________________
૨૧૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન જ જાણે તો તે યથાર્થ જ્ઞાન નથી. જેની તરફ ઇશારો કરી શકાય, જેને આંગળીથી જણાવી શકાય તે ‘આ’ છે અને જે જોઈ-જણાવી શકાતું નથી, પણ જેની સત્તા છે, જે જાણી શકાય છે તે “તે' છે. દેહાદિ અવસ્થાઓ કે ક્રોધાદિ અવસ્થાઓ “આ' છે અને આત્માનું શુદ્ધ ચેતનત્વ 'તે' છે. ‘આ’ની સાથે મા, બાપ, સ્ત્રી, પુત્ર, પદ, સંપ્રદાય, ભાષા, દેશ ઇત્યાદિ જોડાયેલાં છે. આ બધાં ‘આ’ના હિસ્સેદાર છે, ‘તે'ના નહીં. ‘તે' કોઈની સાથે જોડાયેલ નથી. 'તે' કોઈનો જ સંબંધી કે સગો નથી. ‘તે' એકલો છે.
“તે કેન્દ્ર છે અને ‘આ’ પરિઘ છે. કેન્દ્ર એક બિંદુરૂપ છે અને પરિઘ અંતહીન વર્તુળ છે. જ્ઞાની પુરુષો કહે છે કે જો ‘આ’નું અતિક્રમણ કરવામાં આવે તો તે હાથવેંત છે. કેન્દ્ર ઉપર જવું હોય તો પરિઘને ઉલ્લંઘવો પડે જ. અનાદિથી પરિઘ ઉપર દોટ લગાવી છે, પણ કેન્દ્ર સુધી પહોંચાયું નથી. ત્યાં પહોંચવા માટે તો કેન્દ્ર તરફ મુખ કરી એક છલાંગ લગાવવી પડે છે. જ્યારે જીવ નિર્વિકલ્પ અવસ્થામાં હોય છે ત્યારે તે તે'માં છે અને જ્યારે વિચારયુક્ત છે ત્યારે તે ‘આ’માં છે, કારણ કે જ્યારે જીવ વિચારમાં છે ત્યારે તે આત્મામાં નથી. જેમ જેમ વિચારની દિશા ‘તે' તરફ વળતી જાય છે, તેમ તેમ જીવ ‘આ’ થી દૂર થતો જાય છે અને તેની નજીક આવતો જાય છે. “આ' દૂર ને દૂર હડસેલાતો જાય છે અને તેનું આકર્ષણ વધતું જાય છે. તેનો અનુભવ થતાં ‘આ’નું આકર્ષણ મટી જાય છે અને સર્વત્ર 'તે'નાં જ દર્શન થાય છે. ‘આ’થી દૂર જવું છે અને ‘તે' રૂપ રહેવું છે - આવી ભાવનાવાળી વ્યક્તિ મુમુક્ષુ કહેવાય છે.
જો જીવ પોતાનું સુખ, સલામતી અને અસ્તિત્વ ‘આ’માં જ માનતો રહેશે તો તેનું દુ:ખ ક્યારે પણ નહીં ટળે અને જો તે પોતાનું સુખ, સલામતી અને અસ્તિત્વ 'તે'માં માનશે તો દુઃખી હોવાનું કે થવાનું કોઈ કારણ નથી. ઉદાહરણ તરીકે -- નાટકમાં ઊતરનાર વ્યક્તિ ‘તે' છે અને જે પાત્રનો તે અભિનય કરે છે તે ‘આ’ છે. અભિનય કરતી વખતે પણ તેને ખબર છે કે પોતે કોણ છે. ‘આ’ને નાટકમાં જે લાભ-હાનિ, યશ-અપયશ, જીવન-મરણ થાય છે, તેનાથી તેને કોઈ લાભ-હાનિ કે સુખ-દુઃખ નથી થતાં, કારણ કે તેણે પોતાની જાતને ‘તે'માં સ્થાપિત કરી છે. તેને માટે તે' નજીક છે અને ‘આ’ દૂર છે. ધારો કે અભિનેતા અભિનય કરતી વખતે પોતાના મૂળ રૂપને ભૂલી જાય અને નાટકમાં ભજવવાના પાત્રને પોતાનું રૂપ માની લે તો તે ચૂકી જાય છે. તે દુઃખી થવા લાગે છે. જો અભિનય કરનારને તેના અસલી રૂપની ખાતરી કરાવી દેવામાં આવે તો તે અભિનય કરતો રહે છતાં અંદરથી દુ:ખી થતો અટકી જશે. આ જ સાચો ઇલાજ છે. નાટકના પાઠ બદલવાથી તેનું દુઃખ મટશે નહીં, પરંતુ પોતાના મૂળ સ્વરૂપની જો પાકી ખાતરી હશે તો ગમે તે પાઠ ભજવશે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org