________________
ગાથા-૯૭
૨૦૭ અવસર મળે છે ત્યારે આનંદ થાય છે, બંધનમુક્ત થવાની હોંશ આવે છે. તે તો આત્માના આનંદમાં લીન થવાની, મુક્તદશા પામવાની ભાવના ભાવે છે. તે બાહ્ય સંયોગાદિની સર્વ તૃષ્ણાની આગને બુઝાવીને આત્મપ્રાપ્તિ કરવાનો, ક્ષણિક જીવનથી ઊઠીને શાશ્વતનાં દર્શન કરવાનો સંકલ્પ કરે છે.'
તે આસનભવ્ય જીવ પોતાના આત્માને અહર્નિશ હિતશિક્ષા આપે છે કે હે ચેતન! તું તો જ્ઞાન, દર્શન, સુખથી ભરેલો છે. તે તરફ નજર નથી કરતો અને બહારના વિષયોમાં નજર કરીને ક્લેશ શા માટે ભોગવે છે? બહારના વિષયો કે જ્યાં તારું અસ્તિત્વ જ નથી ત્યાં તું સુખ માને છે અને તારું અસ્તિત્વ કે જ્યાં અનંત સુખ ભરેલું છે, તેની સામે પણ તું જોતો નથી, તો પછી તને સુખ ક્યાંથી મળે? બાહ્ય વિષયોમાં જ્યાં તું સુખ માને છે ત્યાં ખરેખર સુખ નથી, પણ દુઃખ છે, ક્લેશ છે. તારા સ્વભાવમાં નજર કર તો વિષયોના ક્લેશ વગરનું અતીન્દ્રિય સહજ શાંત સુખ ભરેલું છે. પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ સુખનું અચિંત્ય ઐશ્વર્ય તારામાં ભરેલું જ છે. તેમાં પરના અવલંબનની કોઈ જરૂર નથી. પરની ઓથની કે પરના ટેકાની કોઈ આવશ્યકતા નથી. તારા સ્વભાવની જ ઓથે આત્મસુખનો અનુભવ થાય એવું તારું અસ્તિત્વ છે. તેથી તું આ વિષય-કષાયાદિની દુષ્ટ પ્રવૃત્તિ છોડીને સ્વરૂપના અભ્યાસમાં રસપૂર્વક લીન થા. તન, ધન, સ્ત્રી, પુત્ર, પરિવાર આદિમાં આસક્તિ ન રાખ. “આ બધી વસ્તુઓ મારી છે અને હું તેનો કર્તા-ભોક્તા છું' એવું મિથ્યા અભિમાન ધારણ ન કર. બધા પ્રાપ્ત સંયોગો ક્ષણિક છે. સંયોગમાં એકતા કરીને તું તારા શુદ્ધ સ્વરૂપને વીસરી ગયો છે અને તે શુદ્ધ સ્વરૂપના વિસ્મરણના કારણે જન્મ-જરા-મરણાદિનાં અનંત દુઃખોની પરંપરા તારે ભોગવવી પડે છે. માટે હે જીવ! હવે તું શ્રીગુરુના બોધામૃતનું પાન કરી રાગ-દ્વેષાદિ વિભાવવિષને દૂર કર અને તારા પૂર્ણ શુદ્ધ સ્વભાવને પ્રગટ કર. આ સંસારમાં અનાદિથી પરિભ્રમણ કરી રહેલા જીવોને મનુષ્યપણું મળવું દુર્લભ છે. આ દુર્લભ મનુષ્ય-અવતારમાં ચૈતન્યતત્ત્વની પ્રાપ્તિ એ જ તારું કર્તવ્ય છે. અખૂટ રસપૂર્વક એની પાછળ લાગશે તો જરૂર તને આત્માનો અનુભવ થશે. અત્યાર સુધી તો ભૂલ્યો, પણ હવે જાગી જા. ગુરુકૃપાથી વીતરાગધર્મનો પરિચય પામ્યો છે તો સંસારનાં બીજાં કામોની ચતુરાઈ અને હોંશ છોડી એક આત્માને સાધવાના કામમાં જ લાગી જા. નિરંતર એનું જ શ્રવણ, સ્મરણ, રટણ, મનન અને ભાવન કર.'
આત્માર્થી જીવને સ્વરૂપની સમજણ પ્રાપ્ત થઈ હોવાથી તેને નિજાત્મસ્વરૂપનો ૧- જુઓ : આચાર્યશ્રી યોગીન્દુદેવકૃત, ‘પરમાત્મપ્રકાશ', અધિકાર ૨, ગાથા ૫
ઉત્તમુ સુવરવું તેડું , ઉત્તમુ મુકવું ન હો || तो किं इच्छहिं बंधणहि बद्धा पसुय वि सोइ ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org