________________
ગાથા – ૯૫
ગાથા
.
(બ
- ગાથા ૯૪માં શિષ્ય કહ્યું કે કઈ જાતિમાં મોક્ષ થાય અને કયા વેષમાં મોક્ષ | મકા] થાય એનો નિર્ણય તેનાથી થઈ શકતો નથી, કેમ કે એમાં ઘણા ભેદો છે, જે અલ્પ બુદ્ધિથી સમજવા મુશ્કેલ પડે છે.
આમ, સમ્યગ્દર્શનના નિવાસનાં સર્વોત્કૃષ્ટ છ સ્થાનકોમાંનું અંતિમ પદ “મોક્ષનો ઉપાય' અંગે ઊઠેલી શંકાના સમર્થનમાં શિષ્ય ત્રણ દલીલો (ગાથા ૯૨-૯૩-૯૪) રજૂ કરી. પોતાની શંકાના કારણે મોક્ષના ઉપાય સંબંધી તેને જે નિર્ણય થયો છે તે જણાવતાં કહે છે –
“તેથી એમ જણાય છે, મળે ન મોક્ષ ઉપાય;
જીવાદિ જાણ્યા તણો, શો ઉપકાર જ થાય?' (૫) તેથી એમ જણાય છે કે મોક્ષનો ઉપાય પ્રાપ્ત થઈ શકે એવું નથી, માટે
જીવાદિનું સ્વરૂપ જાણવાથી પણ શું ઉપકાર થાય? અર્થાત્ જે પદને અર્થે જાણવાં જોઈએ તે પદનો ઉપાય પ્રાપ્ત થવો અશક્ય દેખાય છે. (૫)
જિજ્ઞાસુ શિષ્ય શ્રીગુરુને જણાવે છે કે પોતે અગાઉ રજૂ કરેલી ત્રણ દલીલો L A] ઉપર વિચાર કરતાં તેને એમ લાગે છે કે મોક્ષનો કોઈ અવિરોધ ઉપાય છે નહીં. જુદા જુદા ધર્મમત, પંથ, સંપ્રદાય મોક્ષના જુદા જુદા ઉપાય બતાવે છે, તેથી મોક્ષ ઉપાયના પ્રતિપાદનમાં અનેક પ્રકારની વિભિન્નતા પ્રવર્તતી હોવાથી, મોક્ષનો કોઈ એક યથાતથ્ય ઉપાય હોય એમ જણાતું નથી અને જો મોક્ષનો કોઈ સુનિશ્ચિત કલ્યાણકારી તથા કાર્યકારી ઉપાય ન હોય તો પછી આત્માનાં અસ્તિત્વાદિ પાંચ પદનું જ્ઞાન ઉપકારક થઈ શકે નહીં.
જીવાદિનું સ્વરૂપ જાણવાનું પ્રયોજન મોક્ષપ્રાપ્તિ છે અને મોક્ષના અવિરુદ્ધ ઉપાયના અભાવે જો મોક્ષ ન થઈ શકે એમ હોય તો જીવાદિની ચર્ચા વ્યર્થ છે. શિષ્ય મોક્ષપ્રાપ્તિની રુચિવાળો હોવાથી તેણે આ ચર્ચા વાદવિવાદ કે વાકપટુતા વધારવા માટે નથી કરી, પણ મોક્ષ પ્રાપ્ત કરવા માટે કરી છે. તે દઢપણે માને છે કે જો આત્માની પૂર્ણ શુદ્ધ અવસ્થારૂપ મોક્ષ થવાનો કોઈ ઉપાય ન હોય તો આત્માનાં અસ્તિત્વાદિ પાંચ પદ જાણવાનો કોઈ અર્થ રહેતો નથી. પોતાની મૂંઝવણ શ્રીગુરુ પાસે રજૂ કરી તે તેનું નિરાકરણ ઇચ્છે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org