________________
૧૧૦
“શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન સમાધિસુખમાં અનંત કાળ સુધી સ્થિર રહે છે. આ સિદ્ધપદનો આદિ છે - તેની શરૂઆત છે, પણ અંત નથી. આ પદની અનંત કાળ પર્યત શાશ્વત સ્થિતિ છે.
અહીં કોઈને સંશય થાય કે જે વસ્તુની ઉત્પત્તિ થાય છે તે વસ્તુનો નાશ પણ થાય જ છે એવો એક સર્વમાન્ય નિયમ છે. એ નિયમ પ્રમાણે મોક્ષ પણ ઉત્પન્ન થતો હોવાથી તેનો પણ અંત આવવો જોઈએ અને તેથી મોક્ષ શાશ્વત ન કહેવાય. મોક્ષમાં રહેવારૂપ જે સ્થિતિ છે તે જન્ય છે અને જે જન્ય હોય તે વિનાશી હોય જ એવો નિયમ છે. માટે મોક્ષસ્થિતિનો એક દિવસ જરૂર વિનાશ થશે. જો મોક્ષસ્થિતિ વિનાશી હોય તો મુક્ત જીવને ફરી સંસારી બનવાની આપત્તિ આવશે. જે જન્ય હોય છે તે અવશ્ય નાશવંત હોય છે, માટે જીવને ફરીથી સંસારમાં આવવું જ પડશે. મોક્ષની ઉત્પત્તિ ઉપાયથી થતી હોવાથી મોક્ષને કૃતકજન્ય માનવો ઘટે છે, અર્થાત્ તે સ્વાભાવિક નથી પણ ઉત્પન્ન થાય છે; અને જે કૃતક હોય છે તે નિત્ય નહીં પણ અનિત્ય હોય છે, તેથી ઘટાદિની જેમ મોક્ષને પણ અનિત્ય માનવો જોઈએ. જે કૃતક હોય છે તે ઘડાની જેમ કાળાંતરે વિનષ્ટ થાય જ છે, માટે મોક્ષનો પણ ક્યારેક તો નાશ થવો જ જોઈએ. તે કૃતક હોવાથી તેનો કાળાંતરમાં તો નાશ થવો જ જોઈએ, માટે મોક્ષ કાયમ માટે નહીં પણ અમુક કાળ પૂરતો જ થાય છે અને તે કાળાવધિ પૂર્ણ થયા પછી મુક્તાત્મા પણ ફરી જન્મ લે છે.
આ શંકાનું સમાધાન આ પ્રમાણે છે - ઘટાદિનો ધ્વંસ ઉત્પન્ન થનારો છે છતાં તે વિનાશી નથી કિંતુ નિત્ય છે, કારણ કે એ ધ્વંસનો નાશ થઈ શકતો નથી. માટે તેવો નિયમ નથી કે જે કોઈ જન્ય હોય તે વિનાશી હોય. જે કૃતક હોય તે વિનાશી હોય જ છે એવો એકાંતિક નિયમ નથી. ઘટનો પ્રäસાભાવ કૃતક છતાં નિત્ય છે, અવિનાશી છે; એટલે મોક્ષ કૃતક હોવાથી વિનાશી હોવો જરૂરી નથી. મોક્ષસ્થિતિ જન્ય હોવા છતાં પ્રધ્વસાભાવની જેમ અવિનાશી છે, માટે મુક્તાત્માને ફરી સંસારીપણાની પ્રાપ્તિ સંભવતી નથી. કૃતક હોવા છતાં મોક્ષનો નાશ નથી એ વાત સમજાવતાં આચાર્યશ્રી જિનભદ્રજી ‘વિશેષાવશ્યકભાષ્ય'માં કહે છે કે કૃતક હોય તે અનિત્ય જ હોય એવો નિયમ વ્યભિચારી છે, કારણ કે ઘટાદિનો પ્રäસાભાવ કૃતક છતાં નિત્ય છે. પ્રધ્વસાભાવને જો અનિત્ય માનવામાં આવે તો પ્રäસાભાવનો અભાવ થઈ જવાથી ઘટાદિ પદાર્થોની પુનઃ ઉપસ્થિતિ થઈ જાય; માટે પ્રખ્વસાભાવ કૃતક છતાં નિત્ય જ છે; તે જ પ્રકારે મોક્ષ પણ કૃતક છતાં નિત્ય છે. ' ૧- જુઓ : આચાર્યશ્રી જિનભદ્રજી કૃત, ‘વિશેષાવશ્યકભાષ્ય', ગાથા ૧૮૩૭
'कतकादिमत्तणातो मोक्खो णिच्चो ण होति कुंभो ब्व । णो पद्धंसाभावो भुवि तद्धम्मा वि जं णिच्चो ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org