબ પરિશ્રમ કરવો પડે છે અને ત્યાંનાં સુખ તો ક્ષણભંગુર અને ખરેખર દુઃખનાં જ રૂપાંતર છે; જ્યારે શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માની પ્રાપ્તિ અતિ ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ.૩૧૫-૩૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org