________________
૧૭૩
ગાથા-૯૪ વસ્ત્ર નાખવાથી તેને આવરણ થવું ઘટે તે યથાર્થ નથી, કારણ કે ત્યાં તેમને બુદ્ધિપૂર્વક મમત્વનો અભાવ છે. ૧ (૨) શ્વેતાંબરમતની માન્યતા મુજબ કોઈ પણ પરદ્રવ્યનો સંગ જીવને મોક્ષ માટે બાધારૂપ થતો નથી, પરંતુ રાગાદિ પરભાવો જ મોક્ષપ્રાપ્તિને બાધક છે. તેથી મમત્વરહિત વસ્ત્રાદિ ગ્રહણ મોક્ષને બાધક નથી. આનો ઉત્તર આપતાં દિગંબરો કહે છે કે –
જે વસ્ત્રાદિ બાહ્ય પરિગ્રહ તેમણે ગ્રહણ કર્યો છે તે તેમના અત્યંતર રાગાદિ પરિગ્રહનો દ્યોતક છે, અર્થાત્ ઇચ્છારૂપ વિકાર વિના વસ્ત્રાદિનું ગ્રહણ સંભવતું નથી. ૨
વસ્ત્ર સૂક્ષ્મ જંતુઓની ઉત્પત્તિનું કારણ છે તથા મૂચ્છ-મમત્વનું પણ કારણ છે. હિંસાના કારણ એવાં વસ્ત્ર પંચમહાવ્રતધારી મહાત્માઓ દ્વારા કેવી રીતે ગ્રહણ થાય? વળી, વસ્ત્ર માટે યાચના કરવી, વસ્ત્રને ગ્રહણ કરવું, રાખવું, સીવવું અને સ્વચ્છ રાખવા પાણીથી ધોવું વગેરે દોષ વસ્ત્ર ધારણ કરવાથી ઉત્પન્ન થાય છે. આ બધા દોષ અહિંસાદિ વાતોને બાધક છે. જે મહાવ્રતધારક છે તેમને તો વસ્ત્ર ધારણ કરવાની ઇચ્છાના કારણે સૌથી પહેલાં મનમાં ક્ષોભ ઉત્પન્ન થાય છે.? (૩) શ્વેતાંબરમતની માન્યતા મુજબ વસ્ત્રાદિ કોઈ લઈ જાય તો ક્રોધ ન કરે, ક્ષુધાદિ લાગતાં તેને વેચે નહીં કે તેને પહેરી પ્રમાદ કરે નહીં, પણ તેના વડે પરિણામોની સ્થિરતા કરી ધર્મ જ સાધે છે, તેથી વસ્ત્ર મોક્ષને બાધક નથી. આનો ઉત્તર આપતાં દિગંબરો કહે છે કે –
બાહ્ય ક્રોધ ભલે કરો કે ન કરો, પરંતુ જેના પ્રહણમાં ઇષ્ટ બુદ્ધિ હોય તેના વિયોગમાં અનિષ્ટ બુદ્ધિ થઈ જ જાય. જો ઇઝ બુદ્ધિ ન હોય તો તેના અર્થે યાચના શા માટે કરવામાં આવે છે? વળી, તેઓ વસ્ત્રને વેચતા નથી, કારણ કે તે વેચવાથી પ્રાપ્ત થતું ધન રાખવાથી પોતાની હીનતા થશે એમ જાણી વેચતા નથી. લોકમાં જેમ ધનાદિ રાખવામાં આવે છે, તેમ વસ્ત્રાદિ પણ રાખવામાં આવે છે. પરિગ્રહના ઇચ્છુક જીવોને એ બન્નેની ઇચ્છા છે, તેથી ચોરાદિના ભયાદિ કારણમાં એ બન્ને સમાન છે. વળી, પરિણામોની સ્થિરતા વડે ધર્મ સાધવાથી જ પરિગ્રહપણું ન થતું હોય તો કોઈ ઘણી શીત લાગતાં રજાઈ રાખીને પરિણામોની સ્થિરતા કરે અને ધર્મ સાધે, તો તેને પણ નિષ્પરિગ્રહી કહો? અને એમ કરવામાં આવે તો ગૃહસ્થ ધર્મ કરતાં મુનિધર્મમાં ક્યાં કોઈ વિશેષતા રહી? જેને પરિષહ સહેવાની શક્તિ ન હોય તે પરિગ્રહ રાખી ધર્મ સાધે ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, ‘સમયસારની આચાર્યશ્રી જયસેનજીકૃત ટીકા, ‘તાત્પર્યવૃત્તિ',
મૂળ ગાથા ૪૧૪ ૨- જુઓ : આચાર્યશ્રી નરેન્દ્રસેનજીકૃત, સિદ્ધાંતસારસંહ', અધ્યાય ૪, શ્લોક ૨૨૧ ૩- જુઓ : એજન, શ્લોક ૨૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org