________________
૧૭૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન હોઈ શકે?
વળી, વસ્ત્રથી સચિત્ત પૃથ્વીકાય, ઓસ, આદિની રક્ષા થાય છે. જો વસ્ત્ર ન હોય તો ઉઘાડા શરીરની ગરમીની બાફથી તે જીવોને દુઃખ ઉત્પન્ન થાય છે. આમ, વસ્ત્રથી અન્ય જીવોની પણ રક્ષા થતી હોવાથી તે ધર્મારાધનમાં ઉપકારી છે. (૫) દિગંબરમતની માન્યતા મુજબ સંયમી હોવાથી મુનિને લજ્જા અને દુર્ગછાને દૂર કરવા માટે વસ્ત્ર ગ્રહણ કરવાની આવશ્યકતા રહેતી નથી. લાદિ પરિષહ સહન કરવામાં મુનિ તો સાહસવંત હોવો જોઈએ. જેણે લજ્જાદિને જીત્યાં ન હોય તેને ચારિત્રનો અધિકાર નથી. આનો ઉત્તર આપતાં શ્વેતાંબરો કહે છે કે –
પુરુષવેદના ઉદયાદિ વર્જવાને માટે ચોલપટો રાખવો જરૂરી છે. નગ્નતાથી પોતાને કે અન્યને લજ્જા ઉત્પન્ન થઈ શકે છે, મનમાં ક્ષોભ ઉત્પન્ન થઈ શકે છે અને તેથી પરિણામોમાં અસ્થિરતા ઉત્પન્ન થઈ શકે છે. માટે સ્વ-પર પરિણામોની રક્ષા માટે પણ વસ્ત્ર જરૂરી છે. જે
દિગંબરમત
(૧) શ્વેતાંબરમતની માન્યતા મુજબ શરીરની સ્થિતિ અર્થે તથા સંયમના નિર્વાહ અર્થે મુનિ વસ્ત્રાદિ રાખે છે, પણ તેમાં મમત્વ નથી, માટે તેને પરિગ્રહ કહેવાતો નથી. તેથી સાધુ વસ્ત્ર સહિત હોવા છતાં પણ નિર્ગથ છે. આનો ઉત્તર આપતાં દિગંબરો કહે
શ્રદ્ધાનમાં તો જ્યારથી સમ્યગ્દષ્ટિ થયો ત્યારથી જ સર્વ પદ્રવ્યમાં મમત્વનો અભાવ થયો છે, એટલે એ અપેક્ષાએ તો ચોથા ગુણસ્થાને જ પરિઝહરહિત થયો; તથા પરિણામમાં જો મમત્વ નથી તો વસ્ત્ર ગ્રહણ ધારણ આદિ પ્રવૃત્તિ કેવી રીતે કરે છે? તેથી વસ્ત્રાદિ ગ્રહણ-ધારણ છૂટશે ત્યારે જ તે નિષ્પરિગ્રહી થશે.
મુનિપદનાં મહાવ્રત અંગીકાર કરતી વખતે નવ પ્રકારના પરિગ્રહનો ત્યાગ કરવામાં આવે છે. નવ પ્રકારના પરિગ્રહમાં વસ્ત્રાદિને પણ પરિગ્રહ ગણવામાં આવે છે. જો સર્વ પરિગ્રહનો ત્યાગ કર્યો હોય તો શા માટે વસ્ત્રનો ત્યાગ નહીં? નહીં તો માત્ર સુવર્ણાદિને જ પરિગ્રહ ગણવા યોગ્ય છે!
શ્વેતાંબરોની દલીલ છે કે જો વસ્ત્ર મોક્ષને બાધારૂપ હોય તો નિર્ચથ મુનિ ઉપર ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘શ્રી અધ્યાત્મ મત-પરીક્ષા', શ્લોક ૩૪,૩૫ ૨- જુઓ : એજન, શ્લોક ૩૦ ૩- જુઓ : પંડિત શ્રી ટોડરમલજીકૃત, મોક્ષમાર્ગ પ્રકાશક', ગુર્જરાનુવાદ, સાતમી આવૃત્તિ, અધિકાર
૫, પૃ.૧૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org